આજકાલની આ ભાગદોડવાળી જિંદગીમાં લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે, ત્યાં દુનિયામાં અમુક એવા પણ લોકો છે, જ્યાં લોકો ગમે ત્યારે સુઈ જાય છે. વાતો કરતા કરતા પણ સુઈ જાય છે આ ગામના લોકો. રોડ પર ચાલતા ચાલતા પણ ઊંઘ આવી જાય છે. તમે વિચારતા હશો કે, આવું તે કંઈ હોતું હશે. અચાનક વાતો કરતા કરતા અને ચાલતા કોઈ માણસ કેવી રીતે સુઈ જાય.આ મામલો છે કઝાકિસ્તાનનો.અહીંના કલાચી ગામમાં લોકો ગમે ત્યારે સુઈ જાય છે. લોકોની ઊંઘનું એવું તે છે કે, ક્યારેક ક્યારેક તો રહસ્યમયી રીતે સુઈ જાય છે કે, મહિના સુધી નથી ઉઠતા. જ્યારે આ લોકો સુઈને ઉઠે છે, તો એમને કશુંય યાદ રહેતું નથી. આ લોકો સુઈને ઉઠ્યા બાદ અવનવી વાતો કરવા લાગે છે.
કલાચી ગામનો આ મામલો પહેલી વાર વર્ષ 2010માં સામે આવ્યો હતો, જ્યારે ત્યાંની એક સ્કૂલના વિદ્યાર્થી શાળામાં અચાનક સુઈ ગયા હતા. ત્યાર બાદ આ બિમારીના દર્દીઓની સંખ્યા વધવા લાગી. ત્યારથી વૈજ્ઞાનિકો આ ગામ પર સંશોધન કરી રહ્યા છે. જો કે, વૈજ્ઞાનિકો કે, ડૉક્ટર કોઈ પણ પ્રકારની ચોક્કસ તારણ પર આવ્યા નથી કે, કંઈ રીતે શક્ય બને.તો વળી સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ સ્લીપિંગ ડિસઓર્ડરનું એક કારણ છે યુરેનિયમ માઈંસ. યુરેનિયમમાંથી નિકળતો ગેસ આપણા શરીર પર ખૂબ અસર કરે છે. આ ગેસથી લોકો બેભાન પણ થઈ જાય છે.
લોકો હવે ગામ ખાલી કરી રહ્યા છે !
આ બિમારીના કારણે લોકો આ ગામને ખાલી કરી રહ્યા છે. વિતેલા થોડા સમયમાં કેટલાય લોકો આ ગામ છોડી અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા છે.