મૃત્યુ બાદ ઘરમાં લાશને એકલી કેમ રાખવામાં આવે છે?

આવું ઘણી વાર જોવા મળે છે કે વ્યક્તિ નુ જયારે પણ મૃત્યુ થાય ત્યારે તેની બાજુ મા સગા સબંધીઓ બેસતા હોય છે. આ ઘણી વાર જોવા મા આવ્યું હશે કે મૃતક માણસ ને એકલા રૂમ મા કે અથવા તો એકાંત મા રાખવામાં આવ્યું હોય. તો આવું કેમ? તો આજે આ આર્ટીકલ મા વાત કરવામાં આવે છે કે શું કામે મૃતક દેહ પાસે બીજા વ્યક્તિઓ ને રાખવામાં આવે છે.
વ્યક્તિ ના મૃત્યુ બાદ તેની જે કઈ પણ વિધિ કરવામા આવે તેને અંતિમ સંસ્કાર કેહવામા આવે છે. કોઈ મૃતક વ્યક્તિ રાત ના સમય જો મૃત્યુ પામે તો તેના અંતિમ સંસ્કાર રાતે નથી કરવામા આવતી. એમાય જો કોઈ મહિલા નું મોત થઇ ગયું હોય તો તેને લક્ષ્મી સ્વરૂપા મનાતા રાતે તેના અંતિમ સંસ્કાર નથી કરવામા આવતા. તેમના અંતિમ સંસ્કાર હમેશા વહેલી સવારે કરવામા આવે છે.
આ સિવાય બીજી બાજુ જો કોઇપણ માણસ મૃત્યુ પામે તો તેના પરિવાર ના સભ્યો જો દુર રેહતા હોય તો તેની રાહ જોવા મા આવે છે અને ત્યારબાદ જ તેમનો અંતિમ સંસ્કાર કરવામા આવતા હોય છે. આ મૃતક દેહ પાસે તમામ વસ્તુઓ પવિત્ર રાખવામા આવે છે. જુદા-જુદા પ્રદેશ પ્રમાણે બધી ને જુદી-જુદી માન્યતાઓ અને તેમની રીતરીવાજો પણ જુદા હોય છે અને તેની બાજુ મા સગાવહાલા બેસેલા હોય છે.
હિંદુ પૌરાણિક કથાઓ મુજબ મૃતક માણસ ની આત્મા તે શરીર ની આજુબાજુ જ રહેતી હોય છે. ઘણી માન્યતા મુજબ એવું માનવામા આવે છે કે જ્યા સુધી મૃતક વ્યક્તિ નુ પાનીઢોર ના પતે ત્યાં સુધી તે મૃતક ની આત્મા પરલોક ગઈ હોતી નથી. આ કારણોસર જ તેની આજુબાજુ પવિત્ર વસ્તુઓ તેમજ માણસો હોય છે જેથી કોઇપણ નકારાત્મક શક્તિઓ તેમનો દુષ્પ્રભાવ આ મૃતક શરીર ઉપર ના પાડે.
આ મૃતક શરીર ને એક નાના બાળક જેવું માનવામા આવે છે, જેમ નાના એક બાળક ને કોઇપણ વ્યક્તિ રમાડતો હોય તેને ખબર નથી હોતી કે કોણ તેનું પોતાનું છે અને કોણ પારકું. આ જ પ્રમાણે મૃતક માણસ ના શરીર ઘણું પવિત્ર મનાતું હોવાથી તેને બીજી કોઇપણ અન્ય શક્તિ કબજો ન મેળવી શકે માટે તેને એકલું ના રાખી શકાય. આ માન્યતા હિંદુ ધર્મ મા સૂચવ્યું છે.