નિયમિત શરીર સંબંધ બાંધવા થી પુરુષોને થાય છે આ લાભ, જાણો તમે પણ..

Posted by

સેક્સ માત્ર સંબંધ માટે જ નહીં પણ સ્વાસ્થય માટે પણ જરૂરી છે. તમને જાણીને નવાઇ લાગશે કે, સેક્સ માણવાથી પુરુષોના સ્વાસ્થયને લગતા અનેક ઘણા ફાયદાઓ થાય છે. એક રિસર્ચમાં જાણવા મળ્યુ હતુ કે, જે પુરૂષ મહિનામાં 21 વાર સેક્સ માણે છે તેમને પ્રોસ્ટેટ કેન્સરનું રિસ્ક ઘણુ ઓછુ થઈ જાય છે. તો જાણી લો તમે પણ સેક્સની મજા માણવાથી પુરુષોના સ્વાસ્થયને થતા લાભ વિશે…

જો પુરુષો અઠવાડિયામાં ત્રણ વાર સેક્સની મજા માણે છે તો તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ સારુ થાય છે અને શરીર લાંબા સમય સુધી ફીટ રહે છે.

સેક્સ માણવાથી પુરુષોના મોં પર કરચલીઓ નથી પડતી અને લાંબા ગાળે યુવાન પણ દેખાવો છો.

સેકસની પ્રક્રિયા સમયે તણાવના હોર્મોન ઓછા થાય છે.

વાત જ્યારે કેલરી બર્ન કરવાની આવે ત્યારે સેક્સ પણ એક સારો વ્યાયમ છે. ઘણા સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, જો પુરુષો અઠવાડિયામાં બે વાર સેક્સ માણે તો તેમનું વજન લોન્ગ ટાઇમે 3-4 કિલો જેટલુ ઘટે છે.

સેક્સની પ્રક્રિયા સમયે શરીરમાં ઓક્સીટોસિન અને ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન બને છે. જે સ્ટ્રેસ લેવલને ઓછુ કરે છે.

અઠવાડિયામાં 2 વાર સેક્સ માણવાથી માંસપેશિયો મજબૂત બને છે.

જો તમે માત્ર અઠવાડિયામાં એક વાર સેક્સ માણો છો તમારા શરીરમાં નબળાઇ આવે છે.

સેક્સ માણ્યા પછી પુરુષોને ઊંઘ સારી આવે છે.

યૌન વિષયક મુશ્કેલીઓથી પીડાતી મહિલાને પતિના માનસિક સધિયારાની સૌથી વધુ જરૂર હોય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ સ્થૂળતા ઘટાડવા રતિક્રીડા કરવી જોઈએ. જે પરિણીત યુગલોના શરીર પર ચરબીના થર જામવા લાગ્યા હોય તે જિમમાં જઈને કસરત કરવાને બદલે આખું વર્ષ, અઠવાડિયામાં એક વખત સમાગમ કરે તો તેમનું વજન ઘટી શકે છે. પરંતુ મહાનગરની દોડધામભરી જીવનશૈલીમાં જાતીય સમાગમનું સ્થાન સૌથી છેલ્લું થઈ ગયું ફાસ્ટ લાઈફ સ્ટાઈલ ઉપરાંત બીજા પણ ઘણાં શારીરિક અને માનસિક કારણો હોય છે, જેને લીધે સ્ત્રી અથવા પુરુષને સેક્સનો આનંદ માણવાની ઈચ્છા નથી થતી. વિડંબણા એ છે કે જો પુરૂષને આ સમસ્યા સતાવતી હોય તો તેને અત્યંત ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે, પણ જો સ્ત્રીઓને સમાગમ માણવાની ઈચ્છા ન થાય તો તેના કારણો જાણવા-સમજવાને બદલે તેને પતિના મહેણાં -ટોણાં સાંભળવા પડે છે.

નિષ્ણાતોના મત મુજબ સ્ત્રીઓ અથવા પુરૂષોમાં જાતીય સમાગમ પ્રત્યેની અનિચ્છાનું કારણ શારીરિક અથવા માનસિક પણ હોઈ શકે. શારીરિક કારણોમાં ડાયાબિટીસ, હૃદયરોગ, હોર્મોન અસંતુલન, મેનોપોઝ, વિવિધ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન જેવા ઘણાં કારણો હોઈ શકે. જ્યારે માનસિક કારણોમાં હતાશા-નિરાશા ઉપરાંત ડોક્ટરની સલાહ વિના લેવામાં આવતી ડિપ્રેશનની દવાઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત સેક્સ પ્રત્યેનો ભય, પોતાના સૌંદર્ય પ્રત્યે સેવાતી લઘુતાગ્રંથિ અને પતિ-પત્નીના સંબંધોમાં રહેલો અસંતોષ પણ સેક્સની અનિચ્છા તરફ દોરી જાય છે. ડોક્ટરોના મત મુજબ સ્ત્રીઓમાં આનું મુખ્ય કારણ શારીરિક કરતાં માનસિક વધુ હોય છે.

