નવરાત્રીમાં કોઈપણ દિવસે આ ઝાડનું પાન તોડી ઘરે લઈ આવો, ગરીબીનો નાશ થઈ જશે

Posted by

નવરાત્રી પ્રારંભ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. લોકોમાં નવરાત્રીને લઈને અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. બજારમાં પણ નવરાત્રીને લઈને ખુબ જ રોનક જોવા મળી રહી છે. નવરાત્રીમાં માતા દુર્ગાની પુજા કરવામાં આવે છે. નવરાત્રીના દિવસોમાં માતાજીના અલગ અલગ ૯ રૂપની પુજા કરવામાં આવે છે. આ સમયમાં લોકો ઉપવાસ રાખે છે અને પુજા પાઠ કરે છે જેથી તેમના જીવનના તમામ દુઃખ દુર થઈ શકે. સાથોસાથ ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે. કહેવામાં આવે છે કે આ ૯ દિવસમાં માતાજી ધરતી ઉપર પોતાના ભક્તોના દુઃખ દુર કરવા આવે છે, એટલા માટે આ ૯ દિવસ માં માતાજીનાં અનુરૂપ પુજા અર્ચના કરવામાં આવે છે.

ધર્મની સાથો સાથ જ્યોતિષમાં પણ નવરાત્રિને ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવેલ છે. કહેવામાં આવેલ છે કે આ દિવસોમાં કરવામાં આવેલ અમુક ઉપાય જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવરાત્રીના દિવસોમાં જો અમુક ખાસ ચીજો ઘરમાં લાવવામાં આવે તો જીવન ખુશહાલી થી ભરપુર બની જાય છે.

ઘણી માન્યતાઓ અને પરંપરાઓની સાથે નવરાત્રી ખુબ જ પવિત્ર તહેવાર છે. અમુક લોકો નવરાત્રીનાં દિવસોમાં કંઈક નવું કરવામાં વિશ્વાસ રાખે છે, તો અમુક લોકો કંઈક નવી ખરીદી કરતા હોય છે. કારણ કે આ વિશેષ દિવસોને પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે અમુક ચીજો એવી છે જેને તમારે પોતાના ઘરમાં સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ વધારવા માટે લાવવી જોઈએ. આવું કરવાથી ફક્ત મહાલક્ષ્મીની તમારા ઉપર કૃપા નહીં થાય, પરંતુ સાથોસાથ તમારું ઘર સકારાત્મકતાથી ભરપુર થઈ જશે.

વડનું પાન

વડનાં વૃક્ષને ભગવાન શ્રીકૃષ્ણનું વિશ્રામ સ્થળ કહેવામાં આવે છે. પવિત્ર શાસ્ત્રો કહે છે કે વૈદિક ભજન તેના પાન છે. નવરાત્રિના કોઈપણ દિવસે વડનું એક પાન લઇ આવો. ગંગાજળ થી ચોખ્ખું કરીને તેની ઉપર ઘી અને હળદરથી સ્વસ્તિક બનાવો. દરરોજ પુજા સ્થળ પર તેની પુજા કરો. થોડા સમયમાં જ તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.

કેળા

વાસ્તુ અને અમુક પવિત્ર શાસ્ત્રો અનુસાર કેળાનો છોડ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ છોડમાં દેવતાઓનું નિવાસસ્થાન હોય છે. આ છોડને લાવો અને તેને ઉત્તર-પુર્વ દિશામાં લગાવો. દરેક ગુરૂવારના દિવસે પાણીમાં થોડું દુધ ઉમેરીને મંત્ર જાપની સાથે જ છોડ ઉપર અર્પિત કરો. તેનાથી તમારા ઘર પરિવારમાં રહેલી આર્થિક તંગી દુર થશે.

તુલસી

તે એક ધાર્મિક છોડ માનવામાં આવે છે. તેને માતા લક્ષ્મીના અવતારના રૂપમાં પુજવામાં આવે છે. આ છોડ સામાન્ય રીતે મોટાભાગના હિન્દુ પરિવારોના આંગણમાં લગાવવામાં આવેલા હોય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો નવરાત્રી દરમિયાન તમારે તેને પોતાના ઘરમાં જરૂરથી લગાવવો જોઈએ. મોટાભાગના ઘરના પુર્વ અથવા ઉત્તર-પુર્વ દિશામાં તેને લગાવવામાં આવે છે. દરરોજ તેની સામે ઘીનો દીવો પ્રગટાવો અને પુજા કરો. તેનાથી માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિના આશીર્વાદ આપશે.

હરશૃંગાર (રાતનાં સમયે થતી ચમેલી)

તે એક સુગંધિત ફુલ છે, જે સાંજના સમયે ખીલે છે અને સવારના સમયે સમાપ્ત થાય છે. તે સમુદ્રમંથનનાં પરિણામ સ્વરૂપ પ્રગટ થયેલ છે. તેના પાનનો ઉપયોગ આયુર્વેદ અને હોમિયોપેથી ઉપચારમાં કરવામાં આવે છે. આ છોડને નવરાત્રીના સમય દરમિયાન ઘરમાં લાવવાથી સમૃદ્ધિમાં વધારો થાય છે. આ છોડના એક ભાગને લાલ કપડામાં વીંટાળીને પોતાની તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા ઉપર રાખવાથી ધનમાં વધારો થાય છે.

શંખપુષ્પી

તે એક જાદુઈ જડીબુટ્ટી છે, જેનો ઉપયોગ મુળથી લઈને પાન સુધી કરવામાં આવે છે. શંખ અથવા શંખના આકારના ફુલ તેને નામ આપે છે. તેને સંસ્કૃતમાં મંગલ્યાકુશુમ નાં રૂપમાં જાણવામાં આવે છે – સૌભાગ્ય અને સ્વાસ્થ્ય લાવનાર. નવરાત્રીમાં તેના મુળને લઈને આવો. તેને ચાંદીના ડબ્બામાં પોતાની તિજોરીની પાસે રાખો. તેનાથી તમારા ઘરમાં રહેલી ધન સંબંધિત દરેક પ્રકારની સમસ્યા નાશ પામે છે.

ધતુરો

શેતાનનાં તુર્હી રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેની બધી પ્રજાતિઓ ઝેરી હોય છે. તે ભગવાન શિવના અનુષ્ઠાનો અને પ્રાર્થનાઓમાં સામેલ હોય છે. નવરાત્રીમાં શુભ મુહુર્ત પર ધતુરાના મુળને ઘરમાં લઈ આવો. લાલ કપડામાં વીંટાળીને મંત્ર જાપની સાથે તેની પુજા કરો. તેનાથી તમારા ઘર પરિવારમાં રહેલી દરેક પરેશાની દુર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *