શુ તમે જાણો છો કે કોઇની સાથે સૂવાથી તમે કેટલીક બીમારીઓથી દૂર રહી શકો છો. ખાસ કરીને તમે તમારા પાર્ટનર સાથે સૂઇ જાવ છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જોઇએ પાર્ટનર સાથે સૂઇ જવાથી કેવા ફાયદાઓ થઇ શકે છે.
એક શોધ અનુસાર એકલા સૂઇ જનારાની તુલનામાં કોની સાથે સૂઇ જનારા લોકોની ઉંમર લાંબી હોય છે. સાથે જ તે સ્વાસ્થ્ય જીવન પસાર કરે છે. જો તમને ઉંઘ ન આવવાની બીમારી હોય તો કોઇની સાથે સૂવાથી આ બીમારી દૂર થઇ જાય છે. તે સિવાય શોધ અનુસાર ફક્ત 10 મિનિટ કોઇને ગળે લગાવવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેથી સૂતા સમયે તમારા પાર્ટનરને ગળે લગાવીને સૂવુ જોઇએ.
પાર્ટનરને ગળે મળીને સૂવાથી થાક અને તનાવ દૂર થાય છે. જેથી તમને એકલતાનો અનુભવ નથી થતો અને દરેક ચિંતા પણ દૂર થાય છે. પાર્ટનરની સાથે સૂવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. જેથી બ્લડ સર્કુલેશન સારુ રહે છે. તેમજ કોઇની પાર્ટનરની સાથે સૂવાથી લોકોની વિચારવાની અને યાદ રાખવાની ક્ષમતા વધે છે.