દુનિયા આખીમાં વસ્તી વિસ્ફોટને લઈને હેરાન-પરેશાન છે. વધતી જતી જનસંખ્યાના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવવા લાગી છે. જેમાં પ્રદુષણનું સ્તર વધવાથી લઈને ગ્લોબલ વોર્મિંગ સુધીનો સમાવેશ થાય છે. અનેક દેશો તેમાં પણ ખાસ કરીને ચીને તો તેની જનસંખ્યા પર લગામ કસવા આકરા નિયમો પણ લાગુ કરી દીધા છે. અહીં એકથી વધારે બાળક પેદા કરવા પર અનેક પ્રકારની સુવિધાઓથી હાથ ધોવા પડે છે. પરંતુ એક દેશ એવો પણ છે કે જ્યાં બધુ આનાથી ઉળટું થઈ રહ્યું છે.
અહી એક દેશમાં જો 7 બાળકો પેદા કરવામાં આવે તો તેને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે ઉપરાંત તેને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આ દેશનું નામ છે કઝાખસ્તાન. અહીં 7 બાળકો પેદા કરનારી મહિલાને હીરો મધર્સની ઉપાધી પણ આપવામાં આવે છે.
અહીં મહિલા જો મહિલા 6 બાળકોને જન્મ આપે તો તેને સિલ્વર મેડલ આપવામાં આવે છે. આ મહિલાઓને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. જ્યારે 7 બાળકોને જન્મ આપનારી મહિલાઓને મેડલ ઉપરાંત અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં જીવનભર સરકારી ભથ્થાનો સમાવેશ થાય છે. આ ભથ્થા પ્રમાણે મહિલા અને તેના પરિવારને આજીવન મફતમાં રાશન અને ઘર ખર્ચ આપવામાં આવે છે.
કઝાખસ્તાનમાં અસરકાર ગર્ભવતી મહિલાઓને આર્થિક મદદ કરે છે. અહીં હીરો મધર કહેવડાવવા માટે 4 બાળકો હોવા જરૂરી છે. જો ચાર કે તેનાથી વધારે બાળકો ના હોય તો તે મહિલાને કોઈ જ માસિક ભથ્થુ મળતુ નથી.
કઝાખસ્તાન સામાજીક વિભાગની અક્સાના આલૂસેજોવાના મતે વધારે બાળકો પેદા કરવા અહીંની સરકારી નીતિનો એક ભાગ છે. અહીં દેશની વસ્તી ખુબ જ ઓછી છે. જો વધારે બાળકો પેદા થશે તો અમારા દેશની વસ્ત્તી પણ વધશે.