ગરુડ પુરાણ અનુસાર મનુષ્યના મૃત્યુ પછી ખરેખર શું થાય છે. આમ તો મૃત્યુ વિશે આપણા બધાના મનમાં ઘણા બધા સવાલો હોય છે. અને વર્ષોથી મનુષ્ય તેનો જવાબ શોધવાની કોશિશ કરી છે ઘણા બધા ધર્મોમાં વિશ્વાસના આધારે લોકો મનુષ્યના મૃત્યુ પછી આત્મા હોવાનું જણાવે છે.
તેમજ સ્વર્ગ અને નર્ક ની વાતો પણ કરવામાં આવે છે જ્યારે પણ આપણા ઘરની કોઇ સભ્ય કે પછી આજુબાજુમાં કોઈનું મૃત્યુ થાય છે. તો આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે હવે ક્યાં ગયા હશે. ત્યાં આપણી બાજુમાં તો હશે ને કે પછી આકાશમાં એક તારો બની ગયા હશે. કે પછી ત્યાં પણ નહીં હોય મિત્રો ગરુડ પુરાણમાં તમારા આ બધા સવાલોનો જવાબ ખૂબ જ સચોટ રીતે જણાવવામાં આવ્યો છે.આમ તો ગરૂડ પુરાણ હિન્દુ ધર્મના 18 પ્રાચીન પુરાણોમાં નો એક છે એ વૈષ્ણવ ધર્મનો સાહિત્યનો એક ભાગ છે. તેમજ ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેના મનુષ્ય સંબંધને લઈને લખવામાં આવ્યો છે. ગરુડ પુરાણ મૃત્યુ પછી જીવનની અંતિમ ક્રિયા કર્મ પુનર્જન્મ જેવી વાતો પર વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. એટલા માટે હિન્દુ ધર્મમાં મનુષ્યના મૃત્યુ પછી અંતિમ ક્રિયા કર્મ સમયે ગરુડ પુરાણ નું વાંચન કરવામાં આવે છે. એટલે ખરેખર મ્રુત્યુ પછી આત્માનું શું થાય અને તે આત્મા ધરતી પર કેટલા દિવસો સુધી રહે છે.
મનુષ્ય મૃત્યુ થાય છે ત્યારે તેમની સાથેનો આપણો સંબંધ અચાનક જ તૂટી જાય છે. હકીકતમાં મનુષ્યના મૃત્યુ પછી ની પ્રક્રિયા અમુક ભાગોમાં કરવામાં આવે છે. જે એક નિશ્ચિત રીતે કરવામાં આવે છે. મૃત્યુના લગભગ ચારથી પાંચ કલાક પહેલા ના પગના નીચે પૃથ્વીના 16 ચક્ર અલગ થઈ જાય છે. એટલે કે મનુષ્યનો પૃથ્વી સાથેનો સંબંધ ધીમે ધીમે ઘટવા લાગે છે. અને પગ ધીરે ધીરે ઠંડા પડવા લાગે છે. જ્યારે મૃત્યુ એકદમ નજીક આવેલ છે ત્યારે મૃત્યુના દેવતા યમરાજ આવે છે. અને મનુષ્યને આત્માને લઈને જતા રહે છે.
જ્યારે મનુષ્ય મૃત્યુ થાય છે ત્યારે શરીર અને આત્મા વચ્ચે ના જોડાણ તૂટી જાય છે. જેના કારણે આત્મા મનુષ્યના શરીર થી મુક્ત થઈ જાય છે. અને જો આત્મા ને શરીરની સાથે વધારે લગાવ હોય તો તે શરીરમાંથી નીકળી ને થોડા સમય માટે ફરીવાર શરીરમાં પ્રવેશ કરે છે. એટલે મૃત્યુ પછી મનુષ્યના મોઢું હાથ અને પગના સામાન્ય હલનચલન થી તેનો અનુભવ થઈ શકે છે.
જેવી રીતે આપણે માટે કોઈ મૃત્યુનો સ્વીકાર કરવો અઘરો હોય છે. તેવી જ રીતે આત્મા પણ શરીરની મૃત્યુનો સ્વીકાર કરવાનો ઈનકાર કરે છે. એટલા માટે મનુષ્યને થોડા જીવંત રહેવાનો અહેસાસ થાય છે. પરંતુ આત્મા નું શરીર સાથેનું જોડાણ અલગ થઈ જાય છે. ફરીવાર શરીરમાં પ્રવેશ નથી કરી શકતી અને અમુક ચુંબકીય અસર ના કારણે આત્મા આકાશ તરફ ખેંચાવા લાગે છે.જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે આત્માને તેની આસપાસ રહેલા પરિવારના લોકો નો અવાજ ઘોંઘાટ ની જેમ સંભળાય છે. આત્મા તે બધા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. અને જોર જોરથી બૂમો પાડે છે. પરંતુ તેનો અવાજ કોઈ નથી સાંભળી શકતું અને ધીરે ધીરે આત્માને એવો અહેસાસ થાય છે. તેનું શરીર નાશ પામ્યો છે.આ સમયે આત્મા મનુષ્યના શરીર થી લગભગ ૧૨ ફૂટ જેટલી ઊંચા તરતી રહે છે. અને આજુબાજુમાં બની રહેલી ઘટનાઓ ને જોવા અને સાંભળે છે.
જ્યારે મનુષ્ય ના શરીર ની અંતિમ ક્રિયા કરવામાં આવે છે ત્યારે આત્મા એવું સ્વીકારી લે છે. કે તે હવે પોતાનું આ પૃથ્વી પર રહેલા નો સમય પૂર્ણ થઇ ગયો છે. અને તેનું શરીર પંચતત્વમાં વિલીન થઇ ગયો છે. આ સમયે આત્મા એકદમ આઝાદ મહેસૂસ કરે છે. અને સતત શરીર સાથે વિતાવેલા પળોને મહેસૂસ કરે છે. અને ત્યાર પછી આત્મા પૃથ્વી અને સગા સંબંધીઓને અલવિદા કહીને બધાથી દૂર જતી રહેશે અને બીજી દુનિયામાં પ્રવેશ કરે છે.એવું કહેવાય છે કે આત્મા ને બીજી દુનિયામાં પ્રવેશ કરવા માટે લાંબી સુરંગમાંથી પસાર થવું પડે છે. એટલા માટે મૃત્યુ પછીના 12 દિવસ મહત્વપૂર્ણ હોય છે. આપણે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર અને રીતરિવાજ સંપૂર્ણ શ્રદ્ધાથી કરવા જોઈએ અને આત્મા પાસે ક્ષમાયાચના માંગવી જોઇએ.
જેથી તે પોતાની સાથે કોઈ પણ નકારાત્મક ભાવ અને નફરત પોતાની સાથે ન લઈ જાય મૃત્યુ પછીની વિધિ ધાર્મિક રીતે કરવાથી ત્યાં આત્માને પોતાની યાતના અને સમૃદ્ધ અને મદદરૂપ થાય છે. પરંતુ જો આપણે અંતિમયાત્રા પછીની વિધિ રહેવા જ પ્રમાણે નથી કરી શકતા તો આત્માને બીજી દુનિયામાં પ્રવેશ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તે પૃથ્વી પર જ ભટક્યા કરે છે.