નવેમ્બરમાં 5 ગ્રહોની બદલાશે ચાલ, જેનાથી આ રાશિઓને મોટા લાભ

Posted by

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે, લગભગ દરરોજ ખરીદારીના મુહૂર્ત રહેશે અને મંગળની ચાલ પણ બદલાશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે નવેમ્બરના બીજા સપ્તાહમાં 6 દિવસ વ્રત અને તહેવાર રહેશે. આ સપ્તાહમાં 11 થી 15 નવેમ્બર સુધી રમા એકાદશી, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી પર્વ ઊજવાશે. ત્યાં જ, સપ્તાહના છેલ્લાં દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવશે. આ સપ્તાહ હિંદુઓના સૌથી મોટા તહેવાર ઊજવવામાં આવશે. તેની સાથે જ દિવાળી પહેલાં કરવામાં આવતી ખરીદારી માટે 13 તારીખને છોડીને દરરોજ શુભ મુહૂર્ત રહેશે. ત્યાં જ, દિવાળીએ બાળ દિવસ અને પંડિત જવાહર લાલ નહેરૂ જયંતી પણ રહેશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે કેમ કે, આ સપ્તાહ દિવાળીના દિવસે જ મંગળ ગ્રહ મીન રાશિમાં માર્ગી થઇ જશે. આ ગ્રહની ચાલમાં ફેરફાર થવો અનેક લોકો માટે શુભ રહેશે.

9 થી 15 નવેમ્બર સુધીનું પંચાંગઃ-

9 નવેમ્બર, સોમવાર- આસો વદ પક્ષ, નોમ

10 નવેમ્બર, મંગળવાર- આસો વદ પક્ષ, દશમ

11 નવેમ્બર, બુધવાર- આસો વદ પક્ષ, રમા એકાદશી વ્રત

12 નવેમ્બર, ગુરુવાર- આસો વદ પક્ષ, વાઘ બારસ

13 નવેમ્બર, શુક્રવાર- આસો વદ પક્ષ, ધન તેરસ

14 નવેમ્બર, શનિવાર- આસો વદ પક્ષ, કાળી ચૌદશ અને દિવાળી

15 નવેમ્બર, રવિવાર- આસો વદ પક્ષ, ગોવર્ધન પૂજા અને અમાસ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

9 નવેમ્બર, સોમવાર- સોમવાર અને મઘા નક્ષત્રનો શુભ સંયોગ

10 નવેમ્બર, મંગળવાર- એન્દ્ર યોગ સાથે જ મંગળવાર અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો સંયોગ

11 નવેમ્બર, બુધવાર- વર્ધમાન અને મહાલક્ષ્મી યોગનો શુભ સંયોગ

12 નવેમ્બર, ગુરુવાર- પ્રદોષ અને હસ્ત નક્ષત્રનો શુભ સંયોગ

14 નવેમ્બર, શનિવાર- દિવાળી મહાપર્વ, સર્વાર્થસિદ્ધિ યોગ સૂર્યોદયથી રાતે લગભગ 8 વાગ્યા સુધી રહેશે. મીન રાશિમાં મંગળ માર્ગી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *