મહિલા હોકી ટીમ ને મોદી સાહેબે ફોન કર્યો, અવાજ સાંભળતાં જ જોર જોર થી રડવા લાગી ખેલાડી

ભારતીય મહિલા હોકી ટીમનું બ્રોન્ઝ મેડલનું સપનું તૂટી ગયું છે. બ્રિટન સામેની મેચમાં હાર બાદ વડાપ્રધાન મોદીએ મહિલા હોકી ટીમની ખેલાડીઓ અને કોચ સાથે ફોન પર વાત કરી હતી. વડાપ્રધાનનો અવાજ સાંભળ્યા બાદ કેટલીક ખેલાડીઓ ભાવુક થઈ ગઈ હતી. ત્યારે પીએમ મોદીએ તેમનું મનોબળ વધારતા કહ્યું હતુ કે ટીમની ખેલાડીઓ દેશ માટે પ્રેરણા સમાન છે. તેમણે હોકી ટીમની રમતના વખાણ કર્યા હતાં.
આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતુ કે આપણે એક મેડલથી ચૂકી ગયા, પરંતુ ભારતીય મહિલા ટીમ ન્યૂ ઇન્ડિયાની ભાવનાને દર્શાવે છે. ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમનું શાનદાર પ્રદર્શન હંમેશા યાદ રાખવામાં આવશે.
ટીમની દરેક ખેલાડીએ ઉલ્લેખનીય સાહસ, કૌશલ અને લચીલાપણા સાથે શાનદાર પ્રદર્શન કર્યુ છે. ભારતને આ શાનદાર ટીમ પર ગર્વ છે.
પીએમ મોદીએ ખેલાડીઓ સાથે ફોન પર વાત કરતા તેમના પ્રદર્શનને લઈને વખાણ કર્યા હતા. આ દરમિયાન ખેલાડીઓની આંખો પણ ભરાઈ આવી હતી. પીએમ મોદીએ કહ્યુ મેડલ ભલે ન આવ્યો પણ આપનો મહેનત દેશની કરોડો દિકરીઓ માટે પ્રેરણા બની ગઈ છે. હું ટીમના તમામ સાથી અને આપના કોચને અભિનંદન આપુ છું.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ નવનીત કૌરને થયેલી ઈજા વિશે પણ માહિતી મેળવી હતી. ખેલાડીઓએ જણાવ્યુ હતું કે નવનીત કૌરને આંખ પર ઈજા થઈ છે અને ચાર ટાંકા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, તમે નિરાશ ન થતાં, દેશ આપના પર ગર્વ કરી રહ્યો છે. તમારા લોકોની મહેનતથી હોકીને આજે આગવી ઓળખ સાથે ફરી જીવંત થઈ રહી છે.