પગની નસ ચડી જવી આટલા ઘરેલુ ઉપચાર કરવાથી તુરંત રાહત થાય

પગની નસ ચડી જવી આટલા ઘરેલુ ઉપચાર કરવાથી તુરંત રાહત થાય

અત્યારે મોટા ભાગના લોકોનું જીવન ભાગ દોડ ભયુંર્ બની ગયું છે, જેના કારણે તેઓનો થાક શરીરના વિવિધ અંગોમાં નસો ચઢતી હોય છે. નસ ચઢવીએ સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે શરીરના કોઇપણ ભાગમાં નસ ખેંચાઇ જાય તો તે સમયે તે વ્યક્તિને અસહ્ય દુખાવો થાય છે.તેને નસ ચઢી ગઇ એમ પણ કહે છે. મોટાભાગે રાત્રે સુતી સમયે પગની નસ ચઢી જાય તો વ્યક્તિ સહન કરી શકતી નથી. નસોમાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય, મસલ્સ નબળા પડવા, હાડકાં ઠંડકના કારણે જકડાઇ જવા વગેરે જેવા અનેક કારણો નસ ચઢવા માટે જવાબદાર હોઇ શકે છે.

  • જો તમારા પગની નસ ચઢી જાય તો તમારા જે પગની નસ ચઢી ગઇ હોય તે તરફના હાથની વચ્ચેની આંગળીઓથી નખના નીચેના ભાગને દબાવો અને છોડો, આમ કર્યા કરો. જ્યાં સુધી તે ભાગ નરમ ન બને ત્યાં સુધી આ પ્રમાણે જ કરો.
  • શરીરમાં જો કોઇપણ ભાગમાં નસ ચઢી જાય તો ડાબા પગની નસ ચઢે તો, જમણા હાથની આંગળીથી તમારા કાનના નીચેના સાંધાને દબાવો. આમ કરવાથી થોડા સમયમાં દુખાવો ઠીક થઇ જશે.
  • જે વ્યક્તિને નસ ચઢી ગઇ હોય તે વ્યક્તિના બંને હાથની હથેળીમાં મીઠું આપો અને ચાટવાનું કહો, આમ કરવાટ્વથી થોડા સમયમાં જ દુખાવો દૂર થશે.
  • સતત નસ ચઢવાની સમસ્યા રહ્યા કરતી હોય તો કેળાંનું નિયમિત રીતે સેવન કરવાનું શરૂ કરી લો. કેળાંના સેવનથી શરીરમાં વિટામિન અને ખનીજ તત્ત્વોની ઊણપ દૂર થશે, આ ઉપરાંત સમય જતાં નસ ચઢવાની સમસ્યા દૂર થશે.
  • જો તમને આ સમસ્યા ફક્ત રાત્રે સુતી સમયે થતી હોય તો રાત્રે સુતી વખતે તમારા પગ નીચે ઓશિકું રાખીને સૂઇ જાઓ.
  • નસ ચઢી ગઇ હોય તો તાત્કાલિક તેમાં રાહત મેળવવા માટે તમે બરફનો શેક કરી શકો છો, તેનાથી તમને રાહત થશે.
  • નસ ચઢવાની સમસ્યા રહ્યા કરતી હોય તો તમે સરસિયાના તેલથી માલિશ કરી શકો છો. તેલથી માલિશ કરવાથી તે નસો છુટી પડશે.અને તમે રાહત અનુભવશો.
  • ગરમ પાણી એટલે કે હુંફાળા પાણીમાં પગ મીઠું નાંખીને થોડી વાર સુધી પગ બોળી રાખો. તેનાથી પગમાં રાહત લાગશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *