ઓપરેશન વગર પણ પથરી કાઢી શકાય છે બસ અપનાવો આ આ આયુર્વેદિક ઉપાયો..

Posted by

આજના સમયમાં પથરી સમસ્યા બહુ જોવા મળે છે. પેટના સામાન્ય દુખાવાની સરખામણીમાં પથરીનો દુખાવો ખૂબજ અસહ્ય હોય છે. જોકે કેટલાક લોકો ઓપરેશન કરાવવાના ડરના કારણે તેનો દુખાવો સહન કરતા હોય છે અને જ્યારે પણ દુખાવો ઉપડે એટલે પેઇન કિલર લઈને ચલાવી લેતા હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલાક એવા આયુર્વેદિક ઉપાયો, જેને અજમાવવાથી તમે પણ પથરીને ઓપરેશન વગર જ ઓગાળી કે મટાડી શકો છો.

પથરી માટેનો સૌથી સારો અને કારગર ઉપાય છે પાણી. પુષ્કળ પાણી પીવાથી પથરી નાની હોય તો તેની જાતે જ નીકળી જાય છે. અહીં એ સિવાય પણ કેટલાક ઉપાય છે, જે મોટી પથરીને પણ ઓગાળવામાં મદદ કરશે.નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ પીવાથી પથરી ધીરે-ધીરે નીકળી જાય છે.

કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી નીકળી જાય છે.જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરી પીવાથી પથરી ઓગળી જાય છે.કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.રાત્રે 50 ગ્રામ કળથી પલાળી રાખવી સવારે તેને મસળી પાણી ગાળી લેવું. આ પાણી રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.લીંબુના રસમાં સિંધવ મીઠું મિક્સ કરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે અને પેશાબ વાટે બહાર વહી જાય છે.ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

કારેલા :

કારેલા આમતો ખુબ કડવા હોય છે પણ પથરીમાં રામબાણ ની જેવું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વ હોય છે, જે પથરીને બનતા રોકે છે. પથરી થયા પછી બે નાની ચમચી કારેલા નો રસને સવાર સાંજ 8-10 દિવસ પીવો તેનાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

અજમો :

પથરી થાય તો અજમાનું વધુમાં વધુ ઉપયોગ કરો. અજમાનું સેવન બમણો લાભ કરે છે. તેનાથી પેશાબ વધુ આવે છે અને અજમો પથરીના ઉત્પતિનો નાશ કરે છે, એટલે કે પથરી ફરી વખત નહી બને. રોજ સવારે એક ચમચી અજમાને ગરમ પાણી સાથે લો. તેનાથી એક મહિનામાં પાથરીમાંથી છુટકારો મળે છે.

તુલસી :

સુદ્ધ તુલસીનો રસ લેવાથી પણ પથરીના યુરીનને રસ્તે નીકળવામાં મદદ મળે છે. ઓછામાં ઓછું એક મહિનો તુલસીના પાંદડાનો રસ સાથે મધ લેવાથી ખુબ લાભ મળે છે. તુલસીના તાજા પાંદડા પણ રોજ ચાવવા જોઈએ.
લીંબુનો રસ અને જેતુન (ઓલીવ ઓઈલ) ના તેલનું મિશ્રણ : તે કીડની ની પથરી માટે સૌથી સારો કુદરતી ઉપચારમાં નો એક છે. પથરીના દર્દી થયા પછી 60 મી.લી. લીંબુના રસમાં તેટલી જ માત્રામાં કુદરતી જેતુનનું તેલ ભેળવીને સેવન કરવાથી તરત જ રાહત થઇ જાય છે. લીંબુનો રસ અને જેતુન નું તેલ સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું રહે છે.

બેલ પત્થર (કોઠા ):

બેલ પથ્થર ઉપર થોડું પાણી નાખીને ઘસી લો. તેમાં એક આખું કાળા મરી નાખીને સવારે કાળા મરી ખાવ. બીજા દિવસે કાળા મરી બે કરી દો અને ત્રીજા દિવસે ત્રણ એમ સાત કાળા મરી સુધી પહોચો. આઠમાં દિવસે કાળા મરીની સંખ્યા ઘટાડવાનું શરુ કરી દો અને પછી એક સુધી આવી જાવ. બે અઠવાડિયાના આ પ્રયોગ થી પથરી દુર થઇ જાય છે. યાદ રાખો એક બેલ પથ્થર(કોઠું) બે ત્રણ દિવસ સુધી ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *