મકરસંક્રાંતિના દિવસે નાળિયેર થી કરો આ ઉપાય || સંસ્કારની વાતો

Posted by

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ખરેખર આ નારિયલ એવી વસ્તુ છે કે જેને સંસ્કૃત ભાષા મા શ્રીફળ તરીકે ઓળખવા મા આવે છે અને જેને ઘણાં ખરા લોકો તળપદી ભાષા મા તેને ટોપરાં તરીકે પણ ઓળખે છે એટલે કે પ્રભુ નું ફળ એમ અનેક નામથી નાળિયેર ને ઓળખવામાં આવે છે.

દરેક ધાર્મિક કાર્ય મા લગભગ શ્રીફળ ની યાદી સૌપ્રથમ હોય છે.પણ અમુક લોકો તો શ્રીફળ ની ટેક પણ લેતા હોય છે અને પ્રભુ તેની મન ની તમામ મહત્વકાંક્ષાઓ પણ પૂર્ણ કરે છે.આથી વિશેષ શું તમને ખ્યાલ છે કે શ્રીફળ ભાગ્ય પણ પરિવર્તિત કરી શકે છે.આવું કેવી રીતે શક્ય બને છે તો તમારે આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તમારે સંપૂર્ણ લેખ ને ધ્યાનપૂર્વક વાંચવો પડશે.માત્ર એક નાળિયેર ભગવાનને અર્પિત કરવાથી આપની કિસમ્ત ખુલ્લી જાય છે.નાળિયેર ચડાવવાથી આપને શું શું શુભ લાભ મળે છે અને તેનાથી જોડાયેલા અમુક નુસ્ખા આ પ્રકારે છે.

હિંદુ ધર્મ તથા હિંદુ સંસ્કૃતિમા શ્રીફળ ને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તેનાથી ઘણા ફાયદા થાય છે અને આ પૂજન વિધિ થી લઈને દરેક શુભકાર્યો મા શ્રીફળ ની ગણતરી સૌથી પહેલા કરવામા આવે છે કારણ કે શ્રીફળને શુભ માનવામાં આવે છે અને મનુષ્ય ના શરીર ના આકાર સાથે ઘણું મળતું આવે છે માટે તેને વધારે શુભ મનાય છે અને આ શ્રીફળ ને મનુષ્ય નું મસ્તિષ્ક ગણવામા આવે છે.જો કોઈ ની કુદ્રષ્ટી તેના પર લાગી હોય તો પણ શ્રીફળ ની સહાયતા થી તમે તેને ઉતારી શકો છો.

મુખ્ય મુદ્દા પર વાત કરવામાં આવે તો તમને પૂર્વે એક વાત જણાવી દઈએ કે આ શ્રીફળ નો ઉપયોગ જો અમુક વિશિષ્ટ પ્રકારે કરવામા આવે તો ઘર મા ધન ધાન્ય ની ક્યારેય પણ ઉણપ આવતી નથી અને તમે સુખ શાંતિથી રહી શકશો.દેવું ઉતારવા માટે,પોતાના પર ચડેલું દેવું ઉતારવા માટે આપ મંગળવારનાં દિવસે એક નાળિયેર પર સિંદૂરની મદદથી સાથિયો બનાવી લો.પછી તે નાળિયેરને હનુમાનજીનાં મંદિરમાં જઈ તેમની મૂર્તિ સામે અર્પિત કરી દો.નાળિયેર અર્પિત કરતાની સાથે સાથે આપ પોતાના મનમાં હનુમાનજીનાં નામ 21 વાર બોલો.આ ઉપાય કરવાથી આપ પર ચડેલું દેવું જલ્દી જ ઉતરી જશે.

તમને પણ આનો મોકો મળી શકે છે કારણ કે તમે પણ આ સરળ ઉપાયો ને અજમાવી શકો છો અને જો તમારા ધંધા મા કોઈ ની કુદ્રષ્ટી લાગી હોય તો શ્રીફળ ને ચંદન ના પાંચ ચાંદલા કરો અને તેને ચારે દિશા માંથી ઉતારી ને ચાર ચોક મા મૂકી દો અને આ કામ તમારે જાતે જ કરવું પડશે બીજા કોઈને દ્વારા તમે આ કામ કરાવી શકતા નથી અને ત્રણ દિવસ ની અંદર તમને રાહત થતી હોય તેવું જોવા મળશે તમને આ બધી જાણકારી હોવી જ જોઈએ અને જો કોઈ નાનું બાળક વારંવાર રડયા કરતું હોય અને વ્યવસ્થિત રીતે જમતું પણ ના હોય તો પ્રભુ ની ટેક થી સારું થઇ શકે.

વ્યાપારમાં ધનલાભ માટે,વ્યાપારમાં નફો ન થવા પર આપ એક નાળિયેર લઈ તેને પીળા રંગનાં સાફ કપડામાં વીંટાળી લો.પછી આપ વિષ્ણુજીનાં મંદિરમાં જઈને પીળા કપડમાં વીંટાળેલા નાળિયેરને જનોઈ,ફૂલ અને મિઠાઈ સાથે ચડાવી દો.આ ઉપાય કરવાથી વિષ્ણુજી ખૂશ થઈ જશે અને આપને આપના વ્યાપારમાં ધનથી જોડાયેલા તત્કાલ પ્રભાવ જોવા મળશે.ધન વધારવા માટે,જો આપના પાસે ધન નથી ટકતું અને આપનો વધારે ખર્ચો થાય છે.તો આપ શુક્રવારનાં દિવસે નાળિયેરથી જોડાયેલા આ ઉપાય કરો.આપ આ દિવસ મા લક્ષ્મીનાં મંદિરમાં જઈને તેમને નાળિયેર,કમળનું ફૂલ અને સફેદ કપડું ચડાવી દો અને બાદમાં દેશી ઘીનો દિવો પ્રગટાવી તેમની આરતી કરો.

