મૃત્યુનો ડર કેમ લાગે છે? માણસ વધારે દુઃખી કેમ થાય છે? બધા કામ પડતા મૂકી ને આ વાંચો

ભારતમાં જ નહીં, દુનિયાભરમાં કૉરોનરી આર્ટરી ડિસીઝ મૃત્યુ માટેનું આગવું કારણ ગણવામાં આવે છે. અમુક આંકડાઓ અનુસાર દર ૩૩ સેકન્ડે ભારતમાં એક વ્યક્તિ હાર્ટ-અટૅકથી મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ સમગ્ર દુનિયામાં સૌથી વધુ કાર્ડિઍક અરેસ્ટના કેસ ભારતમાં બને છે. મુંબઈમાં તપાસીએ તો ૨૦૧૫ના આંકડાઓ અનુસાર મુંબઈમાં દરરોજ ૮૦ લોકો હાર્ટ-અટૅકને લીધે મૃત્યુ પામે છે. હાર્ટ-અટૅકને લીધે માણસ ત્યારે મૃત્યુ પામે જ્યારે અટૅક ખૂબ જ તીવþ હોય અને થોડી જ મિનિટોમાં હાર્ટ પર એની સખત અસર થાય અને વ્યક્તિને બચાવી શકાય નહીં અથવા બીજું કારણ એ છે કે હાર્ટ-અટૅકનો દરદી સમયસર હૉસ્પિટલમાં ન પહોંચ્યો હોય. જો હાર્ટ-અટૅકનો દરદી સમયસર યોગ્ય હૉસ્પિટલમાં પહોંચ્યો હોય તો એ વ્યક્તિને બચાવવી ૧૦૦ ટકા શક્ય છે. આજની તારીખે ઇલાજ એટલો આગળ વધી ગયો છે કે વ્યક્તિને બચાવી શકાય, પરંતુ દુખની વાત એ છે કે દરદીઓ સમયસર હૉસ્પિટલમાં પહોંચતા નથી.
સરકારી આંકડાઓ
ધી ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની મૅનેજમેન્ટ ઑફ ઍક્યુટ કૉરોનરી ઇવેન્ટ રજિસ્ટ્રીમાં હાલમાં નોંધાયેલા બે વર્ષના આંકડાઓ અનુસાર ભારતમાં હાર્ટ-અટૅકનો દર બીજો દરદી હૉસ્પિટલમાં ૪૦૦ મિનિટથી પણ વધુ મોડો પહોંચે છે. કેટલીક જગ્યાએ તો લોકો હાર્ટ-અટૅક પછી ૯૦૦ મિનિટે હૉસ્પિટલમાં પહોંચે છે જ્યાં સુધીમાં તેમના હાર્ટને ખાસ્સું ડૅમેજ થઈ ચૂક્યું હોય છે. આદર્શ રીતે હાર્ટ-અટૅક પછી અડધા કલાકની અંદર જ દરદીએ હૉસ્પિટલમાં પહોંચવું જોઈએ. જો એ તાત્કાલિક હૉસ્પિટલમાં પહોંચે તો તેના હાર્ટને ડૅમેજ થતું અટકાવી શકાય છે. સમગ્ર ભારતની વાત કરીએ તો પ્રદેશ અનુસાર ઘણા જુદા-જુદા પ્રૉબ્લેમ્સ હોઈ શકે છે. જેમ કે ગામડાંઓમાં હૉસ્પિટલની સુવિધાના અભાવને લીધે દરદીઓ શહેર સુધી ટ્રાવેલ કરીને આવે એમાં મોડું થતું હોય છે એ સમજી શકાય. આમ લાખો લોકોને બચાવવા આપણને જરૂરત છે વધુ હૉસ્પિટલોની.