આપણા સમાજમાં આજે પણ છોકરીઓને તેમની ઈચ્ચા વિરુધ્ધ, માતા-પિતા દ્વારા પસંદ કરાયેલા યુવક સાથે લગ્ન કરવા પડે છે. આ રીતે બળજબરીપૂર્વક બંધાયેલા સંબંધમાં યુવતી, પતિ પ્રત્યે જાતીય ખેંચાણ નથી અનુભવતી અને પતિ તેમ જ પરિવારના ભયને લીધે, પતિને જાતીય સમાગમ કરતાં અટકાવી પણ નથી શકતી આવી પરિસ્થિતિમાં પતિ જ્યારે પત્ની સાથે સંભોગ કરવાનો પ્રયત્ન કરે ત્યારે પત્ની તેના જનનાંગના સ્નાયુઓને સંકોરી નાખે છે.

તબીબી ભાષામાં આ સ્થિતિને ‘વેજીનિસમસ’ કહેવામાં આવે છે. યોનિ માર્ગના સ્નાયુઓ સંકોચાઈ જવાથી પૂર્ણ સમાગમ શક્ય નથી બનતું. આ રીતે યુવતીની માનસિક સ્થિતિની સીધી અસર તેના શરીર પડે છે. તેથી જ નિષ્ણાતો કહે છે કે કામેચ્છા શારીરિક નહીં, પણ માનસિક પ્રક્રિયા છે. આ વાત પુરુષોને પણ એટલી જ લાગુ પડે છે. પ્રત્યક્ષ જીવનમાં બનતા બનાવો ભલે સમાજથી છૂપા રહે. પરંતુ ફિલ્મોમાં આપણે ઘણીવાર જોયું છે કે કોઈ પુરુષ પાત્રને બળજબરીપૂર્વક, તેની ન ગમતી સ્ત્રી સાથે પરણાવી દેવામાં આવે ત્યારે તે પોતાની પરણેતર સાથે તાદાત્મય નથી સાધી શકતો.

મહિલાઓ ચાળીસી વટાવે પછી તેમને મેનોપોઝ કાળ શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન સ્ત્રીના શરીરમાં રહેલા એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન નામા હોર્મોનમાં મોટી માત્રામાં ઘટાડો થાય છે. આ ઉપરાંત વધતી વયે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કોઈક કિસ્સામાં હૃદયરોગ જેવી બીમારીને લીધે પણ સેક્સ માણવાની ઈચ્છા મંદ પડી જાય છે. આવી સ્થિતિમાં સ્ત્રીના યોનિ પ્રદેશમાં ઉત્પન્ન થતો ચીકણો પદાર્થ પણ પુરતા પ્રમાણમાં પેદા નથી થતો, જેને લીધે સંભોગ કરવાનું મુશ્કેલ બની જાય છે. જે રીતે ઉત્તેજનાની ક્ષણોમાં પુરૂષના ગુપ્તાંગમાં લોહીનો ભરાવો થવાથી લિંગ ઉત્થાન થાય છે, તેવી જ રીતે કામેચ્છાથી ઉત્તેજિત થયેલી સ્ત્રીનું યોનિમાર્ગનું મુખ પહોળું થઈ જાય છે. તેની બંને બાજુ આવેલા કિલટોરિસમાં પણ ઉત્થાન અનુભવાય છે.

આ પ્રક્રિયા કામેચ્છાને લીધે યોનિમાર્ગમાં વધી ગયેલા રક્ત પ્રવાહને લીધે થાય છે. યોનિ પ્રદેશમાં જ્યારે લોહી ઝડપથી વહે છે ત્યારે તેમાં ચોક્કસ પ્રકારનો ચીકણો પદાર્થ ઉત્પન્ન થાય છે, જે સંભોગને પીડારહિત બનાવે છે. મેનોપોઝ કાળ દરમિયાન આ ચીકણા પદાર્થમાં ઘટાડો થાય છે, જે રતિક્રિડાની અનિચ્છા તરફ દોરી જાય છે. તેથી જ ઘણા પુરુષો ચાળીસી વટાવી ગયેલી પોતાની પત્નીને કહે છે કે તું ‘ઠંડી’ પડી ગઈ છે. હકીકતમાં પુરૂષોએ આ સમય દરમિયાન તેમની પત્ની જે શારીરિક અને માનસિક ફરફારોનો સામનો કરી રહી હોય છે, તેમાં તેમને સધિયારો આપવાનું કામ કરવાનું હોય છે.

એમ કહેવાય છે કે સંભોગની ચરમસીમાએ પહોંચેલા પુરૂષને જાતીય સુખની પરિતૃપ્તિ આપોઆપ થઈ જાય છે. પરંતુ યૌન સંબંધીત સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલી સ્ત્રીઓ આ તૃપ્તિના આનંદથી વંચિત રહી જાય છે. પરંતુ જો તેમનો જીવનસાથી તેમની મુશ્કેલીથી વાકેફ હોય તો તે ફોરપ્લે દ્વારા પત્નીને જાતીય સુખથી પરિતૃપ્ત કરી શકે છે. યૌન સંબંધી સમસ્યાને લીધે યુવતીઓને વાંઝિયા મહેણું પણ સહેવું પડે છે. સ્ત્રી જ્યારે સંભોગ માટે માનસિક રીતે સજ્જ ન હોય ત્યારે તે પોેતાના જનનાંગના સ્નાયુઓને સંકોરી નાખે છે. આવી સ્થિતિમાં પતિ-પત્નીની શારિરીક સ્થિતિ સંપૂર્ણ સામાન્ય હોવા છતાં, પૂર્ણ સંભોગ ન થવાથી સંતાનોત્પતિમાં મુશ્કેલી ઉભી થાય છે.

મનોવૈજ્ઞાાનિકોના મત મુજબ આપણા સમાજમાં સેક્સને આજે પણ સૂગથી જોવામાં આવે છે. જાતીય આનંદ વિશે વિના સંકોચ વાત કરવા જેટલા મુક્ત આપણે આજે પણ નથી બન્યા. એટલે સુધી કે પત્ની પોતાના પતિ સાથે પણ આ વિષયમાં વાત કરતાં સંકોચ અનુભવે છે. મેનોપોઝ શરૂ થાય ત્યાં સુધી સંતાનો પણ મોટા થઈ ગયા હોય છે. લગ્નના વર્ષો પછી પતિ અને સંતાનોની દેખભાળમાં ડૂબી ગયેલી સ્ત્રી માટે સેક્સ વિશે વિચારવાનો સમય નથી રહેતો. અસંખ્ય સ્ત્રીઓને તો જાતીય સુખની ચરમસીમા કોેને કહેવાય તેની જાણ સુધ્ધાં નથી હોતી. તેઓ ‘કામ’ પણ કામ સમજીને કરે છે.

સ્ત્રીઓ માટે શારીરિક સંબંધ હૃદયની ભાવના સાથે જોડાયેલો મુદ્દો છે, જ્યારે પુરૂષો માટે તેમની શારીરિક જરૂરિયાત માત્ર છે. તેઓ એમ માને છે કે તેમની આ જરૂરિયાત પૂરી કરવાની તેમની પત્નીની ‘પવિત્ર’ ફરજ છે, કારણ કે તેઓ અગ્નિની સાક્ષીએ તેને પરણીને ઘરમાં લાવ્યા છે. જ્યારે અસંખ્ય ભારતીય સ્ત્રીઓ તેને માત્ર એક કામ સમજીને કરે છે, જેથી તેમના પતિને એમ ન લાગે કે પત્ની દ્વારા તેમની ઉપેક્ષા થઈ રહી છે. મનોવૈજ્ઞાાનિકો વધુમાં જણાવે છે કે મહિલાઓમાં સેક્સ પ્રત્યેની રૂચિનો અભાવ, લ્યુબ્રીકેશન અથવા પરિતૃપ્તિની કમી જેવી સમસ્યાઓ તેમની સંવેદના સાથે જોડાયેલી છે. કોઈપણ સ્ત્રી તેના સેક્સ જીવનનો ભરપૂર આનંદ ત્યારે જ માણી શકે જ્યારે તેને સેક્સ વિશેનું સંપૂર્ણ જ્ઞાાન હોય અને તે સેક્સને એક શારીરિક આવશ્યક્તા માનીને ચાલે. અલબત્ત તેના પતિનો માનસિક સહકાર સંતોષી સેક્સ જીવનની પ્રથમ શરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *