આજે આ રાશિના જાતકોના ખાસ કામ થઈ શકે છે પુરા શુભ અસરજોવા મળશે સોમવતી અમાસ નાદિવસે ભગવાન શિવ ની કૃપા બની રહેશે

આજે આ રાશિના જાતકોના ખાસ કામ થઈ શકે છે પુરા શુભ અસરજોવા મળશે સોમવતી અમાસ નાદિવસે ભગવાન શિવ ની કૃપા બની રહેશે

મેષ રાશિ :તમારી ઉર્જા અને જોશને સકારાત્મક દિશામાં લગાવવાથી તમારા ખાસ કામ પૂરા થતા જશે. સાથે જ તમારા વ્યક્તિત્વ ઉપર પણ તેની શુભ અસર જોવા મળશે. તમારી વ્યસ્તતા વાળી દિનચર્યા માથી થોડો સમય પરિવાર અને મિત્રો સાથે પસાર કરવો જરૂરી છે.

કોઈ પણ વિપરિત પરિસ્થિતિમાં ભાવનાઓ અને આવેશમા ન આવવું, ઠંડા મગજથી વિચાર કરીને નિર્ણય લેવો નહીતર તમારું લક્ષ્ય નબળું પડી શકે છે. કોઇ નજીકના સંબંધીની નાનકડી વાત પર મતભેદ થવાની આશંકા રહેલી છે. કામના ક્ષેત્રે મહેનત મુજબ યોગ્ય પરિણામ મળશે. બની શકે તો કોઈ સમસ્યા આવે તો તમારે તમારા સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવી. નોકરી અને વ્યવસાય બંને જગ્યાએ વાતાવરણ અનુકૂળ બનાવવામાં તમે સફળ રહેશો. પારિવારિક વાતાવરણ ખુશનુમા બની રહેશે. તમે વ્યસ્તતાને લીધે પરિવારના લોકોને સમય નહીં આપી શકો.

મિથુન રાશિ : પરિવાર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી તેના શુભ પરિણામ સામે આવશે. યુવાનોને કારકિર્દીમાં નવા અવસર મળવાથી રાહત મળશે. આ સમયે પ્રકૃતિ તમારી પ્રગતિ માટે નવા રસ્તાઓ ખોલી રહી છે, ખુલ્લા દિલથી તેનું સ્વાગત કરવું. જવાબદારીઓ વધારે રહેવાને કારણે વ્યસ્તતા વધશે, એટલા માટે તણાવ અને થાકને તમારા ઉપર હાવી ન થવા દેવો.

બાળકો ઉપર અભ્યાસનું દબાણ રહેશે. માતા પિતાની જવાબદારી છે કે એ લોકો બાળકોનું આત્મબળ બનાવી રાખે. નોકરી કરતા લોકો માટે વર્તમાન સમય ચુનોતી વાળો રહી શકે છે. રાજકીય કામમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની મદદ મળી શકે છે, એટલા માટે હાથમાં આવેલા ચાન્સને જવા ન દે. નોકરીમાં નાની મોટી મુશ્કેલીઓ આવતી રહેશે. ધીરજ રાખીને તેનો ઉકેલ લાવવો. વ્યવસાયિક ભાગદોડને કારણે દામ્પત્ય જીવનમાં મુશ્કેલીઓ રહી શકે છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં સમય બરબાદ ન કરવો.

કર્ક રાશિ : ગ્રહનું પરિભ્રમણ તમારા પક્ષમાં છે. પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલી ચિંતા અને મુશ્કેલીઓનું સમાધાન મળશે.

તમારે તમારા બળ ઉપર બધા કામ કરવા. વ્યસ્ત હોવા છતાં તમે સંબંધીઓ અને મિત્રો માટે સમય કાઢી શકશો. પરંતુ વધારે પડતા આત્મવિશ્વાસની સ્થિતિ તમને નુકસાન કરાવી શકે છે. ઉતાવળમાં કોઈપણ કામ ન કરવા. ઉધાર આપેલા પૈસા માંગવાથી વિવાદની સ્થિતિ બની શકે છે. વિપરિત પરિસ્થિતિઓને કાબુમાં કરી લેશો. વેપાર-ધંધામાં તમારી ઈચ્છા મુજબના પરિણામ મળવાની આશા છે. તમારે તમારા આ વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે.

ઘણા લોકો તમારી કાર્યપ્રણાલીની નકલ કરી શકે છે. માર્કેટિંગ સાથે જોડાયેલા કામને વધારે મહત્વ આપવું. તમારા અધિનસ્થ સ્ટાફ પર સખત નજર રાખવી. ઘરનું વાતાવરણ સુખમય બનાવવામાં તમારૂ ખાસ યોગદાન રહેશે. સંબંધોમાં મધુરતા રહેશે.

સિંહ રાશિ : તમારા સપના અને મહત્વાકાંક્ષાઓને પૂરા કરવા માટેનો સમય છે. યોગ્ય ઉર્જા અને સકારાત્મકતા બનાવી રાખવી. સાથે જ કોઈ વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન અને પરામર્શ તમારા માટે સહાયક રહેશે. તમે પોતાની જાતને તણાવમુક્ત અનુભવશો. ખરાબ ટેવો તેમજ નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું, નહીંતર તેને લીધે તમે કોઈ સમસ્યામાં ફસાઈ શકો છો. રૂપિયા પૈસાની બાબતે કોઈ ઉપર વધારે ભરોસો ન કરવો. તેમજ બધા નિર્ણય તમારે જાતે જ લેવા.

વેપાર-ધંધામાં તમારા નવીન કામને લઈને જે યોજનાઓ બનાવેલી હતી, તેના ઉપર અમલ કરવા માટે યોગ્ય સમય છે. શેર માર્કેટમાં રસ રાખવા વાળા લોકોએ સાવધાન રહેવું. થોડો સમય આ ગતિવિધિઓને સ્થગિતતા રાખો તો સારું રહેશે. પ્રેમ સંબંધો પર વધારે સંવેદનશિલ રહેવાની જરૂર છે, મતભેદો ઉભા થઇ શકે છે.

કન્યા રાશિ : પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલી અસ્ત વ્યસ્ત દિનચર્યામાંથી થોડી રાહત મળશે, જેનાથી આર્થિક બાબતોમાં યોગ્ય પ્રકારે મહત્વના નિર્ણય લઈ શકશો. કડવા અનુભવો પરથી શીખીને તમે તમારી જીવનશૈલીમાં બદલાવ આવશો તો તે તમારા માટે સારી સાબિત થશે. કેટલાક લોકો જલની ભાવનાથી તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ બનાવી શકે છે. પરંતુ આ બધી વાતો ઉપર ધ્યાન ન આપીને તમારે તમારા કામમાં વ્યસ્ત રહેવું. ઉતાવળમાં નિર્ણય ન લેવો.

તેમજ તમારી બનાવેલી નીતિઓ ઉપર જ કામ કરવા વ્યવસાયિક પરિસ્થિતિઓ અનુકૂળ છે. કોઇની દખલગીરી તમારી કાર્ય વ્યવસ્થાને ખરાબ થઈ શકે છે. સરકારી ઓર્ડર પૂરા કરવા પ્રત્યે વધારે સાવધાની રાખવું. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પ્રેમ સંબંધો પણ મર્યાદા વાળા રહેશે.

તુલા રાશિ : પરિવારમાં લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ખર્ચા વધારે રહેશે પરંતુ આ ખર્ચા ભવિષ્ય સાથે જોડાયેલી શુભ યોજનાઓ માટે હશે. સંતાનોની કોઈ પ્રવૃત્તિથી તમે ગર્વ અનુભવશો. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા ન કરવી કારણ કે નુકસાન થવાની સ્થિતિ બની રહે છે. ક્યારેક ક્યારેક તમારા સ્વભાવને કારણે સંબંધો ખરાબ થઈ શકે છે સમય મુજબ તમારા વ્યવહારમાં પરિવર્તન લાવવું જરૂરી છે. ખર્ચાની સાથે સાથે આવકની સ્થિતિ પણ સારી રહેશે. એટલા માટે ચિંતા નહીં રહે.

