જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં (Vastu Tips For Money) ધન લાભના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) અનુસાર, પર્સ (Purse) કે ખિસ્સામાં કેટલીક વસ્તુઓ રાખવાથી મા લક્ષ્મી (Maa Lakshmi)ની કૃપા વરસે છે. માન્યતા છે કે, જો કોઇ મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોવ તો તમારા પર્સ કે ખિસ્સામાં કેટલીક વસ્તુઓ મૂકવાનું શરૂ કરી દો. કહેવામાં આવે છે કે આવું કરવાથી પર્સ કે ખિસ્સુ ક્યારેય ખાલી નથી રહેતું. આ ઉપરાંત વાસ્તુ શાસ્ત્રના જાણકાર તેમ પણ કહે છે કે, 10 વસ્તુઓમાંથી કોઇ એકને તમારા પર્સ કે ખિસ્સામાં રાખવાથી મા લક્ષ્મીની કૃપા રહે છે. સાથે જ ધનની તિજોરી કે પર્સ હંમેશા ભરેલી રહે છે.
ચાંદીનો સિક્કો: આમ તો જ્યોતિષ શાસ્ત્રમાં (Astrology) મા લક્ષ્મીને (Maa Lakshmi) પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, પરંતુ એક ખાસ વાસ્તુ નિયમ (Vastu Niyam) અનુસાર, પર્સમાં ચાંદીનો સિક્કો (Silver Coin) મૂકવાથી આર્થિક સ્થિતિ સુદ્રઢ થાય છે. વાસ્તુ નિયમ (Vastu Tips) અનુસા આ સિક્કાને પહેલા મા લક્ષ્મીને અર્પિત કરો. તે બાદ પોતાના પર્સમાં મૂકી દો. આવું કરવાથી તમને જલ્દી જ આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે.
કોડી: જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra) અનુસાર, કોડી મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. વાસ્તુ એક્સપર્ટ અને જ્યોતિષના જાણકાર જણાવે છે કે 7 કોડીઓને તમારા પર્સમાં મૂકવાથી આર્થિક તંગી જલ્દી જ દૂર થઇ જાય છે. આ ઉપરાંત આવું કરવાથી ઘરમાં મા લક્ષ્મીનું આગમન થાય છે અને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
શ્રી યંત્ર: શ્રી યંત્રને (Shri Yantra) મા લક્ષ્મીનું (Maa Lakshmi) પ્રતીક માનવામાં આવ્યું છે. માન્યતા છે કે શ્રીયંત્રને પર્સમાં રાખવાથી જીવનમાં પોઝિટીવ એનર્જીનો સંચાર થાય છે. કહેવામાં આવે છે કે શ્રીયંત્રના આ ઉપાયથી આર્થિક ઉન્નતિ પણ થાય છે. આ ઉપરાંત મા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ગોમતી ચક્ર: ગોમતી ચક્રને (Gomati Chakra) મા લક્ષ્મીની (Maa Lakshmi) પ્રિય વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ ગોમતી ચક્રને પર્સમાં રાખવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે. સાથે જ તમને દેવામાંથી પણ મુક્તિ મળે છે.
અક્ષત: યજ્ઞ, ધાર્મિક વિધિઓ, અથવા પર્સમાં ભગવાનને ચઢાવવામાં આવેલા અક્ષત (ચોખા)ના 21 દાણા રાખવાથી દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે. માન્યતા અનુસાર આવું કરતા પહેલા ચોખાના 21 દાણા લઈને માતા લક્ષ્મીને અર્પિત કરો. આ પછી તેને કોઈ વસ્તુમાં બાંધીને તમારા પર્સમાં રાખી દો. માન્યતા છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી ધનવર્ષા કરે છે.
વડીલો પાસેથી મળેલા પૈસા: ઘણીવાર પરિવારના વડીલો આશીર્વાદ રૂપે કેટલાક પૈસા આપે છે. એવું પણ કહેવામાં આવે છે કે વડીલોના આશીર્વાદ રૂપે મળેલા પૈસા ખૂબ જ સુરક્ષિત રાખવા જોઈએ. જ્યોતિષીઓનું કહેવું છે કે આમ કરવાથી આર્થિક સંકટ નથી આવતું.
એક રૂપિયાની નોટ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિએ પર્સમાં એક રૂપિયાની નોટ રાખવી જોઈએ. ઉપરાંત, તમારે તેને ક્યારેય ખર્ચ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનનું આકર્ષણ વધે છે. જેના કારણે તમારે જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
પીપળાનું પાન: સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર પીપળાના પાનમાં ભગવાનનો વાસ છે. આ જ કારણ છે કે લોકો તેને જળ ચડાવે છે અને તેની પૂજા કરે છે. કહેવાય છે કે પીપળાના પાનને લઈને તેને ગંગા જળથી શુદ્ધ કરી પર્સમાં રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. સાથે જ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.
દેવી લક્ષ્મીની તસવીર: હિન્દુ ધર્મગ્રંથોમાં દેવી લક્ષ્મીને ધનની દેવી તરીકે સ્વીકારવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મીની કૃપા વિના, વ્યક્તિના જીવનમાં આર્થિક પરિસ્થિતિ સારી હોઈ શકતી નથી. આવી સ્થિતિમાં પર્સમાં મા લક્ષ્મીની એક નાનકડી તસવીર રાખવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત તમને દેવામાંથી પણ મુક્તિ મળે છે.