મહેસાણા – એ વિકલાંગ યુવતી જેણે દાખલો બેસાડ્યો કે માણસ ધારે તો ઘણું કરી શકે

માણસ ધારે તો શું ન કરી શકે? આ વાત સાંભળવા તો અવારનવાર મળે છે પણ એવા લોકો જે આ વાતને પુરવાર કરે એમની કહાણી જાણવા મળે તો તે પ્રેરણારૂપ બની જતી હોય છે.
મહેસાણાનાં ચેતના પટેલ આવાં જ એક મહિલા છે જે કેટલાયને પ્રેરણા આપે છે. તેઓ વિકલાંગ છે અને તેઓ ચાલી નથી શકતાં પણ આ તેમના માટે કોઈ કારણ નહોતું કે તેઓ પગભર ન થઈ શકે. ચેતના પટેલ કહે છે, ‘હું 80 ટકા વિકલાંગ હોવાથી મને કોઈ
નોકરી આપતું નહોતું પણ હવે હું અથાણાંનો બિઝનેસ કરીને પગભર થઈ છું’.
તેઓ પોતે અથાણાં બનાવીને તેની ડિલિવરી પણ કરવા જતાં હોય છે. આ વીડિયોમાં જુઓ આ ગુજરાતી મહિલાની હિંમત અને મહેનતની કહાણી.
ચેતનાબેન જણાવે છે કે તેઓ એમ.એ. સુધી ભણેલા છે અને તેઓએ નોકરી માટે ઘણી જગ્યા એ તપાસ કરી પરંતુ નોકરી ન મળતા અંતે તેઓએ બિજનેસ કરવાનુ નક્કી કર્યુ. તેમણે ઘરે અથાણુ બનાવવાનો બિજનેસ ચાલુ કર્યો. આ કામમા તેમેને તેમના ઘરનો સાથ સહકાર પણ મળ્યો.
ચેતનાબેન અલગ અલગ જાતના અથાણા બનાવે છે. તેઓ વોટસએપ મારફતે અથણાનો ઓર્ડર બૂક કરે છે અને જાહેરાત પણ કરે છે. ત્યારબાદ તેઓ ઓર્ડર મુજબ ગામે ગામ જાતે જ એક્ટિવા લઇ ને ડિલિવરી કરવા પણ જાય છે. ધીરે ધીરે તેમનુ અથાણુ આજુ બાજુના ગામોમા પ્રખ્યાત થવા લાગ્યુ. ગ્રાહકો સાથે વાત કરતા જાણવા મળ્યુ કે તેમનુ અથાણુ ખૂબ જ સારુ છે છે અને તેઓ કાયમી ચેતનાબેન પાસે થી જ ખરીદે છે.
આમ ચેતનાબેન વિકલાંગ હોવા છતા પણ આત્મનિર્ભર બનીને વ્યવસાય કરીને કમાણી કરે છે જે સમાજ માટે ઉત્તમ પ્રેરણાદાયી ઉદાહરણ છે.