સામાન્ય રીતે આપણા હિન્દુ ધર્મમાં
નારિયેળ ને ખુબ જ શુભ માનવામાં આવે છે. આજ કારણ છે કે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલાં નારિયેળ વધેરવામાં આવે છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુ તેમની સાથે પૃથ્વી પર ત્રણ વસ્તુઓ લક્ષ્મી, નાળિયેર અને કામધેનુ લાવ્યા હતા.
આ સાથે નારિયેળ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે
આ સાથે નારિયેળમાં ત્રિદેવ એટલે કે બ્રહા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. આ સાથે એક માન્યતા અનુસાર શ્રીફળ પર રહેલ ત્રણ આંખોના નિશાન ભગવાન શિવ સાથે સંબંધિત છે. ટુંકમાં કહીએ તો શ્રીફળ ભગવાન સાથે જોડાયેલ એક શુભ વસ્તુ છે.
જો તમને પૈસા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે
તો તમારે ઇષ્ટદેવ ને નારિયેળ અર્પણ કરવું જોઈએ. તેનાથી ઘણી બીમારીઓ પણ દૂર કરી શકાય છે. જોકે તમે ધ્યાન આપ્યું હોય તો મહિલાઓને નારિયેળ ફોડવા પર પ્રતિબંધ છે. જોકે લોકો તેની પાછળનું કારણ જાણતા નથી.
તમને જણાવી દઈએ કે નારિયેળ પ્રજનન કાર્ય સાથે સંબધિત છે
સ્ત્રીઓ બીજરૂપ પછી જ બાળકને જન્મ આપે છે. આજ કારણ છે કે સ્ત્રી બીજ રૂપી નાળિયેર વધેરી શકતી નથી. કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. શનિની શાંતિ માટે નાળિયેર પાણીથી શિવલિંગ પર રુદ્રાભિષેક માટે શાસ્ત્રીય કાયદો પણ છે. ભારતીય વૈદિક પરંપરા અનુસાર શ્રીફળને શુભ, સમૃદ્ધિ, સન્માન, પ્રગતિ તથા સૌભાગ્યનું સૂચક તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે કોઈ વ્યક્તિની સગાઈ નક્કી થાય છે ત્યારે પણ શ્રીફળ ફોડવામાં આવે છે
અને મૃત્યુ પછી પણ નારિયેળ અર્પણ કરવાનો રિવાજ છે. આ સાથે વૈદિક ક્રિયાઓમાં સૂકા નારિયેળ નો ઉપયોગ કરવામાં આવે છે.જોકે ધાર્મિક બાબતોની સાથે સાથે નારિયેળ અનેક ઔષધીય ગુણ સાથે પણ જોડાયેલ છે. તેનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. જ્યારે તમે નારિયેળ પાણીનું સેવન કરો છો ત્યારે નબળાઈ દૂર થઈ શકે છે. આ સાથે આરામ પણ મળે છે.