મંદિરમાં કેમ લગાવવામાં આવે છે ઘંટ, તેની પાછળની કહાની જાણી થશે આશ્ચર્ય

મંદિરમાં ઘંટ જરૂરથી લગાવેલો હોય છે. તમે મંદિર જાવ તો ત્યાં ઘંટ વગાડીને જ આગળ વધતા હશો. પરં શુ તમે ક્યારેય વિચાર્યું છે કે મંદિરમાં ઘંટ કેમ લગાવવામાં આવે છે. આપણે દરેક લોકો આપણી આસ્થા અનુસાર મંદિર જઇએ છીએ. પરંતુ શુ તમને ખબર છે કે મંદિરમાં લગાવેલો ઘંટ આપણે કેમ વગાડીયે છીએ, કે પછી દરેક મંદિરમાં ઘંટ કેમ લગાવવામાં આવે છે?
હિન્દુ ધર્મની પરંપરાની પાછળ કોઇને કોઇ કારણ જરૂર હોય છે. ક્યારેક તે કારણ વૈજ્ઞાનિક હોય છે તો ક્યારેક તે કારણ આધ્યાત્મિક હોય છે. એવું જ કારણ મંદિરમાં ઘંટની સાથે પણ છે. આજે અમે પણ તમને મંદિરમાં ઘંટ વગાડવા પાછળની કહાની જણાવવા જઇ રહ્યા છીએ.
– મંદિરનુ કેન્દ્ર શાંત અને શુદ્ધ વાતાવરણ હોય છે. મંદિરોમાં આવનારા દરેક વ્યક્તિ સંસારની ભૌતિક સમસ્યાઓથી દૂર થઇને થાય છે. અંહી દરેક લોકોને એક અલગ જ શાંતિ મળે છે. આ શાંતિ બનાવી રાખવામાં મંદિરમાં લટકાવેલા ઘંટનું ખૂબ યોગદાન હોય છે. મનને શાંત કરવા માટે અને મંદિરના વાતાવરણને શુદ્ધ બનાવી રાખવામાં આ ઘંટ ઉપયોગી છે.
– દરેક મંદિરમાં ઘંટ લગાવવામાં આવે છે. જે પણ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે છે સૌથી પહેલા ઘંટ વગાડે છે અને ત્યાર બાદ જ પૂજા અર્ચના શરૂ કરે છે. આજના સમયમાં મંદિરોની ચારેય બાજુ વાડ અને દિવાલ બનવા લાગી છે પહેલાના સમયમાં આવું ન હતું. ત્યારે મંદિર ખુલ્લા હતા. જેના કારણે પશુ મંદિરમાં જતા રહેતા હતા. જેથી પણ ઘંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. કારણકે પશુ ઘંટના અવાજથી ડરે છે અને મંદિરમાં પ્રવેશ કરતા નથી.
– કહેવામાં આવે છે કે ઘંટમાંથી નીકળનાર તરંગ મસ્તિષ્ક માટે સારા હોય છે તેની પાછળ એક ખાસ કારણ આ છે કે મંદિરમાં લગાવવામાં આવતા ઘંટ લોખંડ અને તાંબા જેવી કેટલીક ઘાતુઓથી બનેલા હોય છે. ધાતુઓ મિક્સ કરીને આ ઘંટ જ્યારે પણ કોઇ વગાડે છે તો તેમાથી તરંગો નીકળે છે તે વ્યક્તિની અંદરની નકારાત્મક ઉર્જાને ખતમ કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
– મંદિરના ઘંટના અવાજથી મન શાંત થઇ જાય છે. એટલું જ નહીં મંદિરમાં ઘંટ વગાડીને જવાથી આપણે ભગવાને આપણી આસ્થા તેમના સુધી પહોંચાડીએ છીએ. આ એક પ્રકારથી ભગવાન સુધી પહોંચવા જેવું પણ છે. જેથી મંદિરમાં ઘંટ લગાવવામાં આવે છે.