ગોલ્ડ જીતવાના 3 કલાકની અંદર નીરજને 13.75 કરોડ કેશ આપવાની જાહેરાત, હરિયાણા સરકાર 6 કરોડ રૂપિયા અને ક્લાસ-વન જોબ આપશે

ગોલ્ડ જીતવાના 3 કલાકની અંદર નીરજને 13.75 કરોડ કેશ આપવાની જાહેરાત, હરિયાણા સરકાર 6 કરોડ રૂપિયા અને ક્લાસ-વન જોબ આપશે

જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઓલિમ્પિક અથલેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે શનિવારે રમાયેલી ફાઈનલમાં 87.58 મીટરની બેસ્ટ થ્રોની સાથે જેવલિન થ્રોનો ગોલ્ડ મેડલ પતાના નામે કર્યો છે.

નીરજની જીતના પગલે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઐતિહાસિક જીતના અભિનંદન આપ્યા. વડાપ્રધાને તેમની સાથે ફોન પર વાતચીત પણ કરી. ગૃહમંત્રી અમિત શાહ, સેના પ્રમુખ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ તેમને અભિનંદન આપ્યા છે.

નીરજની આ ઐતિહાસિક ઉપલબ્ધિ પછી તેમની પર ઈનામોનો વરસાદ શરૂ થઈ ગયો છે. જીતના ત્રણ કલાકમાં જ નીરજને 13.75 કરોડ રૂપિયા કેશ પ્રાઈઝ આપવાની જાહેરાત કરવામાં આવી. તેમાં રાજ્ય સરકારોથી લઈને રેલવે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI) અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને પોતાના તરફથી નીરજને કેશ રિવોર્ડ આપવાની જાહેરાત કરી છે.

હરિયાણા સરકાર ક્લાસ-વન જોબ અને જમીન આપશે

હરિયાણાના નીરજને રાજ્યના મુખ્યમંત્રીએ 6 કરોડ રૂપિયા કેશ અને ક્લાસ-વન જોબ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે તેની જાહેરાત કરતા કહ્યું કે અમે પંચકૂલામાં એથલેટ્સ માટે સેન્ટર ઓફ એક્સલન્સ બનાવીશું. નીરજ ઈચ્છે તો અમે તેમને ત્યાંના પ્રમુખ બનાવીશું. નીરજને 50 ટકા ડિસ્કાઉન્ટની સાથે હરિયાણા સરકાર પ્લોટ પણ આપશે.

BCCI નીરજને 1 કરોડ રૂપિયા આપશે, બાકીના મેડલિસ્ટને પણ પ્રાઈઝ મની

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે(BCCI) પણ ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. BCCIએ સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનૂ અને રવિ કુમાર દહિયાને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલિસ્ટ પીવી સિંધુ, લવલીના બોરગોહેન અને બજરંગ પુનિયાને 25-25 લાખ રૂપિયા કેશ આપવાની જાહેરાત કરી છે. ક્રિકેટ બોર્ડ તેની સાથે જ હોકી પુરુષ ટીમને પણ 1.25 લાખ કરોડ રૂપિયા આપશે.

પંજાબ સરકાર 2 કરોડ, મણિપુર સરકાર 1 કરોડ રૂપિયા આપશે

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ભારતીય સેનામાં કાર્યરત નીરજ ચોપરાને 2 કરોડ રૂપિયા કેશ ઈનામ આપવાની જાહેરાત કરી છે. કેપ્ટને કહ્યું કે એક સૈનિક તરીકે નીરજે દેશને ગૈરવ અપાવ્યું છે. તેમની આ ઉપલબ્ધી ઐતિહાસિક છે. તેની સાથે જ મણિપુર સરકારે પણ નીરજને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે.

બજરંગ પૂનિયા પર પણ ઈનામોનો વરસાદ

ફ્રી સ્ટાઈલ બોક્સિંગમાં બજરંગ પૂનિયાએ શનિવારે બ્રોન્ઝ મેડલ જીત્યો. હરિયાણાના બજરંગને રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે 2.5 કરોડ રૂપિયા કેશની સાથે એક સરકારી નોકરી અને 50 ટકા ડિસ્કાઉન્ટ પર જમીન આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તેમને રેલવે 1 કરોડ રૂપિયા, BCCI અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન 25-25 લાખ રૂપિયા આપશે.

મેડલિસ્ટ, કોચ અને ખેલાડીઓને રેલવે આપશે કેશ પ્રાઈઝ

રેલવેએ પણ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ અને તેમના કોચને કેશ અવોર્ડ આપવાની જાહેરાત કરી છે. રેલવેએ ગોલ્ડ જીતનારા ખેલાડીઓને 3 કરોડ રૂપિયા અને તેમના કોચને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

સિલ્વર જીતનાર ખેલાડીને 2 કરોડ અને કોચને 20 લાખ આપવામાં આવશે. બ્રોન્ઝ જીતનાર ખેલાડીઓને 1 કરોડ રૂપિયા અને કોચને 15 લાખનું ઈનામ આપવામાં આવશે. આ સિવાય ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને 7.5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી પણ ખેલાડીઓને કેશ એવોર્ડ આપે છે.

ભારતીય ઓલિમ્પિક સંઘ પણ આપશે કેશ પ્રાઈઝ

ભારતીય ઓલિમ્પિક સંઘે મેડલ વિજેતાઓ માટે કેશ પ્રાઈઝની જાહેરાત પહેલેથી કરી રાખી છે. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન(IOA)એ ગોલ્ડ જીતવા પર 75 લાખ રૂપિયા, સિલ્વર જીતવા પર 40 લાખ અને બ્રોન્જ જીતવા પર 25 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદી 15 ઓગસ્ટે મેડલ વિનરને મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે જ્યારે તેમનું સતત 8મું ભાષણ આપશે ત્યારે ભારતીય ઓલિમ્પિક દળ પણ વિશેષ અતિથિ તરીકે હાજર હશે. વડાપ્રધાન મોદી તેમના નિવાસ સ્થાને પણ તેમને આમંત્રિત કરીને તેમની સાથે વાતચીત કરશે. ટોક્યો ઓલિમ્પિકમાં 120થી વધુ ખેલાડીઓ સહિત 228 લોકોનું દળ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published.