નવરાત્રી દરમિયાન આ 7 કામ ખુબજ અશુભ માનવામાં આવે છે, ભૂલથી પણ ના કરો આ 7 કામ..નહિ તો….

આ કામ ભૂલથી પણ કરવા નહીં
જો તમે નવરાત્રિમાં કળશ સ્થાપના કરો છો, માતાની ચોકીનું આયોજન કરી રહ્યાં છો અને અખંડ જ્યોત પ્રજ્વલિત કરી રહ્યાં છો તો ઘરને ક્યારેય ખાલી છોડવું નહીં. પૂજા ઘર ગંદુ રાખવું નહીં. આવું કરવાથી માતાજીના આશીર્વાદ મળતા નથી.
નવરાત્રિ દરમિયાન નખ કાપવાની મનાઈ છે. આ સિવાય નવરાત્રિના નવ દિવસ દાઢી-મૂંછ અને વાળ કપાવવા જોઈએ નહીં. જોકે, આ દરમિયાન બાળકોનું મુંડન કરાવવું શુભ માનવામાં આવે છે.
નવરાત્રિમાં ઉપવાસ રાખનાર વ્યક્તિએ ભૂલથી પણ ડુંગળી, લસણ કે નોનવેજનું સેવન કરવું જોઈએ નહીં. નવરાત્રિ દરમિયાન આલ્કોહોલથી પણ દૂર રહેવું. વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિમાં દિવસ દરમિયાન સૂવું નહીં.
નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ રાખનાર લોકોએ કાળા રંગના કપડા પહેરવા નહીં. આ દરમિયાન સાફ સફાઈનું ધ્યાન રાખવું. આ દરમિયાન ઉપવાસ રાખનાર વ્યક્તિએ ગંદા અને મેલા કપડાં પહેરવા નહીં. આ દરમિયાન સીવણ કામ પણ કરવાની મનાઈ છે.
ઉપવાસના 9 દિવસ દરમિયાન ભોજનમાં અનાજ અને મીઠું લેવું નહીં. ભોજનમાં સિંધવ મીઠું, મોરૈયો, ફળ, બટાકા, સાબુદાણા, સામો, મગફળી વગેરેનું સેવન કરવું. નવરાત્રિ દરમિયાન એક જગ્યાએ બેસીને ફળાહાર ગ્રહણ કરવું.
જો નવરાત્રિમાં દુર્ગા ચાલીસા મંત્ર અથવા સપ્તશતીનું જાપ કરી રહ્યાં છો તો એ દરમિયાન વચ્ચે કોઈની સાથે વાત કરવી નહીં. આવું કરવાથી તમારી પૂજાનું ફળ નકારાત્મક શક્તિઓ લઈ જાય છે. ઉપવાસ રાખનાર લોકોએ બેલ્ટ, ચપલ-જૂતા, બેગ જેવી ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં.
ઉપવાસ રાખનારે 9 દિવસ સુધી લીંબુ કાપવું નહીં. ઉપવાસ દરમિયાન ફળ ખાઈ રહ્યાં છો તો એક જ વારમાં તેને ખતમ કરી દો. નવરાત્રિ દરમિયાન ઉપવાસનું ફળ મેળવવા માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.