પાર્ટીઓ દ્વારા મનપસંદ ઓર્ડર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. પરંતુ લોકો સાથે ડીલ કરતા સમયે તમારી છાપ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવું. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આ સમયે આ વાતનું ધ્યાન રાખવું કે વિપરિત લિંગના વ્યક્તિઓને કારણે તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

વૃશ્ચિક રાશિ : આજે પૈસા આવવાની સાથે સાથે ખર્ચાની સ્થિતિ પણ રહેશે. વ્યવસાય અને પારિવારિક સુખ સાધનો ઉપર ખર્ચા વધારે રહેવાને કારણે ચિંતા રહી શકે છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાનો પ્રોગ્રામ બનશે, જેનાથી શાંતિનો અનુભવ કરશો.

કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન ઉદાસ રહી શકે છે. તમારી મન: સ્થિતિને કાબૂમાં રાખવી જરૂરી છે. ભાઈઓ સાથે કોઈપણ પ્રકારના વાદ વિવાદની સ્થિતિમાં ધીરજ અને સંયમથી સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્ન કરવા ગુસ્સાથી પરિસ્થિતિ બગડી શકે છે. કાર્ય ક્ષેત્રમાં ખૂબ જ ધ્યાન રાખીને સમસ્યાઓને ઉકેલવી. મિલકત અને લેવડદેવડ સાથે જોડાયેલી કોઇ પણ ડીલ થઈ શકે છે. ઘરનું વાતાવરણ સકારાત્મક અને અનુશાસન વાળું બની રહેશે કોઈ જૂના મિત્ર અને મળવાથી તમારું મન ખુશ રહેશે.

ધન રાશિ : વ્યસ્ત હોવા છતાં તમે થોડો સમય તમારા પરિવાર અને સંબંધીઓ માટે પણ મેળવી લેશો, તેનાથી તમે ઉમંગ અને જોશનો અનુભવ કરશો. કોઈ પોલીસી વગેરે મેચ્યોર થવાથી રોકાણ સાથે જોડાયેલી કેટલીક યોજનાઓ બનશે. ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારી ઉપર બની રહેશે. કોઈ નજીકના સંબંધી સાથે વાદ વિવાદ થવાની આશંકા રહેલી છે. તમારા વ્યવહારમાં લચીલાપણું લાવવું જરૂરી છે, જીદ કરવાથી કામ બગડી શકે છે.

રિસ્ક પ્રવૃત્તિ વાળા કામમાં નુકસાન થવાની સ્થિતિ બની રહેશે, માટે વધારે સારું રહેશે કે તમે આ કામમાં ધ્યાન ન આપો. વ્યવસાય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કામ દિવસની શરૂઆતમાં જ પૂરા કરવાના પ્રયત્ન કરવા કારણ કે બપોર પછી પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહી શકે છે.

વિસ્તાર સાથે જોડાયેલી યોજના ઉપર અમલ કરવા માટે સમય ઉત્તમ છે. તમારા મહત્વપૂર્ણ નિર્ણય તરત જ લઈ લેવા પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે.

મકર રાશિ : કોઈ પણ ખાસ કામ કરતા પહેલા તેના ઉપર પૂરી રીતે રિસર્ચ કરી લેવું જરૂરી છે. તેના સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પાસાઓ વિશે વિચાર કરીને જ તેને ક્રિયાન્વિત કરવા તેનાથી તમને અનુકૂળ પરિણામ મળશે. તમારા વિનમ્ર સ્વભાવ lને કારણે લોકો તમારી પ્રશંસા કરશે. તમે કોઈ કારણ વગર મુસીબતમાં પડી શકો છો. કોઈ નજીકના વ્યક્તિ જ તમારી ઉપર આરોપ લગાવી શકે છે.

તમારી ઉપર તેની નકારાત્મક અસર ન પડવા દેવી. ધર્મ કર્મના કામમાં સમય પસાર કરવાથી તમે સકારાત્મક અનુભવશો. વ્યવસાયના સ્થળ ઉપર કેટલાક બદલાવ કરવાની જરૂર છે. આ સમયે ભાવનાઓને બદલે પ્રેક્ટિકલ રીતે કામ કરવાની જરૂર છે. તમારા વિનમ્ર અને શાંતિપૂર્ણ સ્વભાવનો લોકો ફાયદો ઉઠાવી શકે છે. કામના સ્થળે કામ વધારે રહેવાને કારણે તમારે ઘરેથી પણ કામ કરવું પડશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય બની રહેશે.

કુંભ રાશિ : ઘરમાં કોઈ માંગલિક કામ સાથે જોડાયેલી યોજનાઓ બનશે. મહેમાનોની આવભગતમાં સમય પસાર થશે. સમય અનુકૂળ છે.

તમારી સકારાત્મક અને સંતુલિત વિચારધારાથી યોજનાબદ્ધ રીતે કામ પૂરા થતા જશે, પરંતુ ખર્ચાની બાબતે વધારે દરિયાદિલી ન રાખવી નહિતર તમારું બજેટ બગડી શકે છે અને પાછળથી તમારે પસ્તાવું પડશે. પૈસા સાથે જોડાયેલી લેવડદેવડ કરતા સમયે વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. થોડી સાવધાની રાખવાથી પરિસ્થિતિઓનો ઉકેલ આવશે. કાર્યક્ષેત્રમાં સહયોગ તેમજ કર્મચારીઓનો પુરો સહયોગ રહેશે. મશીનરી સાથે જોડાયેલ વ્યવસાયમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. માર્કેટિંગ મીડિયા વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં નવી ઉપલબ્ધિઓ બની રહેશે. આ સમયે વર્તમાનમાં વ્યવસાય સિવાય બીજા ક્ષેત્રમાં તમારે દિલચસ્પ લેવી સારી રહેશે. પતિ-પત્ની વચ્ચે નાનકડી વાતને લઈને ગેર સમજણ થઇ શકે છે. પ્રેમ સંબંધો પ્રત્યે સંવેદનશીલતા રાખવી.

મીન રાશિ : કામ વધારે રહેશે, પરંતુ સાથે જ યોગ્ય સફળતા મળવાથી તમે તમારા થાકને ભૂલી જશો. યુવાનોને તેની મહેનત મુજબ પરિણામ મળશે. સમાજ સેવા સંસ્થા પ્રત્યે તમારું ખાસ યોગદાન રહેશે. પિતરાઈ ભાઈ બહેનો સાથેના સંબંધો ખરાબ ન થવા દેવા.

સંબંધોને કાયમ રાખવા માટે ધીરજ અને સમજદારીની જરૂર છે. આ સમયે તમને થોડી આર્થિક સમસ્યાઓ રહી શકે છે. પરંતુ તણાવ લેવાને બદલે સમસ્યાઓનો ઉકેલ કરવાના પ્રયત્ન કરવા. પેમેન્ટ વગેરે કરવા માટે સમય અનુકૂળ છે. પરંતુ બીજા ઉપર આધાર રાખવાની અપેક્ષાએ તમારે તમારા કામ જાતે જ પૂરા કરવા. સરકારી સેવા કરતા લોકો પર આજે કામનું ભારણ રહી શકે છે, જેનાથી મન ઉદાસ રહી શકે છે. પરિવારમાં કોઈ વ્યક્તિની ઉપલબ્ધથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ડિનર અથવા તો મનોરંજન સાથે જોડાયેલા યાદગાર પ્રોગ્રામ બની શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published.