પશુ સંચાલિત વાવણીયો યોજના (Pashu Sanchalit Vavaniyo Yojana 2023)

Posted by

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં છે તેમ છતાં કેટલાક ખેડૂતોને તે યોજના વિશે પુરતી માહિતી હોતી નથી આથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોજનાની સરળ સમજુતી મળી રહે અને સહેલાઈથી યોજના માટે ફોર્મ ભરી શકે તેના માટે આઈ ખેડૂત પોર્ટલ ( ikhedut Portal ) યોજના શરુ કરવામાં આવી છે.

આઈ ખેડૂત પોર્ટલ યોજના શું છે.(I Khedut Portal Gujarat)

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી મોટાભાગની યોજનાઓ એ ખેડૂતોનું જીવનધોરણનું સ્તર ઊંચું લાવવા તેમજ તેમના વિવિધ કલ્યાણકારી કાર્યો માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત રાજયે છેલ્લા દસ વર્ષમાં સરેરાશ 10 % થી વધુનો કૃષિ વિકાસદર પ્રાપ્ત કરેલ છે. ગુજરાત રાજય દ્વારા દેશમાં પ્રથમવાર કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવા કાર્યક્રમ આપેલ છે.

રાજયના ખેડુતોને ખેતી માટે જરૂરી ખેત સામગ્રી વિશે સમયસર માહિતી મળી રહે, અદ્યતન કૃષિ અંગેની માહિતી ઘર બેઠા મેળવી શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને આસાનીથી મળી રહે તથા હવામાન અને કૃષિ પેદાશોના બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ શરૂ કરેલ છે.

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ પોર્ટલ પરથી ગુજરાતના ખેડૂતો ઘરે બેઠા વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે છે. જો ખેડૂત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખેતી વિષયક યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે ગમે તે યોજના માટેનું ઘરે બેઠા ફોર્મ ભરી શકે છે. તેમને કચેરીઓ પર વારંવાર ધક્કા ખાવાની જરૂર નથી તેના માટે સરકારે ખેડૂતોનાં હિત ધ્યાને લઈ માટે આઇ ખેડૂત પોર્ટલ (IKhedut Portal) ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે આ પોર્ટલ લોંચ કરવામાં આવ્યું છે.

પશુ સંચાલિત વાવણીયો (Pashu Sanchalit Vavaniyo Yojana 2023)

ગુજરાત રાજ્યના નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતોને લાભ મળવા પાત્ર છે. ખેતી માટે ખેત મજૂરોને રાહત દરે સાધન સહાય આપવામાં આવે છે. સહાયની રકમ તરીકે કુલ ખર્ચના 40% અને 50% અથવા રૂ.8,000 અને 10,000 બે માંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે. (જ્ઞાતિના આધારે)

ગુજરાત રાજ્યના નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતોને લાભ મળવા પાત્ર છે. ખેતી માટે ખેત મજૂરોને રાહત દરે સાધન સહાય આપવામાં આવે છે. સહાયની રકમ તરીકે કુલ ખર્ચના 40% અને 50% અથવા રૂ.8,000 અને 10,000 બે માંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે. (જ્ઞાતિના આધારે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *