માસિક વખતે સહવાસ કરવાથી પણ થઈ ધારણ થઈ શકે છે ગર્ભ?

મહિલાઓને મોટાભાગે ગર્ભાવસ્થા અને માસિકને લઈ ગેરસમય હોય છે. મહિલાઓને ગેરસમજ હોય છે કે માસિકના દિવસો દરમિયાન સેક્સ કરવાથી ગર્ભાવસ્થા રહેતી નથી. પરંતુ આ એક ભુલભરેલી માન્યતા છે. માસિક દરમિયાન સેક્સ કરવાથી પણ ગર્ભ રહી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો માસિક સમયે અનપ્રોટેક્ટેડ સેક્સ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. જ્યારે પુરુષના સ્પર્મ મહિલાના એગ્સ સાથે મળે છે ત્યારે ગર્ભધારણ થાય છે.
આ રીતે થઈ શકે છે ગર્ભધારણ
મહિલાની ઓવરીમાંથી એગ્સ દર મહિને નીકળે છે. આ એગ્સ 12થી 24 કલાક શરીરમાં જીવિત રહે છે. પરંતુ પુરુષના સ્પર્મ 3થી 5 દિવસ જીવિત રહે છે. સામાન્ય રીતે મહિલાનું માસિક ચક્ર 28 દિવસનું હોય છે. તેમાં એગ્સ રિલીઝ 12,13,14માં દિવસે થાય છે. આ દરમિયાન સેક્સ કરવાથી જો સ્પર્મ એગ્સને મળી જાય તો ગર્ભ રહે છે. મહિલાઓને ઓવ્યૂલેશન દરમિયાન પણ બ્લીડિંગ થાય છે.
માસિક ચાલતું હોય ત્યાં પણ રહી શકે છે ગર્ભ
ક્યારેક વજાઈનલ બ્લીડિંગને મહિલાઓ માસિક સમજી લે છે. માસિક ચાલે છે અને ગર્ભ નહીં રહે તેવું માની સેક્સ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. પુરુષના સ્પર્મ મહિલાના શરીરમાં 3 દિવસ સુધી જીવિત રહે છે. તેથી માસિક ચાલતું હોય ત્યારે કરેલા સંભોગથી ગર્ભ રહી શકે છે.