તાજેતરમાં મોટી સંખ્યામાં પુરૂષો અને મહિલાઓને આવરી લઇને કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, મહિલાઓ દિવસમાં 18 વખત સેકસ અંગે વિચારણા કરે છે. જ્યારે પુરૂષો દિવસમાં સેકસના સંબંધમાં 34 વખત વિચારણા કરે છે.તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે, મહિલાઓ અને પુરુષોની સેકસના સંબંધમાં વિચારણા બિલકુલ અલગ પ્રકારની રહી છે. અભ્યાસ અને સર્વેમાં જાણવા મળ્યુ છે કે, પુરૂષો એક દિવસમાં સેકસ અંગે જેટલી વખત વિચારણા કરે છે તેના કરતા મહિલાઓ અડધી વખત વિચારણા કરે છે. આનુ કારણ મુખ્ય રીતે ટેસ્ટોસ્ટેરોનની સપાટી હોય છે.
જો કે સેકસ ડ્રાઇવ મુખ્ય રીતે ટેસ્ટોસ્ટેરોનની સપાટી પર આધારિત રહે છે. આ એક પ્રકારના હોર્મોન તરીકે છે, જે પુરૂષોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. જ્યારે મહિલાઓમાં આ હાર્મોનની સપાટી ખુબ ઓછી હોય છે. આવી સ્થિતિમાં પુરૂષ મહિલાઓની તુલનામાં વધારે વિચારે તે સ્વાભાવિક છે. આ સાથે અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રેમ ઉપરાંત સેંકડો બાબતો એવી હોય છે જેના કારણે મહિલાઓમાં સેકસ અંગે વિચારણા કરવાની ફરજ પડે છે. નશાની સાથે સાથે મહિલાઓમાં પણ સેકસની ચાહત સતત વધતી રહે છે.