મકર શંક્રાંતિ ના દિવસે આ મંત્ર નો જાપ કરોદર વર્ષે દેશભરમાં મકર સંક્રાતિનો તહેવાર ધામધૂમથી અને પતંગ ઉડાવીને ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ પર્વને મકર સંક્રાતિ કહેવામાં આવે છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય ત્યારે તેના પ્રકાશમાંથી અમૃત વરસે છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણ થાય છે. એટલા માટે મકર સંક્રાંતિ પર સૂર્ય પૂજા કરવાનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે જે જાતક શુદ્ધ ઉચ્ચારણ સાથે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે તો અનેકગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
મકર સંક્રાંતિ પર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી જેટલો લાભ થાય છે તેટલો જ લાભ આ 5 સૂર્ય મંત્રથી થાય છે. આજે અહીં તમને આવા જ ફળદાયી સૂર્યમંત્ર વિશે જાણકારી મળશે. અહીં આપેલા પાંચ મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે.
5 ચમત્કારી સૂર્ય મંત્ર
1. ॐ घृणिं सूर्य्य: आदित्य:
2. ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा
3. ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:
4. ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ
5. ॐ ह्रीं ह्रीं सूर्याय नमः