ગુજરાતીમાં એક કહેવત છે કે “મૂળો મોગર અને દહીં, બપોર પછી નહીં” આપણા વડવાઓ જે કહેવત કહીને ગયા છે તે કદાચ યોગ્ય છે. મૂળો હંમેશા બપોર પહેલા જ ખાવામાં આવતો હોય છે. બપોર બાદ ખાધેલા મૂળાના ઓઢકાર પણ આવે છે તો તેના કેટલાક ગેરફાયદા પણ છે.
મૂળા
ને આપણે ઘણી રીતે ઉપયોગમાં લેતા હોય છે. જમતી વખતે સલાડ તરીકે, મૂળાની ભાજી બનાવીને, તેના પરાઠા બનાવીને વગેરે વગેરે ઉપયોગ દ્વારા આપણે મૂળો આહાર તરીકે લઈએ છીએ.મૂળો ખાવો એકરીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે તો ઘણીવાર કેટલીક વસ્તુઓ સાથે મૂળો ખાવો નુકશાનદાયક પણ છે.આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છે જે મૂળા સાથે ખાવામાં આવે તો શરીરમાં નુકશાન કરે છે.
દૂધ:
દૂધ અને મૂળાને ક્યારેય એકસાથે ના ખાવો જોઈએ. જો તમે મૂળો ખાધો છે તો તેના 2-3 કલાક બાદ જ મૂળાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભકરક છે કારણ કે આ બંને જો સાથે લેવામાં આવે તો તમને ચહેરા સંબંધી સમસ્યાઓ થઇ શકે છે.
કરેલા:
કરેલા સાથે મૂળો ખાવો પણ શરીર માટે યોગ્ય નથી. કરેલાની કોઈ વસ્તુ કે મૂળાની કોઈ વસ્તુ ખાવા વચ્ચે ઓછામાં ઓછું તમારે 24 કલાકનું અંતર રાખવું જોઈએ કારણ કે આ બંને ભેગા થઇ અને પેટમાં રિએક્શન પેદા કરે છે જેનાથી તમને શ્વાસ લેવાની તકલીફ થઇ શકે છે અને હૃદયરોગનો હુમલો થવાની સંભાવના પણ વધી જાય છે.
સંતરા:
મૂળા અને સંતરાનું પણ એકસાથે સેવન ક્યારેય ના કરવું જોઈએ। આ બંને એકસાથે ખાવાથી પણ તમને પેટની સમસ્યા ઉધ્વી શકે છે. સંતરા સિવાય બીજી કોઈપણ ખટાશ વાળી વસ્તુ મૂળા સાથે ક્યારેય ખાવી ના જોઈએ.
કાકડી:
મોટાભાગે આપણે સલાડ તરીકે મૂળા સાથે કાકડીનો પણ સલાડમાં ઉપયોગ કરતા હોઈએ છે. પરંતુ મોટાભાગના લોકોએ નથી જાણતા કે કાકડી અને મૂળાને પણ એકસાથે ક્યારેય ખાવો ના જોઈએ. કારણ કે મુલાણી અંદર વિટામિન સી રહેલું છે અને કાકડીની અંદર રહેલું એસ્કોબ્રીનાઝ વિટામની સીને ચૂસી લે છે જેના કારણે આ બંનેને સાથે ખાવું પણ શરીર માટે નુકશાનકારક છે.