નવરાત્રીની વચ્ચે માસિક ધર્મ આવે તો કેવી રીતે પુજાપાઠ કરવા, જાણી લો યોગ્ય નિયમ અને વિધિ

Posted by

વરાત્રિનાં નવ દિવસને ખૂબ જ પાવન માનવામાં આવે છે. આ દિવસોમાં ભક્તજનો શ્રદ્ધા ભાવથી માતાજી માટે નવ દિવસના ઉપવાસ રાખે છે. ખાસ કરીને મહિલાઓ માતાજીની આરાધના ખૂબ જ શ્રદ્ધા ભાવથી કરે છે અને ઘરમાં કળશ અને દીવાની સ્થાપના કરે છે. નવ દિવસ સુધી દુર્ગા સપ્તશતીના પાઠ થાય છે અને માતાજીની સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. નવરાત્રી સાધના જાપ અને ધ્યાનનો આ તહેવાર છે. આ નવ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આધ્યાત્મિકતાની દ્રષ્ટિથી આ પર્વ વધારે મહત્વ ધરાવે છે. કારણ કે આ નવ દિવસોમાં બધા પ્રકારની તામસિક ચીજોથી દૂર રહેવામાં આવે છે અને નિરંતર ધ્યાન કરવામાં આવે છે.

પરંતુ આ દિવસોમાં મહિલાઓ માટે સૌથી મોટી ચિંતા નો વિષય તે હોય છે કે નવરાત્રી વ્રત અને પૂજા દરમિયાન જો પિરિયડ શરૂ થઈ જાય તો શું કરવું જોઈએ. તેવામાં તમારે અમુક સાવધાની રાખવી જોઈએ, જેનાથી પૂજા પાઠમાં પવિત્રતા જળવાઈ રહે. તો ચાલો તેના વિશે આજે વિગતવાર જણાવીશું.

મહિલાઓ પડી જાય છે દુવિધામાં

નવરાત્રિના નવ દિવસ સૌથી શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે અને શક્તિ સ્વરૂપા માતાજીની આરાધના ને કારણે આપ પર્વ મહિલાઓ માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. મહિલાઓની સાથે સૌથી વધારે સંભાવના એવી હોય છે કે નવરાત્રિની વચ્ચે તેમના માસિક ધર્મ આવી જવું. તેવામાં મહિલાઓ દુવિધામાં પડી જાય છે કે તેમણે પૂજા કરવી જોઈએ કે નહીં? નવરાત્રિના પર્વમાં મોટાભાગના ઘરમાં કળશ સ્થાપના કરવામાં આવે છે અને માતા દુર્ગાની આરાધના કરવામાં આવે છે. આ વ્રતને મોટાભાગે મહિલાઓ જ કરે છે.

મહિલાઓ માટે માસિક ધર્મ પ્રાકૃતિક રૂપથી થતી ઘટના છે, જે દરેક ૨૨ થી ૨૮ દિવસમાં રિપીટ થાય છે. જો તમને પહેલાથી જ આશંકા હોય કે નવરાત્રિની વચ્ચે આ સમસ્યા આવી શકે છે, તો તમારે વ્રત રાખવાની શરૂઆત કરવી જોઈએ નહીં. આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો પહેલા અથવા તો અંતમાં વ્રત કરી શકો છો. માસિક ધર્મમાં મહિલાઓને ચક્કર આવવા, ભૂખ ન લાગવી અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. તેવામાં તમારે વ્રત રાખવું જોઈએ નહીં, પરંતુ જે મહિલાઓને આવી સમસ્યા નથી થતી તેઓ વ્રત રાખી શકે છે. આ દરમિયાન તમારે માતાજીની પ્રતિમાને સ્પર્શ કરવો જોઈએ નહીં અને તેમની કોઈ પણ પૂજા સામગ્રીને સ્પર્શ કરવો જોઈએ નહીં. તમે સાચા શ્રદ્ધા ભાવથી વ્રત કરી શકો છો અને ફળ આહાર પણ કરી શકો છો. ભગવાન માટે ભક્તોના મનમાં સાચો ભાવ હોવો જરૂરી છે, શારીરિક શુદ્ધિ ત્યારબાદ આવે છે.

વ્રતની સાથે કરી શકો છો પાઠ

જે મહિલાઓને માસિક ધર્મની સમસ્યા આવે છે, તેઓ વ્રત કરવાની સાથો સાથ દુર્ગા સપ્તશતીના પાઠ પણ મનમાં કરી શકે છે. જો તમને આ પાઠ યાદ નથી તો તમે પોતાના મોબાઈલમાં ઇન્ટરનેટના માધ્યમથી આ પાઠ જોઈને કરી શકો છો. કોઈ એકાંત જગ્યા પર બેસીને તમે ઈચ્છો તો આ પાઠ કરી શકો છો. ધ્યાન રાખો કે આ પાઠ તમારે સ્નાન કર્યા બાદ ચોખ્ખા વસ્ત્ર ધારણ કરીને કરવા જોઈએ.

આ પ્રકારથી કરો વ્રત

જો નવરાત્રી પહેલા જ તમને માસિક ધર્મની શરૂઆત થઈ ચૂકી છે તો તમારે વ્રત કરવું જોઈએ નહીં. તેમ છતાં પણ જો તમે વ્રત કરવાનો સંકલ્પ લઈ ચૂક્યા છો તો પૂજા જાતે કરવી જોઈએ નહીં, તેના બદલે ઘરના કોઈ અન્ય વ્યક્તિ પાસે પૂજા કરાવી શકો છો. દુર્ગા સપ્તશતીના પાઠ કરવા અને સાંભળવાથી તમને વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

માનસિક જાપ અને માનસિક ધ્યાન જરૂરી

જે મહિલાઓને નવરાત્રિની વચ્ચે માસિક ધર્મ આવે તેમણે નિરાશ થવાની જરૂરિયાત નથી. આ દરમિયાન તેમના માટે જરૂરી છે કે તેઓ માં દુર્ગા નાં માનસિક જાપ અને માનસિક રૂપથી ધ્યાન કરે. આવું કરવાથી પૂજા નું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને માં ભગવતી તમારી બધી મનોકામના પૂર્ણ કરશે.

છેલ્લા વ્રત સુધી માસિક ધર્મ આવે તો

જો તમે પહેલા વ્રત કરી લીધું છે અને તમને છેલ્લા વ્રત સુધી માસિક ધર્મની ફરિયાદ રહે છે તો પણ તમારે છેલ્લું વ્રત કરવું જોઈએ અને અમુક નિયમોનું પાલન જરૂરથી કરવું જોઈએ. નવરાત્રીમાં જે સમયે તમારું માસિક ધર્મ ખતમ થાય તે સમયે સ્નાન કરીને ચોખ્ખા વસ્ત્ર ધારણ કરીને માં ભગવતી નું પૂજન કરો.

કળશથી અંતર જાળવી રાખો

જો માસિક ધર્મની સંભાવના હોય તો તમારે કળશ સ્થાપિત ન કરવો જોઈએ. કારણ કે કળશ સ્થાપનાનાં પોતાના અલગ નિયમ છે, એટલા માટે કળશ વાળા સ્થાનને ખૂબ જ વધારે પવિત્ર રાખવું પડે છે. જો કળશ સ્થાપિત થઈ ચૂકેલ છે તો કળશથી અંતર જાળવી રાખવું જોઈએ. જો કળશ ને તમે સ્પર્શ કરો છો તો તેની પવિત્રતા ખતમ થઈ શકે છે, જેથી કળશને ખૂબ જ વધારે પવિત્ર સ્થાન ઉપર સ્થાપિત કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *