મિથુન સાથે ગળા ડૂબ પ્રેમમાં હતી શ્રીદેવી, બોની કપૂરને બાંધીતી રાખડી માનતી હતી ભાઇ

મિથુન સાથે ગળા ડૂબ પ્રેમમાં હતી શ્રીદેવી, બોની કપૂરને બાંધીતી રાખડી માનતી હતી ભાઇ

હિન્દી ફિલ્મોમાં હિરોઈનોની દ્રષ્ટિએ 80 ના દાયકાને શ્રીદેવીનો દાયકો કહેવામાં આવતો હતો. જીતેન્દ્ર અને શ્રીદેવીએ એક સાથે હિંમતવાલા, તોહફા, જસ્ટિસ ચૌધરી અને મવાલી જેવી સુપરહિટ ફિલ્મો આપી. અનિલ કપૂર સાથે શ્રીદેવીની જોડી પણ છવાયેલી હતી. શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963 ના રોજ તમિલનાડુમાં થયો હતો. શ્રીદેવીનું સાચું નામ શ્રી અમ્મા યાંગર આયપાન હતું. તેણે ચાર વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ કંધન કરુણાઈથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. મુખ્ય અભિનેત્રી તરીકે શ્રીદેવીની પ્રથમ ફિલ્મ સોલવા સવન હતી.

બોની કપૂર સાથે લગ્ન કર્યા

બોની કપૂર સાથે લગ્ન કરતા પહેલા શ્રીદેવી મિથુન ચક્રવર્તી સાથે પ્રેમમાં હતા. શ્રીદેવી સાથે મિથુનનું અફેર 1984 માં ફિલ્મ ‘જાગ ઉઠા ઈન્સાન’ના સેટ પર શરૂ થયું હતું. તે સમયે મિથુનના લગ્ન યોગિતા બાલી સાથે થયા હતા. એક સમય હતો જ્યારે શ્રીદેવીએ મિથુન ચક્રવર્તીને ખુશ કરવા માટે બોની કપૂરને રાખડી બાંધી હતી.

એ દિવસોમાં એ સમાચારોએ જોર પકડ્યા હતા કે શ્રીદેવી મિથુને ચુપચાપ લગ્ન કર્યા હતા. 1988માં તેઓ અલગ થઇ ગયા હતા. જો કે આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે કોઇ નથી જાણતુ. બોની કપૂરને રાખડી બાંધવાની વાતને લઇને મોના શૈરીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ.

Savvy મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં મોનાએ કહ્યું હતું કે મિથુનને તેના પ્રેમની ખાતરી આપવા માટે શ્રીદેવીએ તેના પૂર્વ પતિ બોની કપૂરના કાંડા પર રાખડી બાંધી હતી. અને ખાતરી આપી કે તેની અને બોની વચ્ચે કંઈ ચાલતું નથી.

તે સમય દરમિયાન શ્રીદેવી બોની કપૂરની ફિલ્મોમાં કામ કરતી હતી પરંતુ બોનીએ ખરેખર તેને ચાહવા લાગ્યા હતા. તે શ્રીદેવીની નજીક હોવાનું બહાનું શોધતો હતો. એટલું જ નહીં, તે શ્રીદેવીની માતાની પણ ખૂબ નજીક હતો. આ બાબતે મિથુન અને શ્રીદેવી વચ્ચે દલીલ થઈ હતી. એવું પણ કહેવાય છે કે યોગિતાએ શ્રીદેવી અને મિથુનના લગ્નના સમાચાર સાંભળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારબાદ મિથુને શ્રીદેવી સાથે સંબંધો તોડી નાખ્યા હતા.

બાદમાં શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા. બોની કપૂર પણ અગાઉ પરણિત હતા પરંતુ તેણે તેની પ્રથમ પત્ની મોના શૌરીને છૂટાછેડા આપી દીધા અને સ્થાયી થયા. 1996 માં શ્રીદેવીએ બોની સાથે લગ્ન કર્યા અને તેને બે પુત્રીઓ જ્હાન્વી અને ખુશી છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.