જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિ હિન્દુ ધર્મમાં ખાસ તહેવાર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે છ મહિના સૂર્ય દક્ષિણાયન માં રહે છે અને છ મહિના સૂર્ય ઉત્તરાયણમા રહે છે. મકરસંક્રાંતિ નો દિવસ એટલે કે ઉત્તરાયણ નો દિવસ દેવતાઓનો દિવસ માનવામાં આવે છે.
મકરસંક્રાંતિ તેના દિવસ પછી દિવસની અવધી લાંબી થઇ જશે. આજના આ લેખમાં અમે તમને મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવતા કેટલાક ચમત્કારીક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ઘણી બધી એવી વાતો છે જે મકરસંક્રાંતિ માં બતાવવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે આ ઉપાયો કરવાથી ઘણા બધા લાભ થઈ શકે છે. આ ઉપાય કરવાથી ધનમાં વૃદ્ધિ થશે, ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે, ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. મકરસંક્રાંતિના દિવસે આ ઉપાય કરવાથી સૂર્યદેવ ની અસીમ કૃપા તમારા પર બની રહેશે.
મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે ગંગાસ્નાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે કરેલું દાન અનેકગણું થઈને પાછું મળે છે. મકરસંક્રાંતિના દિવસે તલ-ગોળ અન્નનું દાન કરવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મકરસક્રાંતિના દિવસે આ પ્રકારનું દાન પુણ્ય કરવાથી તમારા કરેલા પાપ દૂર થાય છે. મકરસંક્રાંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે. ત્યારબાદ સૂર્યદેવને તાંબાના લોટા વડે જળ અર્પણ કરવાનું છે. સૂર્યદેવને જળ ચડાવતી વખતે તાંબાના લોટામાં પાણી એક ચપટી સિંદૂર અને થોડા તલ નાખવાના છે.
ત્યારબાદ સૂર્ય દેવને જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય દેવને જળ ચઢાવવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે સૂર્યદેવ ના આશીર્વાદ તમારા ઉપર બનેલા રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મકરસક્રાંતિના દિવસે તમારે હવન કરવું જોઈએ.
આ ફોન કરવા માટે તમારી ગાયના છાણા લેવાના છે. સફેદ અને કાળા તલ લેવાના છે. ત્યારબાદ એક કપૂર લવિંગ અને ગાયનું ઘી લેવાનુ છે. ત્યારબાદ એક બાજોઠ ઉપર સૂર્યદેવની મૂર્તિ રાખવાની છે અને સૂર્યદેવની મૂર્તિ સમક્ષ ગાયના ઘીનો દીવો કરવાનો છે.
મિત્રો ત્યારબાદ એક હવનકુંડ બનાવીને તેમાં ગાયના છાણા મૂકી કપૂર વડે તેને સળગાવવાનું છે. ત્યારબાદ તેમાં કાળા તલ સફેદ લવિંગ અને ઘી નાખવાનું છે. આ બધું જ નાખતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મકરસક્રાંતિના દિવસે આ રીતે હવન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપાય કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.