પરિવાર ના 3 સભ્ય હોસ્પિટલ માં અને 4 સભ્યો સારવાર હેઠળ. આ રોગ ની કોઈ દવા નથી

પરિવાર ના 3 સભ્ય હોસ્પિટલ માં અને 4 સભ્યો સારવાર હેઠળ. આ રોગ ની કોઈ દવા નથી

ધાનેરાના કુંડી ગામે એપિડેમીક રોગના ભોગ બનતા પરિવારના હત્રણ સભ્યોના મોત અને ચાર સભ્યો સારવાર અર્થે અમદાવાદ માં દાખલ કરવાંમાં આવ્યા છે. જિલ્લામાં ટોટલ પાંચ મોત થયા છે. ત્રણ મહિનામાં આરોગ્ય વિભાગ અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી આવી ચર્ચા ના ચકડોળે ચડી કે. એવું લાગી રહ્યું છે કે તંત્ર હજુ પણ વધુ લોકોના મોતની રાહ જોઇને બેઠું છે.

ધાનેરાના કુંડી ગામે ખાધા ખોરાકી ની અસર થતા 7 લોકો ભોગ બન્યા જેમાંથી ક્રમશઃ ત્રણ લોકોના મોત થયા અને ચાર લોકો હજુ સારવાર અર્થે અમદાવાદ સારવારમાં છે જો વાત કરવામાં આવે કુંડી ગામની તો પુરોહિત પરિવાર 15 દિવસથી ડ્રોપસી રોગના કારણે હેરાન થઇ રહ્યો છે.

જેમાં ઘરના મોભી અને યુવાન પુત્ર અને લાડકી દીકરી નું મોત થયું છે. અને પરિવારના ચાર સભ્યોનો ઈલાજ ચાલી રહ્યો છે. આરોગ્ય વિભાગની તપાસ કરતા સમગ્ર પીડિતો ડ્રોપસી રોગનો ભોગ બન્યા છે. અને આ રોગની કોઈ દવા પણ નથી. પરિણામે પુરોહિત પરિવારમાં ત્રણ મોત થતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.

ડ્રોપ્સી શું છે. ?

જો સમગ્ર વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં રાયડાનું ઉત્પાદન વધુ છે અને લોકો ધાણી પર રાયડાનું તેલ નીકાળી ને ખાધખોરાકી માં વાપરતા હોય છે પરંતુ રાયડાના પાકમાં ઉગતો દારૂડીનો પાક ઝેરી હોય છે જે રાયડા જેવો જ હોય છે પરંતુ ઝેરી હોય છે અને લોકો ભૂલથી રાયડો સમજી ને તેલ નીકાળી દેતા હોય છે. જે ઝેરી પાકના કારણે આ રોગ થાય છે. આ રોગ 1877માં કલકત્તા અને 1998 માં દિલ્હી માં નોંધાયો હતો. જ્યારે ગુજરાત માં ગોધરા અને દાંતીવાડા અને ધાનેરા તાલુકા માં પણ જોવા નવેમ્બર માસ માં જોવા મળે છે જેની અસર તત્કાલ થતી નથી જેથી સંપૂર્ણ સારવાર પણ આપી શકાતી નથી.

હાલ તો આ પરિવાર ડ્રોપસી નો ભોગ બનતા મોત માતમ છવાયો છે. પણ હવે ચોમાસુ છે અનેક રોગનો ઉપદ્રવ વધશે ત્યારે આરોગ્ય વિભાગ અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ આળસ ખખેરી ને અખાદ્ય પ્રદાર્થ વેંચતા વેપારીઓ અને બોગસ ચાલતી અનેક ભેળસેળ વાળી હાટડી પર તવઈ લાવવની સમય અને લોકો ની માગ છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.