Artistic Plate With Coconuts

આ ઉપાય કરતા જ મા લક્ષ્મીની કૃપા આપ પર થઈ જશે અને આપની આર્થિક સ્થિતિ સુધરી જશે.ગ્રહદોષથી બચવા,શનિ,રાહૂ,કેતુ જેવા ગ્રહ દોષથી બચવા માટે અને આ ગ્રહોનાં દોષને ખત્મ કરવા માટે આપ શનિવારનાં દિવસે એક નાળિયેર લઇ તેને કાળા રંગનાં કપડામાં વિંટાળીલો અને પછી તેની સાથે આપ કાળા તલ,અડદની દાળ અને લોખંડની કોઈપણ ચીજ લઈને જળમાં પ્રવાહિત કરી દો.આ ઉપાય કરવાથી આપના ગ્રહ શાંત થઇ જશે.ઘર મા જો નાણાં ની ઉણપ સર્જાઈ હોય તો કોઈ ગરીબ ને શ્રીફળ ના કાચલાં ની અંદર જમવાનું આપો.

ત્રણ માસ ના સમયકાળ સુધી તમારી અનુકૂળતા પ્રમાણે આ કાર્ય કરો અને પછી તમને જે સુખ-શાંતિ નો અનુભવ થશે તેનું તમે વર્ણન નહીં કરી શકો.અગિયારસ ના દિવસ દરમિયાન કુળદેવી ના દેવસ્થળે જઈને દેવી ના ચરણો મા શ્રીફળ વધેરવા થી જીવન મા ચારેય તરફ સમૃદ્ધિ આવી શકે છે. જે વ્યક્તિ નું સગપણ થતું ના હોય તે વ્યક્તિ જો શ્રીફળ અને ગોળ હનુમાનજી ના મંદિરે દર શનિવારે ભોગ સ્વરૂપે ધરે તો તુરંત જ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.જો તમે તમારી દેવી કે દેવતાને માનતા હોય તો તમારે તેમનું ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી માતાજી તમારા પર રાજી રહેશે.જે વ્યક્તિ ના મન મા દબાણ અને તણાવ નુ પ્રમાણ વધુ પડતું રહેતું હોય તેમણે દર સોમવાર ના દિવસે શ્રીફળ લઈને પાસે ના મંદિરે જઈને દેવતા કે દેવી નું ધ્યાન ધરવું.ત્યારબાદ એ શ્રીફળ ને એ મંદિરે જ પ્રસાદી સ્વરૂપે બધા ને વહેંચી દેવું.

કાલસર્પ દોષને કરે ખત્મ,કાલસર્પ દોષ જે લોકોની કુંડલીમાં છે તો લોકો મહિનામાં એ કવાર કાળા રંગનાં ધાબળા સાથે નાળિયેરનું દાન ગરીબ લોકોને કરે.આમ કરવાથી આપની કુંડલીમાં રહેલો કાલસર્પ દોષ દૂર થઈ જશે અને અન્ય પ્રકારનાં દોષથી પણ આપને રાહત મળી જશે.સફળતા મેળવવા માટે,કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્‍ત કરવા માટે આપ એક નાળિયેરને લાલ રંગનાં સુતરાઉ કાપડમાં વિંટાળી લો અને બાદમાં આ નાળિયેરને વહેતા જળમાં રવિવારનાં દિવસે પ્રવાહિત કરી દો.આ ઉપાય આપ ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી આપને આપના કાર્યમાં સફળતા પ્રાપ્‍ત ન થાય.

નોકરી મેળવવા માટે,જો આપને નોકરી મળવામાં સમસ્યા આવી રહી છે,તો આપ શુક્રવારનાં દિવસે મંદિરમાં જઈ મા લક્ષ્મીનાં ચરણોમાં નાળિયેર અર્પિત કરો.નાળિયેર અર્પિત કરવાથી આપને નોકરી જલ્દી જ મળી જશે.આ ઉપાય સિવાય આપ પીપળાનાં વૃક્ષની પૂજા કરી તેની પાસે નાળિયેર ચડાવી દો.આ ઉપાય પણ કરવાથી આપને મનચાહી નોકરી મળી જશે.અહી જણાવવામાં આવેલ ઉપાયથી તમે સુખ સમૃદ્ધિ તમારી નજીકમાં આવશે અને તમારું ધ્યાન માતાજી રાખશે.

ચારેબાજુ તમારી સુગંધ ફેલાશે આટલું જ નહીં પણ આ શ્રીફળ થી અસફળ કાર્ય ને પણ સફળ બનાવી શકાય છે જેનું ખાસ ધ્યાન રાખવું અને આ શ્રીફળ એટલે સ્વયં પ્રભુ નું સ્વરૂપ એવું પણ કહી શકાય કારણ કે શ્રીફળ મા પ્રાકૃતિક ગાળેલું પાણી ભરેલું હોય છે.આ ઉપરાંત પણ શ્રીફળ નો ઉપયોગ અનેક જગ્યાએ કરવામા આવે છે કારણ શ્રીફળને શુભ માનવામાં આવે છે તેથી અન્ય અનેકવિધ લાભો પણ પ્રાપ્ત થાય છે જેથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *