જો તમે પણ તમારી પાસે પડેલાં રૂપિયાને કોઈ ગેરેંટેડ અને સુરક્ષિત જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માંગતા હોવ તો આ લેખ તમારા માટે છે. સરકારની એવી ઘણી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, જે તમને સારું એવું વળતર અપાવી શકે છે. સરકારી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારાં રૂપિયા સુરક્ષિત રહે છે, કારણ કે તમારા રૂપિયાની જવાબદારી ભારત સરકારની રહે છે. આજે આપણે એક એવી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વીશે તમને જણાવીશું જેમાં તમને લાખો રૂપિયાનું વળતર મળશે. આ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એટલે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ.
શું છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ભારત સરકારની જવાબદારી હેઠળ પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે. અહીં તમારે તમારા રૂપિયા પાંચ વર્ષ માટે રોકવાના હોય છે. પાંચ વર્ષ માટે પોસ્ટ ઓફિસ તમને તમારા રોકેલા રૂપિયા પર સારું એવું વ્યાજ આપશે. આ વ્યાજ જ તમારી વધારાની કમાણી બનશે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં ઇન્વેસ્ટમેન્ટ કરવાના ફાયદા
• નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ઇન્વેસ્ટમેન્ટની સૌથી સુરક્ષિત સ્કીમ છે.
• આ સ્કીમની સૌથી મોટી વિશ્વસનિયતા એ છે કે તેની જવાબદારી ભારત સરકાર પાસે છે.
• આ સ્કીમમાં તમારે પાંચ વર્ષ માટે રૂપિયા રોકવા પડશે. જો તમે ઈચ્છો તો પાંચ વર્ષ પછી ફરી પાછા આ જ સ્કીમમાં રૂપિયા રોકી શકો છો.
• આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયાથી રોકાણ કરી શકો છો. વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી.
• આ સ્કીમમાં તમારા દ્વારા રોકાયેલાં રૂપિયા પર ૭.૭% ના દરે ચક્રવૃધિ વ્યાજ મળશે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું પણ વ્યાજ ઉમેરાતું રહેશે.
• જો તમે આ સ્કીમમાં પાંચ વર્ષ માટે માત્ર ૧,૦૦,૦૦૦ રુપિયા રોકો છો તો તમને પાકતી મુદતે ૧,૪૪,૯૦૩ રૂપિયા પાછા મળશે. એટલે કે ૪૪,૯૦૩ રૂપિયા તમને વ્યાજ મળશે.
• જો તમે આ સ્કીમમાં પાંચ વર્ષ માટે ૧૦,૦૦,૦૦૦ (૧૦ લાખ) રૂપિયા રોકો છો તો તમને પાકતી મુદતે ૧૪,૪૯,૦૩૪ (સાડા ચૌદ લાખ) રૂપિયા મળશે. એટલે કે ૪,૪૯,૦૩૪ (સાડા ચાર) લાખ રૂપિયાનું વ્યાજ મળશે.
• જો તમે આ સ્કીમમાં પાંચ વર્ષ માટે ૧૫,૦૦,૦૦૦ (૧૫ લાખ) રૂપિયાનું રોકાણ કરો છો તો પાકતી મુદતે તમને ૨૧,૭૩,૫૫૧ રૂપિયા મળશે. એટલે કે ૬,૭૩,૫૫૧ રૂપિયાનું વ્યાજ મળશે.
• આ સ્કીમમાં ઇન્કમ ટેક્સની કલમ ૮૦-સી અંતર્ગત ૧.૫ રૂપિયાની વ્યાજની રકમ સૂધી કોઈ જ ટેક્સ નહી લાગે.
કેવી રીતે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં ખાતુ ખોલાવશો
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો પડશે. ત્યાં એક સાદું ફોર્મ ભરીને આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા કેટલાક ઓળખપત્રો આપીને આ સ્કીમમાં રોકાણ કરી શકો છો.