મંદિરે દર્શન કરીને લોકો શા માટે બહાર ઓટલે ઘડીક બેસે છે? મંદિરના પગથિયા પર બેસીને શું બોલવું જોઈએ?

મંદિરે દર્શન કરીને લોકો શા માટે બહાર ઓટલે ઘડીક બેસે છે? મંદિરના પગથિયા પર બેસીને શું બોલવું જોઈએ?

આપણે મંદિરમાં ભગવાનની પૂજા અને દર્શન કરવા માટે જઈએ છીએ. કારણ કે પૂજા કરવાથી મનને શાંતિ મળે છે. અને ભગવાનના આશીર્વાદ મળે છે. આર્થિક રીતે કોઈ સમસ્યા હોય કે બીજા કોઈ કારણ હોય તો સૌથી પહેલા આપણે ભગવાન પાસે જઈએ છીએ. ઘણી વાર આપણે જોયું હશે કે જયારે આપણા વડીલો મંદિરેથી દર્શન કરીને ઘરે આવતા હોય ત્યારે પગથિયાં ઊતરતા જ કહેતા હોય કે થોડીવાર મંદિરના પગથિયા પર બેસ. પરંતુ ત્યારે આપણ ને કઈજ ખબર પડતી ના હતી.

પરંતુ શું તમને ખબર છે કે આપણા વડીલો શા માટે કહેતા હતા અને તેની પાછળનું શું કારણ છે. તો ચાલો આજે તમને જણાવીએ કે મંદિરે દર્શન કરીને અને વળતા શા માટે મંદિરના પગથીયે બેસવામાં આવે છે. વડીલો બોલતા હતા કે જ્યારે પગથિયા પર બેસવામાં આવે ત્યારે દરેક સમસ્પાયા દુર થઇ જાય છે અને એક આ પ્રમાણે નો શ્લોક બોલતા જાતા કે

‘જતા ની જાત્રા, વળતા નો વિસામો, પગ વાળ્યા ને , પાપ ટળ્યા’.

એટલે કે જ્યારે મંદિરની અંદર પ્રવેશ કરીએ ત્યારે જાત્રા થઈ જાય છે. કારણે કે કોઈ પણ મંદિરે આપણે દર્શન કરવા જઈએ એટલે તેને જાત્રા કરી જ કહેવાય. અને પછી જાત્રા કરીને જ્યારે પાછા આવીએ છીએ ત્યારે વચ્ચે થોડો આરામ કરો છો. જ્યારે આપણે મંદિરના પગથિયા બેસીએ છીએ. ત્યારે આપણા પગ વળે છે એટલે જેમ પગ વળે એટલે આપણાથી જે કંઈ નાની મોટી ભૂલ થઈ હોય તો તે બધી જ ભગવાન ટાળી દે છે. આ સિવાય બીજો એક શ્લોક પણ બોલવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.

अनायासेन मरणम् ,बिना देन्येन जीवनम्।

देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम् ।।

આ શ્લોક પ્રમાણે એવું કહે છે કે જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે કોઈપણ મુશ્કેલી ન આવે અને ક્યારેય આપણે પથારી પર બીમારીને રિબાઈને મારું મરણ ન થાય. કોઈ પણ પીડા લઈને આપણું મૃત્યુ ન થાય. હાલતા ચાલતા અને સાજા નરવા જ આપણે ભગવાન ની પાસે જઈએ. આ ઉપરાંત આપણું જીવન આત્મ નિર્ભર રહેવું જોઈએ. બીજા કોઈ પણ વ્યક્તિ પર ક્યારેય આધાર ન રાખવો જોઈએ.

અને જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણી સામે ઠાકોરજી હોય અને તેને જોતાં જોતાં જ આપણો જીવ નીકળી જાય. હે ભગવાન અમને આવું વરદાન આપો. આ શ્લોક ના દર્શન બોલ્યા પછી ભગવાનને પ્રાર્થના કરવાની છે આ શ્લોક એક પ્રાર્થના છે ભગવાન ને વિનંતી નથી. પ્રાર્થના કરવાની છે કે ધન, વ્યવસાય, નોકરી, ધંધા બધું સારું ચાલે અને ક્યારેય અકાળે મૃત્યુ ન થાય.

મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે ભગવાનની સામે આંખો બંધ ના કરો પરંતુ જ્યારે મંદિરના આંગણામાં બેસીને ભગવાનનું ધ્યાન કરો છો ત્યારે મંદિરમાં આંખો બંધ કરો. કારણકે મંદિરની અંદર કરવામાં આવે તો ઠાકોરજીનું સ્વરૂપ દેખાતું જ નથી. ભગવાનના દર્શન કરતા હોઈએ ત્યારે આંખો ખુલ્લી રાખીને સ્વરૂપને ધારણ કરવું જોઈએ. અને જો આપણે આંખો ખુલી રાખશું તો દર્શન કરશો તો ભગવાનનું સ્વરૂપ આપણે નિહાળી શકીએ. ત્યારબાદ જ્યારે આપણે દર્શન કરીને બહાર આવીએ છીએ. ત્યારે પગથિયે બેસીને તે સ્વરૂપનું દર્શન કરવું જોઈએ. ત્યારે આંખો બંધ કરીને ધ્યાન કરવું જોઇએ. અને ભગવાનની મૂર્તિ ની ફરિયાદ કરવી જોઈએ.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *