કુલેર એ એક ઘી, ગોળ અને બાજરીનો લોટ ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. પ્રાચીન સમયમાં જ્યારે ફરસાણ આદિ એ રોજીંદા ખોરાકનો ભાગ ન હતા, ત્યારે નાસ્તા તરીકે આ વાનગી ખવાતી હતી. નાના બાળકોને માટે પણ આ એક પૌષ્ટિક નાસ્તો બની રહેતો. આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. આજે નાગપંચમી છે તો ઘરે જ બનાવો કુલેર..
સામગ્રી
1/2 બાઉલ – ઘી
1/2 બાઉલ – ગોળ
1 બાઉલ – બાજરીનો લોટ
બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં બાજરીનો લોટ લો અને તેને ચાળી લો. હવે તેમા ઝીણો સમારેલો ગોળ ઉમેરી લો. ત્યાર પછી તેમા ઘી ઉમેરી લો. હવે તેમા ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણથી તેના ગોળ લાડું બનાવી લો. તૈયાર છે કુલેર લાડું.