જ્યોતિષના અનુસાર ગ્રહોનો સંબંધ ધાતુઓ સાથે હોય છે. સૂર્યનો સંબંધ સોના અને તાંબા સાથે હોય છે. ચંદ્રમા અને શુક્રનું ચાંદી પર આધિપત્ય હોય છે. મંગળનું તાંબા સાથે કનેક્શન હોય છે. ગુરુનો સંબંધ સોના સાથે હોય છે. આ સિવાય શનિ અને રાહુનો સંબંધ લોખંડ સાથે હોય છે. તો જાણો મહિલાઓ સાથે તેમનું શું કનેક્શન હોય છે.
ગળામાં સોનું અને પગમાં ચાંદી પહેરવા પાછળ છે આ કારણ
જ્યોતિષમાં સૂર્યને માથા અને પગને શનિનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્ય અને શનિનો એકમેક સાથે શત્રુભાવ છે. આ સિવાય તમામ ધાતુની પ્રકૃતિ અલગ હોય છે. સોનાની પ્રકૃતિ ગરમ અને ચાંદીની ઠંડી હોય છે. શાસ્ત્રોમાં વ્યક્તિનું માથું ઠંડુ અને પગ ગરમ રહેવા જોઈએ. આ કારણ છે કે મહિલાઓ ગળામાં સોનું અને પગમાં ચાંદી પહેરે છે. મહિલાઓએ ભૂલથી પણ માથામાં ચાંદી અને પગમાં સોનું પહેરવું નહીં. આમ કરવાથી માનસિક સમસ્યાઓ વધી શકે છે.
નકારાત્મક અસર કરે છે સોનું
જ્યોતિષના અનુસાર સોનું નકારાત્મક અસર કરે છે. તુલા અને મકર લગ્નની મહિલાઓ સોનું ધારણ કરે છે તો તે ઉધારી અને બીમારીના ચક્કરમાં ફસાઈ જાય છે.
સોનું કોના માટે હોય છે શુભ અને અશુભ
મેષ, કર્ક, સિંહ અને ધન લગ્નને માટે સોનું ઉત્તમ માનવામાં આવે છે. તો વૃશ્વિક અને મીન લગ્નને માટે મધ્યમ પરિણામ આપે છે. વૃષભ, મિથુન, કન્યા અને કુંભ રાશિને માટે સોનું સારું હોતું નથી. આ સિવાય તુલા અને મકર રાશિને માટે સોનું ઓછું સારું પરિણામ આપે છે.
દામ્પત્ય જીવનમાં ખુશી માટે
દામ્પત્ય જીવનમાં ખુશી માટે ગળામાં સોનાની ચેઈન પહેરવી શુભ માનવામાં આવે છે. એકાગ્રતા વધારવા માટે તર્જની આંગળીમાં સોનાની વીંટી પહેરવાથી લાભ મળશે. ઘરમાં સોનું રાખવા માટે સૌથી ઉત્તમ દિશા ઈશાન અને નૈઋત્ય કોણ છે. ધ્યાન રાખવું કે સોનાને લાલ કપડામાં બાંધીને રાખવું જોઈએ.