પાણીપુરી ખાવા થી બીમારીઓ થશે દૂર, આ ચમત્કારી ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોવ

પાણીપુરી ખાવા થી બીમારીઓ થશે દૂર, આ ચમત્કારી ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોવ

જ્યારે પાણીપુરી ખાવાની વાત આવે ત્યારે દરેકના મોઢામાં પાણી આવી જાય છે. આ એક એવી ડિશ છે, જેને માત્ર મોઢાનો ટેસ્ટ બદલવા માટે જ નહિ, પણ તમારા સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે. તમને ખબર નહિ હોય, કે સીમિત માત્રા અને પરફેક્ટ સમય પર ખાવામાં આવતી પાણીપુરીથી મોટાપાથી છુટકારો મેળવી શકાય છે.
મોટાપો ઓછો કરે છે

જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો, તો પાણીપુરી બેસ્ટ માધ્યમ છે. પાણીપુરી ખાવા માટે એવી રીત અપનાવો જેનાથી તમને ફાયદા થાય. રવાનો પ્રયોગ ન કરીને લોટની પુરીઓ અને જલજીરામાં ગળપણ બિલકુલ ન હોવું જોઈએ. તેમાં ફુદીના, લીંબુ, હિંગ અને કાચી કેરીનો પ્રયોગ હેલ્ધી સાબિત થઈ શકે છે. પાણીમાં પડતી આ વસ્તુઓ તમારો મોટાપો વધતો રોકી શકે છે. એટલું જ નહિ, એ પણ ધ્યાન રાખો કે પુરીઓ વધુ તળેલી ન હોય. કેમ કે, તેમાં તેલ વધારે હશે તો તે નુકશાન કરી શકે છે.

મોઢામાંના ચાંદા કરે છે ગાયબ

પાણીપુરી ખાવાના સમયે તેમાં રહેલા જલજીરામાં તીખાપણું અને ખાટ્ટુપણું ચાંદાને દૂર કરવામાં મદદ કરે છે. જોકે, તે વધુ માત્રામાં ન હોવું જોઈએ.

એસિડિટી

પાણીપુરીથી થનારા ફાયદામાં એક ફાયદો એસિડિટીનો પણ છે. જેમાંથી છુટકારો મેળવી શકાય છે. લોટની પાણીપુરીની સાથે જલજીરામાં ફુદીના, કાચી કેરી, કાળુ મીઠું, કાળી મિર્ચી, પીસેલું જીરુ અને સાધારણ મીઠું મિક્સ હોવું જોઈએ. આ વસ્તુઓ હોય તો એસિડિટી ચપટી વગાડતા ગાયબ થઈ જશે.

જીવ ગભરાવવો

જો તમે સફર દરમિયાન કે પછી બંઘ રૂમમાં ગભરામણ જેવું અનુભવી રહ્યા છો, તો પાણીપુરી રામબાણ ઈલાજની જેમ કામ કરે છે. આવા સમયે તમે ઓછામાં ઓછી 4-5 પાણીપુરી ખાઓ, તો તમારી આ તકલીફ પણ દૂર થઈ જશે.

મૂડ રિફ્રેશ કરવા માટે સહાયક

ગરમી અને ધોમધકતા તાપમાં હંમેશા લોકો હેરાન થઈ જાય છે. આ દરમિયાન ચીડચીડાવું અને વધુ પાણી પીવાની ઈચ્છા થાય છે. જો તમે પાણી પીતા પહેલા 2-4 પાણીપુરી ખાઓ તો તેમે એકદમ ફ્રેશ થઈ જશો.

પાણીપુરી ક્યારે અને કેટલી ખાવી

જો તમે પાણીપુરી ખાવાનું વિચારી રહ્યા છો, તો બપોરનો સમય બેસ્ટ છે. કેમ કે, લંચ અને સાંજના નાસ્તાની વચ્ચે ખાવાથી તેની પચનક્રિયા પણ સારી થશે. પાણીપુરી સાંજે ખાવાથી વજન વધી શકે છે. તેથી સાંજે ક્યારેય ન ખાતા. બપોરના સમયે તમે 5-6 લોટની પાણીપુરી ખાઈ શકોછો. જો પાણીપુરીમાં વટાણાની જગ્યાએ મગ કે ચણા હોય તો તે બહુ જ ફાયદાકારક સાબિત થાય છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.