જાગૃતિનો અભાવ
જો શહેરોની વાત કરીએ તો અહીં હૉસ્પિટલો તો છે, પરંતુ લોકો અહીં મોડા પડતા હોય છે. મુંબઈ જેવા શહેરમાં કેમ લોકો મોડા પડતા હોય છે એની પાછળ મુંબઈનો ટ્રાફિક જ ફક્ત જવાબદાર નથી, બીજાં કારણો પણ છે જે વિશે સ્પક્ટતા કરતાં નાણાવટી હૉસ્પિટલ-વિલે પાર્લેના કાર્ડિઍક ડિપાર્ટમેન્ટના હેડ અને સિનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. લેખા પાઠક કહે છે, ‘હજી પણ મુંબઈ જેવા શહેરમાં લોકોમાં જોઈએ એટલી જાગૃતિ નથી આવી. આજે પણ લોકો ચિહ્નોને અવગણે છે. ગૅસ હશે કે ઍસિડિટી થઈ ગઈ હશે એવા ભ્રમમાં રાચે છે અને તાત્કાલિક ડૉક્ટર પાસે નથી જતા. જે જાય છે તો તે પોતાના ફૅમિલી-ડૉક્ટરને બતાવે અથવા ફિઝિશ્યન પાસે જાય છે. ફિઝિશ્યન પહેલાં ECG કાઢે અને ત્યાં તેને ખબર પડે અને તે કાર્ડિયોલૉજિસ્ટ પાસે મોકલે એમાં વાર લાગી જાય છે. આ ખરેખર દુખદ બાબત છે કે લોકો હજી પણ હાર્ટ-અટૅક વિશે માહિતી રાખતા નથી અને ગફલતને કારણે મોટું નુકસાન ભોગવતા હોય છે, કારણ કે મોડા હૉસ્પિલમાં પહોંચે ત્યાં સુધીમાં હાર્ટના સ્નાયુ ડૅમેજ થઈ ગયા હોય છે જેને ફરી રિપેર કરવાનું શક્ય જ નથી. એક વાર ડૅમેજ થયેલું હાર્ટ બરાબર કામ નથી કરી શકતું અને બીજા અટૅકની કે કાર્ડિઍક અરેસ્ટની સંભાવના ઘણી વધી જાય છે.’
નજીકમાં હૉસ્પિટલ શોધો
આ બાબતે પોતાનું મંતવ્ય આપતાં વૉકહાર્ટ હૉસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘મુંબઈ જેવા શહેરમાં ઍવરેજ જોઈએ તો વ્યક્તિ હાર્ટ-અટૅક પછીના ચાર કલાકે હૉસ્પિટલમાં પહોંચે છે. દિલ્હી જેવા શહેરમાં ૬ કલાકે અને બૅન્ગલોર જેવા શહેરમાં જ્યાં મેડિકલ સુવિધાઓ ઘણી જ સારી છે ત્યાં બે કલાકે વ્યક્તિ હાર્ટ-અટૅક પછી પહોંચતી હોય છે. દરેક જગ્યાનાં પોતાનાં કારણો છે જેને લીધે તેઓ હૉસ્પિટલમાં પહોંચવામાં મોડા પડતા હોય છે. મુંબઈમાં લોકોને એવું પણ છે કે તેમની નજીકની હૉસ્પિટલમાં તેઓ જતા નથી. અંધેરીની વ્યક્તિને મુંબઈ સેન્ટ્રલની હૉસ્પિટલમાં જવું હોય છે તો ચોપાટી પર રહેતી વ્યક્તિને બાંદરા જવું હોય છે. અમુક જ હૉસ્પિટલ સારી છે અને ત્યાં જ ઇલાજ કરાવાય એવી ગ્રંથિને કારણે લોકો સમજતા નથી કે આ ઇમર્જન્સી છે અને નજીકની જ હૉસ્પિટલમાં ભાગવું જોઈએ. જે પણ હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૉરોનરી કૅર યુનિટ હોય ત્યાં પહોંચી જઈને તાત્કાલિક ઇલાજ લેવો વધુ મહત્વનો છે. જે લોકો આવા મહત્વના સમયે યોગ્ય નિર્ણય લે છે એ બચી જાય છે.’
૧૮૦ મિનિટમાં પહોંચવું જરૂરી
આમ તો આદર્શ રીતે કોઈ પણ ઉંમરના વયસ્કને ચેસ્ટ-પેઇન થાય તો તાત્કાલિક અડધા કલાકની અંદર જ ગફલતમાં રહ્યા વગર હૉસ્પિટલમાં પહોંચી જવું જરૂરી છે. આ વિશે વાત કરતાં ડૉ. લેખા પાઠક કહે છે, ‘અડધો કલાક નહીં તો ૧૮૦ મિનિટ એટલે કે ત્રણ કલાકની અંદર પણ જો વ્યક્તિ હૉસ્પિટલમાં પહોંચી જાય તો તેને બચાવવાની શક્યતા ઘણી વધી જાય છે, કારણ કે જેવી વ્યક્તિ હૉસ્પિટલમાં પહોંચે કે તેને તરત જ આ સમય દરમ્યાન શરીરમાં જઈને લોહીની નળીના ક્લૉટને તોડી નાખે એવી દવા આપવામાં આવે છે. ૮૫ ટકા દરદીઓમાં આ દવા ધમનીને ખોલી નાખવાનું કામ કરતી હોય છે, જેને લીધે હાર્ટને ડૅમેજ થતું બચાવી શકાય છે. એના પછી જ્યારે દરદી સ્ટેબલ થઈ જાય પછી ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ જેવી પ્રોસીજર માટે વિચારવું જોઈએ. આ પ્રોસેસ પણ જરૂરી જ છે અને એ રીતે હાર્ટને વધુ ડૅમેજ થતું અટકાવી શકાય છે.’
હાર્ટ-અટૅકને કારણે થતાં મૃત્યુને ઘટાડવાનો પ્રયાસ
મદ્રાસ મેડિકલ મિશન હૉસ્પિટલ-ચેન્નઈ દ્વારા હાર્ટ-અટૅક કૅર માટે એક યુનિક મૉડલ તૈયાર કરવામાં આવ્યું છે જેને કારણે હાર્ટ-અટૅક દ્વારા થતાં મૃત્યુનો દર ૨૦ ટકા જેટલો ઓછો કરવો શક્ય છે. તામિલનાડુની અંદર ટ્રાયલ પર એક વર્ષ માટે આ હાર્ટ-અટૅક મૅનેજમેન્ટ પ્રોટોકૉલ અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેનાં પરિણામ જર્નલ ઑફ અમેરિકન મેડિકલ અસોસિએશન કાર્ડિયોલૉજીમાં છપાયાં હતાં. આ મૉડલમાં ગવર્નમેન્ટ ઇમર્જન્સી ઍમ્બ્યુલન્સ સર્વિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં દરદીને સ્ક્રીન કરવાનાં બધાં ગૅજેટ્સ હતાં. આ ઍમ્બ્યુલન્સમાંથી જ બધો ડેટા હૉસ્પિટલને ટ્રાન્સફર કરી શકાતો હતો અને દરદીના ઇલાજ માટે ઇન્શ્યૉરન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૪ મૂળભૂત સેન્ટર અને રાજ્યની ૩૫ હૉસ્પિટલ વચ્ચેનું આ કનેક્શન સ્થાપવામાં આવ્યું હતું. નાની હૉસ્પિટલના ડૉક્ટરો જે હાર્ટ-અટૅકનો સંપૂર્ણ ઇલાજ કરવામાં અસમર્થ હતા તેમને મોટા ડૉક્ટરો સાથે કનેક્ટ કરી તાત્કાલિક લાઇફ-સેવિંગ ઇલાજ અપાવડાવવામાં આવ્યો. આ પ્રોગ્રામ નજીકના ભવિષ્યમાં તેલંગણ, મેઘાલય અને કર્ણાટકમાં શરૂ થઈ જશે.