પાણીપૂરીના શોખીન છો તો સાવધાન, આખા રાજ્યમાં 4000 પાણીપુરી ના વેપારીને ત્યાં દરોડા, જે પકડાયું તે જાણીને ખાવાનું ભૂલી જશો

પાણીપૂરીના શોખીન છો તો સાવધાન, આખા રાજ્યમાં 4000 પાણીપુરી ના વેપારીને ત્યાં દરોડા, જે પકડાયું તે જાણીને ખાવાનું ભૂલી જશો

ગુજરાતમાં તહેવાર અને વરસાદની એકસાથે મોસમમાં પાણીપુરી વેચનારા પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજ્ય વ્યાપી દરોડા, રાજ્યમાં પાણીપુરી વેચનારા 4 હજાર વેપારીઓને ત્યાં કાર્યવાહી

એક તરફ તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે. તો બીજી તરફ ચોમાસું પણ ગુજરાતમાં બેસી ગયું છે. અને આ મોસમમાં લોકોમાં ખાણીપીણી જન્ય રોગનો વધારો જોવા મળે છે. જેને લઈ રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મુદ્દે કામગીરી કરી રહી છે. સૌથી વધુ લોકો પાણીપુરીનું સેવન કરતા હોય છે. જેને લઈ પકોડીની લારી, ફેરિયાઓ, વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પાણી પુરી વેંચતા 4 હજાર વેપારીઓની તપાસ કરાઈ હતી. અને આ તપાસમાં ચોંકાવનારી સામગ્રીઓ સામે આવી હતી.

ગુજરાતમાં પાણીપુરીના સ્ટોલ પર લોકોની ભીડ હમેશા જોવા મળતી હોય છે. પરંતુ આ જ પાણીપુરના કારણે અનેક લોકો બીમાર પણ થાય છે. ત્યારે ગુજરાતમાં તહેવારની શરૂઆત પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 636 જેટલા નમૂના લીધા છે. આ સાથે 1500 કીલો ગ્રામ બટાકાના માવાનો નાશ પણ કરાયો છે. તો 1,335 લીટર પકોડીના પાણીનો પણ નાશ કર્યો છે. કુલ 90,569 કિંમતના ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો છે.

સુરતમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો

સુરતમાં ચોમાસામાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ડેન્ગુ, તાવ, મલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો થયો છે. રોગચાળામાં વધારો થતા તંત્ર દોડતું થઇ ગયું છે. રોગચાળો વધતા સર્વેલન્સની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે. બાંધકામ, હોસ્પિટલ, શાળા સહિતની જગ્યાઓ પર ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી પર ભાર અપાયો છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.