નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતના પોતાના કેન્દ્રિય બજેટમાં મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના મહિલાઓના ઉત્કર્ષ માટે લાગુ કરવામાં આવી છે. સ્ત્રીઓ સામાન્ય રીતે પોતાના બચાવેલા રૂપિયા ઘરમાં જ રાખતી હોય છે. પરંતુ આમ કરવાથી તેમના રૂપિયા ઘરમાં જ પડ્યાં રહે છે. હવે સરકારે મહિલાઓ માટે એક બચત યોજના શરૂ કરી છે જેમાં તેઓ પોતાના બચાવેલા રૂપિયા મૂકીને તેના પર વ્યાજ મેળવી શકે છે. આ યોજના પર મહિલાઓને તેમની જમા રાશી પર ૭.૫% જેટલું વ્યાજ મળે છે. આવો જાણીએ આ યોજના વીશે વિગતવાર…
શું છે મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ
આ કેન્દ્ર સરકારની યોજના છે જે દેશની દરેક મહિલાઓ અને દીકરીઓને લાગુ માટે લાગુ કરવામાં આવી છે. આ યોજના સામાન્ય રીતે મહિલાઓ દ્વારા કરવામાં આવેલી બચતને સુરક્ષા અને સલામતી પ્રદાન કરે છે. જો કોઈ મહિલા તેના બચાવેલા રૂપિયા ઘરે જ રાખે તો શક્ય છે કે તે રૂપિયા જતાં દિવસે ચોરી થઈ જાય અથવા તો તેના કામમાં જ ના આવે. તેના વિપરિત જો કોઈ મહિલા આ યોજનામાં રૂપિયા રોકશે તો તેને તેના રોકેલા રૂપિયા પર ૭.૫% જેટલું વ્યાજ મળશે અને પાકતી મુદતે તેની રોકેલી રકમ પાછી મળી જશે.
મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનાના ફાયદા
• કેન્દ્રિય યોજના હોવાથી દેશની કોઈપણ મહિલા આ યોજનાનો ભાગ બની શકે છે.
• જો ૧૮ વર્ષથી નાની દીકરી માટે આ યોજનામાં ખાતુ ખોલાવવું હોય તો તે તેના વાલી/ માતા-પિતા અથવા ગાર્ડિયન દ્વારા ખાતુ ખોલાવીને આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.
• આ યોજના દેશની દરેક પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે.
• આ યોજનામાં કોઈપણ મહિલા ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૨,૦૦,૦૦૦ (૨ લાખ) રૂપિયાથી પોતાનું ખાતુ ખોલાવી શકે છે.
• આ યોજનામાં મહિલાઓ દ્વારા રોકેલી રકમ પર દર વર્ષે ૭.૫% વ્યાજ મળશે.
• આ વ્યાજ દર ત્રણ મહીને ખાતાધારકના ખાતામાં જમા થશે.
• જો તમે રૂપિયા ૨ લાખ રોકીને ખાતુ ખોલાવો છો તો ૨ વર્ષ પછી પાકતી મુદતે તમને ૨,૩૨૦૦૦ રૂપિયા મળશે. એટલે કે તમને ૨ વર્ષ પછી ૩૨૦૦૦ રૂપિયાનો ફાયદો થશે.
ધ્યાન રાખવા જેવી કેટલીક જરૂરી બાબતો
• આ યોજનાની મુદત ૨ વર્ષની હશે.
• જો કોઈ મહિલા ઈચ્છે તો ખાતુ ખોલાવ્યાના ૬ મહીના પછી આ ખાતામાંથી રૂપિયા ઉપાડી શકે છે. પણ તેને ૨% વ્યાજની પેનલ્ટી લાગશે.
• જો ખાતુ ખોલાવ્યાને એક વર્ષની ઉપર થઈ ગયું હોય તો તેમાંથી ૪૦% જેટલી રકમ ઉપાડી શકાય છે.
• જો આકસ્મિક સંજોગો જેવા કે, ખાતાધારક મહિલાનું અવસાન થાય, તેને અસાધ્ય રોગ થાય કે જેના માટે રૂપિયાની જરૂર હોય અથવા ખાતાધારકના વાલીનું મૃત્યુ થાય વગેરે સંજોગો પેદા થાય તો ખાતાધારક અથવા તેમના વતી તેમના વાલી કે માતાપિતા આકસ્મિક સંજોગોનું કારણ આગળ ધરીને ખાતામાં જમા પૂરેપૂરા રૂપિયા ઉપાડી શકે છે. આ પરિસ્થિતિમાં તેને કોઈપણ પેનલ્ટી નહીં લાગે. તેને ૭.૫% જ વ્યાજ મળશે.
• આ યોજના વર્ષ ૨૦૨૫ સુધી જ લાગુ રહેશે.
મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ ખાતુ કઈ રીતે ખોલાવશોદેશની કોઈપણ મહિલા પોતાની નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરીને ત્યાં આવશ્યક ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ અને પાન કાર્ડ આપીને એક સાદું ફોર્મ ભરીને આ યોજનામાં પોતાનું ખાતુ ખોલાવી શકે છે. જો મહિલાની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો તે તેના વાલી અથવા માતા-પિતાની મદદથી આ ખાતુ ખોલાવી શકે છે.
વધુ વાંચો:-