મેહનત કરી હશે તો પણ ધંધા માં દેવું થશે એ હકીકત છે

મેહનત કરી હશે તો પણ ધંધા માં દેવું થશે એ હકીકત છે

કે દરેક જગ્યાએ આપણો ધંધો સફળ(successful) જ થાય દરેક વ્યક્તિને મળીયે એટલે ધંધો મળી જ જાય એવું કોણે લખી આપ્યું છે એ વાત શક્ય જ નથી જંગલમાં જંગલનો રાજા સિંહ છે ને તે પણ દસ-દસ તરાપો મારે ને ત્યારે એક હરણીયું હાથ માં આવે છે એટલે કે કોઈ શિકાર પ્રાપ્ત થાય છે જંગલનો રાજા છે તોય એને કાય દરવખતે દોડે ને શિકાર હાથમાં નથી જ આવતો.

તમે ઘણીવાર ડિસ્કવરી ચેનલ ઉપર જોયું પણ હશે તો આપણે પણ આ વાત પરથી સમજવું કે સિંહ જ્યારે જ્યારે દોડે ત્યારે હરણીયું હાથમાં નથી આવતું તો એવું જ આપડા જીવનમાં આપણને દરેક વખતે સફળતા જ મળે એવું જરૂરી નથી જ જંગલનો રાજા ની વાત માં નથી આવતું એ તો પાંચ દસ વખત તરાપ મારે ત્યારે ગોઠવાય અને એય ઘણીવખત હરણ ચરતા હોય તો,

બે ત્રણ ચાર કલાક સુધી સિંહ ને પણ પોતાનો વ્યૂ ગોઠવવો બિચારો બે કલાક સુધી રાહ જોવે એમાં ક્યારેય ધીમે ધીમે નજર પડી જાય તો શિકાર છટકી પણ જાય આવું બને જ છે પાછું એટલે આ એક મુદ્દો દરેકે શીખવો જ જોઈએ હંમેશા ધીરજ રાખવી સિંહ જંગલનો રાજા છે તો પણ ધીરજ રાખે જ છે કે આ વખતે શિકારના થયો તો પાછું તરત બીજા શિકાર માટે ગોઠવણ ચાલુ કરી દેવાની.

ધીરજ રાખતા શીખવાનું ઉદ્યવેગમાં નહીં આવી જવાનું આવું કેમ થયું આમ જોઈતું તું આવું કેમ બન્યું ભાઈ હવે થવું જોઈતું તું પણ નથી થયો હોય તો શું કરી શકશો થવું થવું જોઈતું તું પણ સંજોગ અને પરિસ્થતિને કારણે નથી થયું તો તારે શું કરવું છે એનો નવો વિચાર કરવો થઈ ગયું એ થઈ ગયું છે.

ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખજો તમને સાહજિકતા રહેશે તમને તણાવ નહીં આવે જીવન સરળ અને સહજ જશે આનંદથી જશે જીવન વિષે એક વાત જરૂર સમજવી કે 70-80 વર્ષ નું જીવન છે એમાં અડધું જીવન મોઢું લટકાવીને ફરીયે તો જિંદગી બધું હમણાં થઈ જતું રહ્યું છે અને અવસાન બાદ કોઈ ચંદન માં સળગાવે કે સાદા લાકડા માં સળગાવે કોઈ ફર્ક પડતો જ નથી.

આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે હું કેમ આનંદથી જીવન જીવી ના શકું એવું જરૂરી નથી કે દસ કરોડનું બેંક બેલેન્સ હોય તો જ આનંદ થી જીવાય મુકેશ અંબાણી પણ સાંજ પડે સોના ની કઢી નથી પીતાં એને પણ ખીચડી જોડે ખાવી હોય તો છાસ ની જ કઢી પીવી પડે બસ એજ રીતે આપડા ઘરમાં ય છાસ ની જ હોય છે કઢી તો પણ આપણને જે મળ્યું છે એનો જીવનમાં આનંદ જ નથી એ વિકસાવવા ની જરૂર છે.

એટલે કોઈ અબજોપતિ સોનાની કઢી પીતું નથી અને મોટા સરસ કરોડના બંગલામાં બેડરૂમમાં ઠંડકમાં છે ઊંઘ આવે ને એ આપણને પણ આપણા ટુ બીએચકે માં પણ આવે છે આવે છે કે નહીં તો પછી આ ભગવાને આપેલ જીવનને આનંદમય અને સુખ શાંતિ રીતે જીવો ને ખોટી રીતે દુઃખી થવાની ક્યાં જરૂર જ છે હંમેશા અન્યની સરખામણી માં તમને મળેલ વધારે વસ્તુ નો ખ્યાલ રાખવો નહીં કે ઓછી.

કેવાનું પોતાની જાતને કે મારુ કે સપનું હતું પુરુષાર્થ પણ મેં કરી લીધો પણ એમાં ભગવાનની મરજી કંઈક જુદી હશે તો તમે નક્કી કરેલ ગોલ સુધી ના પોંહચી શક્ય અથવા થોડાં દૂર રહી ગયા જો થોડા કારણો થી વંચિત રહી ગયા તો ફરી એકવાર બમણા ઉત્સાહ અને ઉમંગ સાથે કાર્ય ચાલુ જ કરી દેવાનું અને પ્રગતિ કરવી એ તો મનુષ્યનું કર્તવ્ય છે.

પણ શીખવાનું એ છે ટેન્શન અને સ્ટ્રેસ ના આવે લોકો ખુબ મોટા અને ખોટા પગલાંઓ ભરી લેતા હોય છે ટેન્શનમાં આવી જાય રાતોરાત એને અબજોપતિ ને કરોડોપતિ બનવું હોય એટલે મોટું દેવું કરી નાખે વ્યાજે પૈસા લઈ આવે 3 ને 4 ટકાના વ્યાજે પૈસા લઈ પછી એ રૂપિયા ધંધા માં નાખે પછી સરખું આવે નહીં અંતે બધા દરવાજા બંધ થયેલા જોવે એટલે પછી ન ભરવાના પગલાં ભરી લેતા હોય છે.

એ તો મ- રતા મરે પણ પાછળ બીજા દસ ને ડુબાડતો જાય યાદ રાખજે રાતોરાત કોઈ કરોડપતિ બનતું જ નથી બાકી તો કેટલાય બની જાય પ્રામાણિક પુરૂષાર્થ કરીને એક-એક ડગલું ધીમે ધીમે આગળ જવાનું તમારી સિક્યુરિટી રહે તમારા પત્ની સંતાન અને તમારા પરિવાર તમારા ઘરે વડીલ માપ હોય એની સિક્યુરિટી પણ રહે કારણકે,

કંઈક તમેં મોટુ પગલું ભરી જાવ પછી એમાંથી મોટો પ્રશ્નો થાય એને તમે જિંદગી ટૂંકાવવા સુધી પોંહચી જાવ તો તમારા પછી પરિવારને કેટલા પ્રશ્નો કરણકે તમે એકલા જ ઘરમાં આખા પરિવાર ને નભાવતાં હતા પછી તમારા સંતાનો તમારા પતિ અને સંતાનો મોટા કરવા ઉછેરવા ભણાવવા કંઈક બનાવવા અને સેટલ કરવા કેટલી ઉપાધિઓ વધી જતી હોય છે

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *