બે સદીઓ થી વધારે બ્રિટિશ શાસકો એ ભારત પાર શાસન કર્યું, એ દરમિયાન એમણે ક્યારેય આપણી ભારતીય સંસ્કૃતિ ને ન સ્વીકારી. તેથી તેઓ આપણી માટે હંમેશા બહારવટિયાઓ જેવા હતા.
ઉલટું, આ શાસકો એ ઘણી બધી ચર્ચઓ નો નિર્માણ કર્યો અને ઘણા ભારતીયો ને ખ્રિસ્તી ધર્મ અપનાવવા મજબૂર પણ કર્યા હતા. પણ આપણે એવું ના કહી શકીએ કે બધા જ શાસકો આવા હતા. એ લોકો માંથી એક અપવાદ રૂપ કહી શકાય તેવા એક બ્રિટિશ શાસક ની આ સાચી કહાની બહુ જ પ્રસિદ્ધ છે. મધ્ય પ્રદેશ ના માલવા ડીટ્રીક્ટ ના આગર શહેર માં આવેલા બૈજનાથ મહાદેવ ના મંદિર નું બ્રિટિશ દંપતિ એ 1883 ની આસપાસ માં પુનર્નિર્માણ કર્યું હતું. આગર, માલવા ના મ્યુનિસિપલ કોર્પોરેશન એ પણ આ કહાની ને સાચી પુરવાર કરી છે.
પણ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે શા માટે એક બ્રિટિશ દંપતી જેનું દૂર સુધી હિન્દુત્વ સાથે કોઈ સંબંધ નથી, અને તેઓ એક મંદિર માટે પુસ્કળ રૂપિયા ખર્ચી ને તેનું નવનિર્માણ કરાવે છે? ચાલો તો જાણીએ પુરી કહાની અને આપણા આ પ્રશ્ન નો ઉત્તર!
1879 માં બ્રિટીશ ભારતના સમય દરમિયાન, લેફ્ટનન્ટ કર્નલ સી માર્ટિન આગર, માલવા વિસ્તારમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની અફઘાન સામે યુદ્ધ લડત ચાલુ હતી. તેથી લેફ્ટનન્ટ કર્નલ માર્ટિન ને સરહદ ની પેલી પાર મોકલવામાં આવ્યા હતા. તે અને તેમની પત્ની નો પત્ર દ્વારા એકબીજા સાથે કાયમી સંદેશ વ્યવહાર થતો હતો. જ્યારે તેઓ સરહદ ની પેલી પાર ગયા હતા ત્યારે પણ તેમણે પોતાની પત્નીને સંદેશો મોકલ્યો કે તે હજી બરાબર છે.
પણ થોડા મહિનાઓ પછી એકાએક, પત્રો બંધ થઈ ગયા. અફઘાની યુદ્ધ ભૂમિ બ્રિટિશ સરકારની તરફેણમાં ન હતી, અને યુદ્ધ પણ ગંભીર થયી ગયો હતો કારણ કે અફઘાન સૈનિકો બ્રિટિશ સૈનિકો ને હરાવી રહ્યા હતા. હવે આ બધું જોઈ ને માર્ટિનની પત્નીને તેના વિષે ચિંતા થવા લાગી હતી.
માર્ટિનની પત્ની પાસે તેના પતિ સાથે વાતચીત કરવાની કોઈ રીતે શક્યતા નહોતી, અને આ બાબત હવે તેના માટે ચિંતા નો વિષય બની રહી હતી અને તેના આરોગ્ય ને પણ અસર કરવાનું શરૂ કર્યું હતું.
એક દિવસ, જયારે માર્ટિન ના પત્ની ઘોડે સવારી કરતા કરતા બૈજનાથ મહાદેવ ના મંદિર પાસે થી પસાર થયા ત્યારે મંદિરની અંદર પૂજા અને મંત્રોચાર થયી રહ્યા હતા, તે સાંભળી ને તેના તરફ ખુબ જ આકર્ષિત થયા.
તેથી, તે મંદિર માં ગયા અને. તેમણે ત્યાં કેટલાક બ્રાહ્મણો ને જોયા, અને તેમણે તેમની બધી જ સમસ્યાઓ એ બ્રાહ્મણ ને કીધી.
ત્યારે ત્યાં રહેલા એક વરિષ્ટ પૂજારી એ કહ્યું કે ભગવાન શિવ તેમના ભક્તોની પ્રાર્થના જરૂર સાંભળે છે અને તેમને મુશ્કેલ સંજોગોમાંથી પણ જરૂર બહાર લઈ આવી શકે છે. તે પૂજારી એ માર્ટિન ના પત્ની ને લઘુરુદ્ર ના અનુષ્ટાન નો “ઓમ નમઃ શિવાય” મંત્ર ને 11 દિવસ માટે જાપ કરવા ની સલાહ આપી.
તેમણે પૂજારીજી ના બતાવ્યા પ્રમાણે સાચા દિલ થી પ્રાર્થના કરી અને મહાદેવ પાસે માનતા કરી કે જો તેમના પતિ સુરક્ષિત રીતે ઘરે પરત ફરે, તો તે મંદિરનેં ફરી નવું બનાવશે.
પુરા 11 દિવસ માટે પ્રાર્થના કર્યા પછી, તેમને બરાબર 11 માં દિવસે તેમના પતિ નો પત્ર મળ્યો તેમાં તેના પતિ એ એવું લખ્યું હતું કે અંગ્રેજોએ યુદ્ધ જીતી લીધું છે અને તે સહી સલામત અને સુરક્ષિત છે.
એટલું જ નહિ પણ માર્ટિને સાથે સાથે એક ચોંકવાનરી વાત પણ એ પાત્ર માં લખી કે કેમ એક યોગી એ તેમને બચાવ્યા. એણે જણાવ્યું કે અમુક અફઘાન સૈનિકો એ તેને પકડી ને બંદી બનાવી લીધો હતો અને તેને ખુબ જ ટોર્ચર કરી રહ્યા હતા. એણે તો માની જ લીધું હતું કે તે હવે નહિ બચે અને તેનું મૃત્યુ નક્કી છે. પછી એણે જણાવ્યું કે ત્યારે જ અચાનક, એક યોગી પોતાના હાથમાં ત્રિશૂળ સાથે સિંહ ના ચર્મવાળા પહેરવેશ માં તે સ્થળ પર આવ્યા ને એ બધા અફઘાન સૈનિકો સામે યુદ્ધ લડી ને મને બચાવ્યો.
તેમણે એમ પણ લખ્યુ કે યોગીએ એમને કહ્યું કે તેઓ અહીં તેને બચાવવા માટે આવ્યા છે કારણ કે યોગી તેમની પત્નીની ભક્તિ અને પ્રાર્થનાથી મજબૂર થયા અને છેવટે પ્રસન્ન થઇ ને આવ્યા હતા. આજે પણ આ સમગ્ર વાર્તા બૈજનાથ મહાદેવ મંદિર માં એક શિલ્પ માં કોતરી ને સંગ્રહાયેલી છે.
લેડી માર્ટિન પાત્ર માં આ બધું વાંચી ને ખુશી ના આંસુ સાથે મહાદેવ ના ચરણો માં પડી ગયા. અને જે માનતા કરી હતી તેના પ્રમાણે જયારે તેમના પતિ પાછા ફર્યા ત્યારે 15,000 રૂપિયા નું દાન કરી ને તેમણે પુરા મંદિર નું પુનઃ નવનિર્માણ કરાવ્યું. આ બધા પછી તે બંને લોકો ભગવાન શિવ ના હંમેશા માટે બહુ મોટા ભક્ત થઇ ગયા.
અહીંયા આપણ ને એવું લાગતું હશે કે દાન આપ્યું તો બસ ખાલી 15,000 જ, તો તમને એટલું જણાવી દઈએ કે 1883 ની આસપાસ 15000 એટલે આજના 1.5 કરોડ સમાન કહેવાતા.
તો આ સ્ટોરી તમને ગમી હોય તો લાઈક અને શેર કરતા નહિ ભૂલતા.
ૐ નમઃ શિવાય | હર હર મહાદેવ