લગ્ન બાદ કપલે શેર કર્યો સુહાગરાતનો વીડિયો, ભડકેલા લોકો બોલ્યાં, કંઈક તો શરમ રાખો

Posted by

સોશિયલ મીડિયામાં છવાઈ જવા લોકો જાતજાતના હથકંડો અપનાવતા હોય છે. કેટલાક તો વળી તેનાથી પણ આગળ જઈને અંગત જીવન શેર કરતા પણ અચકાતા નથી. આવી સ્થિતિની ટાળવાની જરુર છે.

વ્યૂઅરશીપ માટે વીડિયો શેર કર્યો

ગોવાના એક કપલે પણ જાણે દુનિયાને તેમની સુહાગરાત દેખાડી દેવાની ઘેલછા ઉપડી અને તેમણે ફોટા અને વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર મૂકી દીધા જે વાયરલ થયા હતા. કપલે તેમના લગ્ન બાદ સુહાગરાતનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અલબત્ત આ વીડિયો વલ્ગર નથી અને તેમાં કપલે વ્યૂઅરશીપ માટે વીડિયો શેર કર્યો હોવાનું જણાઈ રહ્યું છે.

લોકો બોલ્યાં- કંઈક તો શરમ રાખો

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયા બાદ વીડિયો જોઈને લોકો ભડકી ઉઠ્યાં હતા અને કપલની ટીકા કરી હતી. લોકોએ આવા કપલને ઈન્સ્ટાગ્રામ પર આવું ન કરવાની તાકીદ કરી હતી કારણ કે ઈન્સ્ટાગ્રામ પર નાનાથી માંડીને મોટા સુધીના લોકો ફોટો અને વીડિયો શેર કરતા હોય છે.

અગાઉ પણ આવા વીડિયો આવી ચૂક્યા છે

સોશિયલ મીડિયાની દુનિયામાં વીડિયો વાયરલ થવા કંઈ નવી નવાઈની વાત નથી પરંતુ અશ્લિલ વીડિયો વાયરલ કરવા અનૈતિક છે અને સાથે ખતરનાક પણ. તેમાં નૈતિક અધપતનની સાથે સાથે ફોજદારી ગુનો પણ લાગુ પડી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Arushi Sagar (@arushirahulofficial)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *