મોચા વાવાઝોડાએ બદલ્યો આકાર જુઓ આ વીડિયો | અત્યારના મોટા સમાચાર |

Posted by

બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડું ટકરાય તો સમુદ્રમાંથી ભેજ બહાર આવે. તેમજ ચોમાસાના દિવસો પણ નજીક છે ત્યારે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું ચોમાસાની ગતિવિધિઓ પર અસર કરશે કે નહીં તેની ચિંતા છે. ચાલો, જાણીએ વાવાઝોડાની ચોમાસા પર શું અસર પડશે? અંબાલાલ પટેલ શું અનુમાન (Ambalal Patel Predictions) લગાવ્યું છે?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગર પર સખત વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. જેના કારણે અરબ સાગરનો ભેજ બંગાળના ઉપસાગરમાં ખેંચાતા રાજ્યના ભાગોમાં સખત ગરમી પડવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થશે. તેમજ મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ પહોંચવાનું અનુમાન છે. સાથે જ ગંગા જમનાના મેદાની વિસ્તાર તપશે અને 44 ડિગ્રીએ તાપમાન પહોંચવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સખત ગરમી પડશે.

બંગાળમાં ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, તેની ચોમાસા પર કોઈ અસર પડે કે નહીં? તે અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, મે માસમાં ગરમી પડતા હવે ધીમે-ધીમે જાકળી વાદળો આવશે અને બપોર થતાં વાદળો અદ્રશ્ય થઈ જશે. આવી પ્રક્રિયા મહિનો સવા મહિનો ચાલશે અને ત્યાર બાદ બપોર બાદ વાદળો રહેવા માંડે. એટલે ખરા ચોમાસાની શક્યતાઓ રહે. આકાશમાં સમડી આટા મારે તો ઉપર હિમચાદર બને જેના લીધે નદી સરોવર સાગરના ભેજ ઉપર ચડે જેના કારણે વરસાદની શક્યતાઓ રહે. તેમજ શરૂઆતના ચોમાસામાં સારા ચિન્હો કહી શકાય છે.

અત્યારેના પરિબરો જોતા અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ચાલુ વર્ષે શરૂઆતનું ચોમાસું સારું રહેશે. વાવાઝોડાની અસર ચોમાસા પર નહીં પડે. તેમજ સરેરાશ ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે.

બીજી બાજુ, હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 40ને પાર રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ છે. અમદાવાદ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ અમદાવાદની જેમ જ મહત્તમ તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતાઓ છે. મોચા વાવાઝોડું નજીકના સમયમાં આકાર લઈ શકે છે અને તેના કારણે ગુજરાતનું હવામાન સૂકું થવાની સંભાવનાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *