શિયાળો એટલે તંદુરસ્તી વધારવાની ઋતુ. શિયાળામાં એવા અનેક કાર્યો આપણે કરીએ છીએ જેનાથી આપણા સ્વાસ્થ્યમાં સુધારો થાય. ખાસ કરીને શિયાળામાં તેલ માલિસથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. દરેક ઘરમાં નાના બાળકોને માતા તેલ માલિસ કરીને નવડાવતી હોય છે. આજે એક એવી વાત કરવી છે જે અજમાવવાથી નાના જ નહિં પણ મોટેરાઓને પણ લાભ થાય થાય છે. શરીરમાં ચામડી એ સ્વાસ્થ્યની જાળવણી માટે જરૂરી છે. શિયાળામાં ચામડી ફાટી જવાની સમસ્યા આમ હોય છે. પણ સારી ચામડી વ્યક્તિને સુંદરતા બક્ષે છે. જ્યારે પણ લોકોને સ્કિન સંબંધિત સમસ્યા થતી હોય છે ત્યારે તેઓ કેટલાંક પ્રકારની મોંઘી દવાઓ અને પ્રોડકટનો ઉપયોગ આપણે કરીએ છીએ. પરંતુ તમે માત્ર નાભીમાં તેલ લગાવીને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર સાધારણ ઉપચારથી ચામડી સાથે જોડાયેલી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તે સ્કિનની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે. આજે અહિં જાણી લો, નાભી પર તેલ લગાવાના ફાયદા.
નાભી પર તેલ લગાવવાના ફાયદા
1. મોટાભાગના લોકોને ખીલ અને ડાઘની સમસ્યાથી હેરાન થતા હોય છે. કારણ કે, તે ચહેરાની ખૂબસૂરતી પર ગ્રહન લગાવાનું કામ કરે છે. પરંતુ હવે તમે સરળ રીતે ખીલ- ડાઘની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જેના માટે દરરોજ ઉંઘતા પહેલા અને સવારે ઉઠયા પછી નાભીમાં લીમડાનું તેલ લગાવું જોઈએ. તેનાથી જલ્દીથી તમને ડાઘની સમસ્યાથી છૂટકારો મળશે.
2. દરરોજ રાતે ઉંઘતા પહેલા તમારી નાભીમાં સરસવનું તેલ લગાવાથી ફાટેલા હોઠની સમસ્યા દૂર થઈ જશે અને હોઠ એકદમ ગુલાબી અને મુલાયમ બની જશે.
3. શિયાળામાં ઠંડી અને સુકી હવાઓને લીધે લોકોને શુષ્ક ત્વચાની સમસ્યા સતાવતી હોય છે. મોઈશ્ચરાઈઝર્સનો ઉપયોગ કર્યા પછી થોડાંક જ સમયમાં સ્કિન ડ્રાઈ થઈ જાય છે. પરંતુ નાભીમાં નાળિયેરનું તેલ લગાવવાથી આ સમસ્યા થતી નથી. અને તમારી સ્કિન મુલાયમ બની જાય છે.
4. દરરોજ રાતે ઉંઘતા પહેલા નાભીમાં લીંબૂનું તેલ લગાવવાથી ચહેરા પર સફેદ ડાઘાથી છૂટકારો મળે છે.
5. નાભીમાં સરસવનું તેલ લગાવાથી ઘુટણના દુઃખાવામાંથી રાહત મળે છે.
6. જો તમે તમારી ત્વચાને ગોરી બનાવવા માંગતા હોય તો દરરોજ નાભીમાં બદામનું તેલ લગાવવું. થોડાક જ દિવસોમાં તમારો ચહેરો નીખરી જશે.શિયાળામાં તમારી ચામડીની સંભાળ રાખવાનું ન ભૂલતા. આ ટિપ્સ થશે ખૂબ જ ઉપયોગી, અજમાવો આજે જ.