લોકો છેતરી ના જાય તે માટે શુ કરવું..

Posted by

આધુનિક સુખ-સગવડો આ સાયન્સ એન્ડ ટેકનોલોજી મોબાઈલ અને ઈન્ટરનેટ એ આશીર્વાદ છે કે શ્રાપ છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેક થી વાપરે તો આશીર્વાદ છે વિવેક ચુકે તો શ્રાપ છે ઇલેક્ટ્રિકસીટી ચોક્કસ આશીર્વાદરૂપ છે પણ તમે પ્લગ માં આંગળી નાખો તો ખોટું એમ તમે નોકરી ધંધા વેપાર અને વિદ્યાર્થી ભણવામાં,

તમારે લેપટોપ મોબાઈલ વગેરે સાધનોની જરૂર છે તો વાપરો એની કોઈ ના નથી પણ તમારે વિવેક રાખવો પડશે કય સાઈટ ઓપન થાય અને કઈ ના થાય અને એ વિવેક જો ચૂકશો તો છૂટાછેડાના પ્રશ્ન આવશે લવ યુ જિંદગી બગડી જશે કારણ કે વૃત્તિઓ ફંટાવા માંડે છે તમે પરિણીત વ્યક્તિ છો તમારો પરિવાર છે તમારા પાંચ-પચ્ચીસ સારા મિત્રો છે.

પછી માઇલો દૂર જેને જિંદગીમાં તમે ક્યારેય મળવા નથી એવા સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ ઉપર જઈને ખોટા નવા મિત્રો ઉભા કરવાની જરૂર જ શું છે તમે છેલ્લા અઠવાડિયાથી તમારા દીકરા સાથે 15 મિનિટ બેઠી નથી શકતા પણ સોશિયલ નેટવર્ક પર જાવ છો તો તમારા જેટલો કોઈ મૂર્ખ નથી તમને પરિવારના સંબંધોની કોઈ ચિંતા કે કિંમત નથી.

પરણિત વ્યક્તિ હોય કે અપરણિત સોશ્યલ નેટવર્ક સાઈટ પર જશો એટલે પ્રશ્ન આવશે જ, હમણાં અમેરિકામાં ડિવોર્સ લોયર્સની એક કોન્ફ્રન્સ થઈ જે ત્રણ દિવસ ચાલી 300 લોયર્સ ભેગા થયેલા અને એ બધા ને 18 કલાક ના કામો હતા આ 300 લોયર્સની ત્રણ દિવસની મિટિંગ પછી સારા રૂપે એક રિપોર્ટ તૈયાર થયો એ રિપોર્ટની કોપી નેટ ઉપર પણ છે તમને પણ ઉપલબ્ધ થશે.

એમાં young couples માં ડિવોર્સ થવાના કારણોમાં જે 22 25 થી 30 સુધી યંગ કપલ ડિવોર્સ થવાના જે મુખ્ય કારણો લખ્યા એમાંનું બીજા કે ત્રીજા ક્રમાંકે મુખ્ય કારણ છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ ત્યાં પછી ખોટી મિત્રતા બંધાઈ જાય તો પછી પ્રશ્ન થાય જ તમે વધારે પડતો સમય સ્ક્રીન પર કાઢો એટલે,

તમારા પતિ કે પત્નીને શંકા જશે જ અને અનેક પ્રશ્નો અને વિખવાદો ઉભા થશે જ એટલે એક નિયમ રાખજો તમે લેપટોપ અને મોબાઈલ ફોન ને વાપરો ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરો એકબીજા સાથે વાતચીત માટે વગેરે તમામ સગવડો માં વાપરો પણ વિવેક ચુકી ને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ક્યારેય ઓપન ના કરતા અને અપરિગ્રહ નું વ્રત તમામ લોકો એ ખાસ પાળવું જ જોઈએ.

તમે જ શાંતિથી વિચારો ને કે જે વ્યક્તિ કોઈ અન્ય દેશ કે શહેરમાં રહે છે જેને તમે ઓળખતા નથી ક્યારેય જોયો નથી એને એની જોડે મિત્રતા બાંધો તો પછી પ્રશ્નો તો થવાના જ બની શકે એ પાત્ર જ અસ્તિત્વમાં ના હોય એ નામ નું વ્યક્તિ જ ઉપલબ્ધ ન હોય ત્યારે તમે ખોટી રીતે છેતરાય જાવ છો એટલે આ ઓનલાઇન મિત્રતાના ખોટા મોહ અને માયાજાળ માં ફસાવું નહીં નહીંતર પછી રોવાનો જ વારો આવશે.

અને આ બધી આપડી આજુ-બાજુ માં બનતી ઘટનાઓ જ ડિવોર્સ નું મુખ્ય કારણ બનતી હોય છે પરંતુ આપણા શાસ્ત્રોમાં સ્ત્રી પુરુષ મર્યાદા લખેલ છે એ મર્યાદા તમે ઓળંગો એટલે પ્રશ્ન આવશે જ અને આને કારણે તો અનેક ના નામ ખોવાય ગયા છે મોટા મોટા માંધાતાઓનું પણ કશું જ ચાલતું નથી ગયા વર્ષે કેબિનેટ મિનિસ્ટર ને પણ રાજીનામાં આપવા પડ્યા અને કેટલીય મોટી મોટી એમએનસી ના મુખ્ય માણસોને રાજીનામું આપવું પડ્યુ.

એટલે સ્ત્રી પુરુષ મર્યાદા માં તમે ખ્યાલ નહીં રાખો તો પરિવાર બરબાદ થશે ડિવોર્સ આવશે અને હેરાન થઈ જશો એક જગ્યાએ તમે પવિત્ર ગ્રંથિઓ થી જોડાયેલા છો તો એની પવિત્રતા આજીવન જાળવી રાખવી અને અત્યારે તો સમાજમાં ડિવોર્સનો ખુબ મોટો પ્રશ્ન છે જ તમે માની બેસો કે મારું ધાર્યું કામ થાય મારી ઈચ્છા પ્રમાણે થાય તો આ કેહવત યાદ રાખજો કે રાજા રામ નું પણ ધાર્યું થયું નથી કહેવત તો આપડું તો કઇ રીતે થશે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *