ચાંદી નો સામાન
ચાંદીનો કોઈપણ સામાન સંપન્નતાનું પ્રતીક છે. માનવામાં આવે છે કે નવરાત્રીના દિવસોમાં જો કોઈ પણ વ્યક્તિ ચાંદીની ચીજોની ખરીદીને ઘરમાં લાવે છે તો તેનાથી ઘરની આર્થિક સ્થિતિ ખુબ જ મજબુત બને છે, પરંતુ ચાંદીની કોઈ પણ ચીજને લાવ્યા બાદ સૌથી પહેલા માતા ની સામે અર્પિત કરવી જોઈએ. ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
માટી નું મકાન
નવરાત્રીના દિવસોમાં માટીમાંથી બનેલા નાના મકાનને ખરીદીને ઘરમાં લાવવું જોઇએ અથવા તો ઘરમાં બનાવવું જોઈએ. ત્યાર બાદ આ મકાનને માતાજી સમક્ષ રાખી દો. નવ દિવસ સુધી માતાજીની પુજા કરો અને આ મકાન પુજામાં રાખવું. માન્યતા છે કે તેનાથી તમારી પ્રોપટી ખરીદવાના યોગ બને છે અને તમારી પાસે પૈસા ને ક્યારેય પણ તંગી થતી નથી. તે સિવાય પરિવારમાં રહેતા બધા જ સદસ્યો ની વચ્ચે પ્રેમ વધે છે.
સુહાગ નો સામાન
માતાને શૃંગાર કરવો અતિ પ્રિય છે. તેવામાં પરિણીત મહિલાઓએ માતાજીને નવરાત્રીના દિવસોમાં લાલ ચુંદડી ની સાથે સુહાગનો સામાન અર્પિત કરવો જોઈએ. આવું કરવાથી પતિની આયુષ્ય વધે છે. તેના જીવનના તમામ સંકટ દુર થાય છે અને વૈવાહિક જીવન સુખદ બને છે. વળી જો કુંવારી કન્યા આવું કરે છે તો તેમને ખુબ જ જલ્દી ઈચ્છિત પતિ મળે છે.
નાડાછડી
જો તમારા મનમાં કોઈ વિશેષ મનોકામના છે, જેની પુર્તિ તમે માતાજી પાસે કરાવવા માંગો છો, તો નવરાત્રીના દિવસોમાં તમારે નાડાછડી ખરીદીને જરૂરથી લાવવી જોઈએ. નાડાછડી નાં દોરામાં ૯ ગાંઠ લગાવીને માતાજીને સમર્પિત કરી દો. ત્યારબાદ તેમની સમક્ષ પોતાની મનોકામના રાખો. તમને માતાજીના આશીર્વાદ જરૂર મળશે અને તમારી બધી જ મનોકામના ખુબ જ જલ્દી પુર્ણ થશે.
ધ્વજા
નવરાત્રીના દિવસોમાં લાલ રંગની ત્રિકોણ ધ્વજા ખરીદીને લાવો. તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેને માતાજીની સમક્ષ પુજા ઘરમાં ૯ દિવસ સુધી રાખો અને માતાજીનું પુજન કરતા સમયે આ ધ્વજનું પણ પુજન કરો. ત્યારબાદ નવમાં દિવસે આ ધ્વજને માતાજીનાં મંદિરના ગુંબજ ઉપર લગાવો. તેનાથી તમારી તમામ પરેશાનીઓ દુર થઈ જશે. તમારા પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવશે અને તમારી દરેક મનોકામના પુર્ણ થશે.