ઓછું ભણેલા છો ચિંતા ના કરતા બસ આટલું કરો ભણેલા લોકો તમારા માટે કામ કરશે

Posted by

આપડે સૌ-કોઈ ખુબ સારી રીતે જાણીયે જ છીએ કે ખાલી અભ્યાસુક વૃત્તિ જીવનમાં તમામ જગ્યાએ કામ માં આવતી હોતી નથી, ખુબ વધુ ભણેલા લોકો જ બધી જગ્યાએ બાજી મારી જાય એ વાત માં થોડો વિચાર કરવા જેવો તો ખરો જ દરેકની ખુબ સારું અભ્યાસ કરવાની ને ઉચ્ચપ્રમાણ ની ડિગ્રી મેળવવાની ઇરછા તો રહેલી જ હોય છે પણ ખરા અર્થે બધા જ લોકો એ પામી શકતા નથી.

ઉચ્ચ અભ્યાસ મેળવવા ચોક્કસ પણે પ્રયત્ન અને પુરુષાર્થ કરવો જ જોઈએ પરંતુ એવું તો જરૂરી નથી જ જીવનની તમામ જગ્યાએ ખુબ સારો અભ્યાસ કરેલ વ્યક્તિઓ જ ઉત્તમ પ્રગતિના શિખરો પાર કરી શકે, ઘણીવાર રોજિંદા જીવનમાં આપણને કેહતા ખુબ આનંદ થતો હોય કે અમારા આ સગા-સ્નેહી વિદેશ માં કમ્પ્યુટર ક્ષેત્રે ખુબ સારી નોકરી કરે છે ને લાખ ડોલર નો પગાર પણ ધરાવે છે.

પરંતુ કદાચ આપડે નહીં જાણતા હોઈએ કે ધણી બધી ઉચ્ચ પગાર આપતી નોકરી ના માલિક કે મેનેજર જે પોતાની નીચે ઘણા બધા કર્મચારીઓ રાખી કામ કરાવે છે એ પોતે ખુબ સારું ભણેલા હોય એવું જરૂરી નથી હોતું.ઘણીવાર બી.કોમ કરેલ વ્યક્તિ પોતાની બુદ્ધિ શક્તિ ને આવડત ને કારણે પોતાનાથી સારું ભણેલા અને ઉચ્ચ ડિગ્રી ધારક ને પણ કામે રાખતા હોય છે.

આવા સમયે જયારે બારીકાઇ થી નિરીક્ષણ પૂર્વક જોવામાં આવે તો જે વ્યક્તિમાં ખરેખર સ્કિલ રહેલી છે તે કોઈપણ કાર્ય આરામથી અને સરળતા થી પાર પડી શકે છે અને આવી સ્કીલયુક્ત વ્યક્તિ જ ખુબ ઉંચા પદને વહેલી તક્ર ઝડપી શકે અથવા તો પોતાનામાં રહેલ સ્કીલ ને કારણે પોતેજ ઘણા બધા વ્યક્તિને સાથે રાખી કામ કરવા અને કરાવવામાં વધુ સક્ષમતા મેળવી શકે છે.

પોતાના કાર્યને અનુરૂપ માણસોને ઓળખવા અને ત્યારબાદ તેની પાસેથી કઈ રીતે કાર્ય કરાવવું વ્યક્તિઓ સાથે સબંધો જાળવવા, કઈ વ્યક્તિને ક્યાં કામમાં જોડવી આ તમામ ગુણો એક સ્કીલ થી ભરેલ માણસમાં સારી રીતે જોઈ શકાય છે, આ મુદ્દા પર સ્કીલ થી ભરેલ એક વ્યક્તિ નો આ પ્રસંગ યાદ કરી શકાય.

અમેરિકા ના એક ખુબ મોટા ઉદ્યોગપતિ પોતાની અંતિમ અવસ્થામાં પથારીવશ થયેલા હતા અને તેમના જીવનના અંતિમ દિવસો ચાલી રહ્યા હતા એટલે એમને ત્યાં એવો રિવાજ હોય છે અવસાન બાદ એમના કોફીન પર કોઈ લખાણ લખવામાં આવતું હોય છે રિવાજ મુજબ આ ઉધોગપતિ ને પણ પૂછવામાં આવ્યું કે તમારા અવસાન બાદ તમારા કોફીન પર અમે શું લખાણ લખીએ,

તેમને ખુબ સરસ ઉત્તર આપ્યો કે મારા કોફીન પર લખજો કે ” અહીંયા એક એવો વ્યક્તિ સૂતો છે જેણે પોતાના જીવનકાળ દરમિયાન પોતા કરતા વધારે બુદ્ધિશાળી લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને પગાર આપ્યો આવું લખજો ” અને ખરેખર આ લખાણ લખેલું પણ છે એટલે આ કાર્ય થવા પાછળ નું કોઈ મુખ્ય કારણ હોય તો એ છે તમારા રહેલી સોફ્ટસ્કીલ.

મુખ્યત્વે વ્યવહારિક તથા આર્થિક જગતમાં અન્ય વ્યક્તિની સરખામણી એ આપણે અલગ કરવા માટે તેમના કરતા વિશેષ પ્રદર્શિત કરવા માટે ઉપયોગી થાય છે તમારા રહેલી પર્સનાલિટી તમારો એટિટ્યૂડ અને મુખ્યત્વે તમારો દરેક પ્રત્યે નો સારો સ્વભાવ આ ત્રણ વસ્તુ જ તમારી સમકક્ષ અને સરખું અભ્યાસ મેળવેલ વ્યક્તિઓ થી તમને જુદી પાડતી હોય છે.

સોફ્ટસ્કીલ સાથે મેળવેલ શિક્ષણ અને તમે તમારી સાથે કામ કરવી વ્યક્તિઓ સાથેનો તમારો સ્વભાવ તમને ખુબ સારી રીતે જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થઈ શકે છે બાકી તો આપડા માં રહેલી કાર્ય પ્રત્યેની રુચિ અને અંદર રહેલી વિશેષ આવડત જ વ્યક્તિને અભ્યાસ કરેલ વ્યક્તિને સરખામણી માં પણ ખુબ સારી સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

તમારી સાથે રોજ રહેલી વ્યક્તિઓ સાથે નો તમારો સ્વભાવ તમે કેટલી સહન કરી શકો ચો તમે કેટલું સ્વીકારી શકો છો આ ઉત્તમ ગુણો જ તમને તમારાથી વધુ અભ્યાસ કરેલ વ્યક્તિની સરખામણી માં ઉત્તમ અને ઉચ્ચ સ્થાન સુધી પોંહચાડવામાં મદદ કરી શકે છે, સ્કીલયુક્ત રહેલી કાર્યશક્તિ અને મેહનત અને કાર્ય પ્રત્યે ની નિષ્ટા કોઈપણ સ્થાનેથી અલગ તારવી જ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *