માત્ર 30 મિનિટમાં વર્ષો જુનો પેટ અને આંતરડાનો કચરો જડમૂળ માંથી સાફ કરશે, જીવો ત્યાં સુધી કબજિયાત બીજી વાર ક્યારેય નહિ થાય, શેર કરી દરેક લોકો સુધી પહોચાડો

Posted by

આજના સમયમાં દુષિત આહાર અને વ્યસ્ત જીવનશૈલી ને કારણે અને લોકો બજારૂ ખાણીપીણી ઉપર વધારે આધાર રાખતા હોય છે. અને તેના કારણે બરાબર રીતે પેટ સાફ થતું નથી. મેંદો અને મેંદાની બનતી  દરેક આઇટમમાં ખાવામાં આવે છે એટલે કબજિયાત જેવા અનેક રોગોથી પીડાય છે. આજે દર ત્રીજા વ્યક્તિને કબજિયાત જોવા મળે છે. તેનું મુખ્ય કારણ છે બેઠાડું જીવન, પૂરતી ઉંઘ ન મળવી, બજારની ખાણીપીણી અને અનિયમિત ખોરાક લેવો. આ દરેક સમસ્યા કબજિયાત થવાનું મુખ્ય કારણ છે. તો ચાલો જાણીએ કબજિયાત દુર કરવાના ઘરેલું ઉપાય વિશે.

પેટ બરાબર ન સાફ થવાને કારણે જે સમસ્યા થાય છે તેને કબજિયાત તરીકે ઓળખવામાં આવે છે. અને પેટ સાફ ન થવાને કારણે માણસ ખરેખર ખૂબ જ હેરાન થઈ જાય છે. ઘણી વખત કબજિયાતને દૂર કરવાની ઘણી બધી દવાઓ લેવા છતાં પણ કબજિયાતની સમસ્યા કાયમ માટે મટતી નથી. થોડા સમય માટે રાહત થઇ જાય છે. ત્યારબાદ દવા બંધ કરી એટલે તરત જ પાછો કબજિયાત થવાની તકલીફ શરૂ થઇ જાય છે.

ગમે તેવો જુનો કબજિયાત હોય તો ત્રિફળાચૂર્ણ એક રામબાણ ઈલાજ છે. કબજિયાતને દૂર કરવા માટે ત્રિફળા ચૂર્ણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્રિફળા ચૂર્ણની અંદર આંબળા, હરડે અને બહેડા આવે છે. રોજ રાત્રે એક લીટર પાણીમાં ત્રિફળાચૂર્ણ પલાળીને સવારે ગાળીને પીવાથી કબજિયાતમાંથી છુટકારો થાય છે. આ ઉપરાંત સવારે નરણાં કોઠે ત્રિફળા ચૂર્ણ લેવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે.

કબજિયાતને દૂર કરવા માટે અજમો એ ખૂબ જ કારગર ઉપાય છે. અજમો અને ગોળને ને ચાવી ચાવીને ખાવાથી પેટ સાફ થઈ જાય છે. જીરૂ અને અજમો પણ ખૂબ જ ફાયદાકારક છે. જીરુ અને અજમાને શેકીને પાવડર બનાવી તેમાં થોડું મીઠું નાખીને તે મિશ્રણને હુંફાળા પાણી સાથે લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે. આ ઉપરાંત રોજ સાંજે સૂતી વખતે એક ચમચી વરિયાળીને ગરમ પાણી સાથે લેવાથી પણ કબજિયાતમાં ફાયદો થાય છે. કારણ કે વરિયાળી પાચનશક્તિને મજબૂત બનાવે છે. અને ગેસ્ટીક પ્રોબ્લેમને દૂર કરે છે.

રાત્રે સૂતી વખતે એક ચમચી મધ અને ગરમ પાણી સાથે ભેળવીને પીવાથી સવારે પેટ સાફ આવે છે. આ ઉપરાંત પેટ સાફ કરવા માટે એરંડીયાનું તેલ પણ એક રામબાણ ઈલાજ છે. રાત્રે સુતા પહેલા થોડું એરંડીયા નુ તેલ એક ગ્લાસ પણ દૂધમાં મેળવીને પીવાથી પેટ સાફ થઈ જાય છે. ઘણી વખત જો ભોજન ખૂબ જ સારું બન્યું હોય તો આપણે ન ઇચ્છવા છતાં પણ વધારે ખાઈ લેતા હોય છે. અને ત્યારબાદ પાચન થતા ખૂબ જ વાર લાગે છે. આ માટે એક નાની ઈલાયચી ને ચાવીને ખાવાથી પાચનને લગતા રોગો દૂર થાય છે. અને પેટ પણ ખૂબ જ સરખું થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *