માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની નિયમિત પૂજા અને સારસંભાળ રાખવામાં આવે છે ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ, શાંતિ અને ખુશાલી બની રહે છે. તુલસી (Tulsi)ની જેમ જ તેના પાણીના પણ અનેક ફાયદા છે. તુલસીના પાન નાખીને બનાવવામાં આવેલું પાણી પણ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તુલસીના પાનનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં શુખ-શાંતિનું આગમન થાય છે. આવો જાણીએ તુલસીના પાનના ખાસ ઉપાયો વિશે.
તુલસીના પાનથી કૃષ્ણને કરાવો સ્નાન
ભગવાન શ્રીકૃષ્ણને તુલસી અતિપ્રિય છે. કાન્હા જીને તુલસીના પાનથી સ્નાન કરાવવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને શ્રદ્ધાળુઓ પર પોતાની કૃપા વરસાવે છે. જો તમે પણ ભગવાન કૃષ્ણની કૃપા મેળવવા માંગો છો તો સ્નાન કરાવવાનું ન ભૂલો.
ઘરે તુલસી જળનો કરો છંટકાવ
તુલસીના પત્તા તોડીને આખી રાત પાણીમાં પલાળો. ત્યાર બાદ સવાર સાંજ તેને પૂજા બાદ તેનું આખા ઘરમાં છંટકાવ કરો. ઘરના દરેક ખૂણામાં તેનો છંટકાવ કરો તેનાથી ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ થાય છે.
અસાધ્ય બીમારીથી મળશે મુક્તિ
જો પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તેના પર તુલસીના પાણીનો છંટકાવ કરો. આ છંટકાવ લગભગ એક અઠવાડિયા સુધી સવાર સાંજ પૂજા બાદ કરવો જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી શરીરમાં રહેલી અસાધ્ય બીમારીઓ પોતાની અસર ખોવા લાગે છે અને વ્યક્તિ ધીરે ધીરે સ્વસ્થ્ય થઈ જાય છે.
નોકરી બિઝનેસમાં તરક્કી
જો ખૂબ મહેનત કર્યા બાદ પણ નોકરી-બિઝનેસમાં સફળતા નથી મળી રહી તો તુલસીના પત્તાને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળીને રાખો. ત્યાર બાદ તે પાણીનો છંટકાવ તમારા ઓફિસ, દુકાન અથવા કારખાના પર સવાર સાંજ પૂજા બાદ કરો. તેનાથી વ્યાપારમાં સફળતાના દરેક રસ્તા ખુલી જશે.