શું તમે જાણો છો આ લોકોએ જીવન માં દરરોજ મગ ખાવા જ પડશે જાણીલો કારણ

શું તમે જાણો છો આ લોકોએ જીવન માં દરરોજ મગ ખાવા જ પડશે જાણીલો કારણ
દરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે અને જો ન બનતા હોય તો આ વાંચ્યા પછી તમે જરૂરથી તેના પર અમલ કરશો. મગ પ્રોટીનના સૌથી સારા પ્લાન્ટ બેઝ્ડ સ્ત્રોત પૈકી એક છે. તેમાં એમેનો એસિડ ખૂબ સારા પ્રમાણમાં છે, જેમ કે, ફેનિલાલાઈનાઈન, લ્યૂસીન, આઈસોલ્યૂસીન, વેલિન, લાઈસિન, આર્જિનિન વગેરે…મગમાં વિટામિન, પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ પણ ખૂબ ઉંચુ હોય છે. જ્યારે સ્પ્રાઉટ એટલે કે ફણગાવેલા મગમાં કેલરી ઓછી હોય છે પણ એન્ટી ઑક્સિડેન્ટ અને એમિનો એસિડ્સ વધુ પ્રમાણમાં હોય છે. આજે અમે તમને જણાવીશું મગમાં કયા પોષક તત્વોની માત્રા કેટલી હોય છે.કેલરી – 212વસા – 0.8 ગ્રામપ્રોટીન – 14.2 ગ્રામકાર્બ્સ – 15.4કોલેટ (બી9) : રોજના સેવનના 80%મેગેનિઝ – RDIનું 30%મેગ્નેશિયમ – RDIનું 24%વિટામિન બી – RDIનું 22%ફોસ્ફરસ – RDIનું 20%આયરન – RDIનું 16%કૉપર – RDIનું 16%પોટેશિયમ – RDIનું 15%ઝિંક – RDIનું 11%વિટામિન બી2, બી3, બી5, બી6 અને સેલેનિયમ

મગમાં રહેલા ઉચ્ચ એન્ટી ઑક્સિડેન્ટ ગંભીર રોગોના જોખમ ઘટાડે છે. તેમાં રહેલા વિટેક્સિન અને ઈસોવિટેક્સિનથી હિટ સ્ટ્રોકની શક્યતા ઘટે છે. આ ઉપરાંત બેડ કૉલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટ એટેકનો ખતરો પણ ટાળે છે. મગમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયલ હોવાને લીધે લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રહે છે. આ સિવાય ફાઈબર અને રેસિન્ટન્ટ સ્ટાર્સ પાચનક્રિયાને સરળ બનાવે છે.

મગમાં રહેલા પોષક તત્વોને કારણે બ્લડ શુગરનું લેવલ ઘટે છે સાથે સાથે ભૂખને ઓછી કરી હોર્મોનમાં વધારો અને વજનમાં ઘટાડો કરે છે.

આ ઉપરાંત મગમાં રહેલા ફોલેટને લીધે મહિલાઓને પ્રસૂતિ દરમિયાન રાહત રહે છે. ફણગાવેલા મગ ખાવાથી વાળ ખરતા અટકે છે. આમ, અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *