જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. તુલસી નો છોડ હોય ત્યાં સકારાત્મકતા અને સુખ સમૃદ્ધિ રહે છે. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે. શ્રી હરિ ની પૂજા પણ તુલસી વિના અધૂરી રહે છે તેથી મોટાભાગના લોકોના ઘરમાં તુલસીના છોડ હોય જ છે.
તુલસીનો છોડ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિથી પણ ખૂબ જ ગુણકારી છે. ઘણી બીમારીઓમાં તેનો ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસી નું મહત્વ દર્શાવાયું છે. શાસ્ત્રોમાં તુલસીના કેટલાક ટોટકા પણ દર્શાવવામાં આવ્યા છે જેને કરવાથી અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે.
ધન પ્રાપ્તિના ટોટકા
જો તમે અમીર બનવા માંગો છો તો તુલસીનો આ ઉપાય કરવો આ ઉપાય ખૂબ જ ચમત્કારી છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધારે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડનો આ ઉપાય ગુરુવારે કરવામાં આવે તો લાભ ઝડપથી થાય છે. તેને કરવા માટે ગુરુવારે તુલસીના છોડમાં નાડાછડી બાંધવી જોઈએ. તેને બાંધવાથી ભગવાન વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. જ્યારે તમે તુલસીના છોડમાં નાડાછડી બાંધો ત્યારે માતા લક્ષ્મીને સુખ સમૃદ્ધિ આપવાની પ્રાર્થના કરવી.
આ ઉપાય ઉપરાંત દર શુક્રવારે તુલસીના છોડમાં થોડું કાચું દૂધ અર્પણ કરવું. આમ કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં વૈભવ અને સુખ વધે છે.
આ ઉપાય કરવાની સાથે અન્ય એક વાતનું ધ્યાન રાખવું કે રવિવાર અને એકાદશીના દિવસે તુલસીજીને જલ ન ચડાવો. આ દિવસે સાંજે દીવો કરીને સંધ્યા વંદન કરવું.