મંદિરમાં દર્શન કર્યા પછી બોલી દો આ મંત્ર દરેક મનોકામના પૂર્ણ થશે ।

Posted by

જ્યારે પણ કોઈ મંદિર માં દર્શન માટે જાવ છો. ત્યારે દર્શન થઇ ગયા બાદ મંદિરના ઓટલે એટલે કે દાદર પર બેસવાની પરંપરા છે, તો તમે આના પાછળનું કારણ જાણો છો ?

જો ન જાણતા હોવ તો આજે આ લેખમાં ખાસ તેના વિષે જ વાત કરી છે અને સાથે એક શ્લોક ની પણ વાત કરી છે જે દાદર પર બેસતી વખતે બોલવાથી તમે ખુબ જ ધનવાન બની શકો છો, તો ખાસ જાણીલો આ એક મંત્ર વિષે…

ખરેખર, મંદિરના પગથિયા પર બેસીને આપણે એક શ્લોક બોલવો જોઈએ. આ શ્લોકને આજે લોકો ભૂલી ગયા છે. તો ખાસ જાણીલો આ મંત્ર…

શ્લોક :

अनायासेन मरणम् ,बिना देन्येन जीवनम्।

देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम् ।।

ઉપર જે શ્લોક આપ્યો છે તેનો અર્થ જો તમે સમજશો તો તે ખુબ જ સુંદર શ્લોક છે અને તેનો અર્થ નીચે સમજાવ્યો છે.

अनायासेन मरणम्… એનો અર્થ એ છે કે આપણે દુઃખ વિના જ મરવું જોઈએ, ક્યારેય કોઈ રોગ કે પથારીમાં પડીને મૃત્યુ કરતા, હરતા-ફરતા જ શ્વાસ જાય તે સારું માનવામાં આવે છે.

बिना देन्येन जीवनम्… જેનો અર્થ થાય છે કે આપણે ક્યારેય કોઈ પર આધારીત ન રહેવું જોઈએ.

देहांते तव सानिध्यम … મતલબ કે જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે ભગવાનની સામે રહેવું. ભીષ્મ પિતામહનું મૃત્યુ થયું ત્યારે, કૃષ્ણ ભગવાન પોતે તેમની સામે ઉભા હતા.

देहि में परमेशवरम्… એટલે કે હે ભગવાન આવું વરદાન અમને આપજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *