કિન્નર કે જેને આપણે ટ્રાન્સજેન્ડર પણ કહીએ છીએ, તેમની દુનિયા હજારો રહસ્યોથી ભરેલી છે. તેમના સમુદાયના રહસ્યોથી પડદો ઉઠવાનો હજુ બાકી છે. કિન્નરોનાં ઘણા એવા રહસ્ય છે, જેનાથી દુનિયા આજે પણ અજાણ છે. તેવામાં તેમના રહસ્યોને દરેક વ્યક્તિ જાણવા માગે છે. આજે અમે તમને કિન્નરો વિશે એક એવી વાત જણાવવા જઇ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ કામની છે. તે વાત તો આપણે બધા જાણીએ છીએ કે કિન્નરો તહેવારથી લઈને લગ્ન અને મુંડન જેવા શુભ કાર્યોમાં બોલાવવામાં આવે છે. પરંતુ તે વાત ખૂબ જ ઓછા લોકોને માલુમ હશે કે વ્યક્તિ પર કિન્નરનાં આશીર્વાદથી ધન-દોલતની વરસાદ પણ થઈ શકે છે. આજે અમે તમને તેના વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે કઇ રીતે કિન્નરનાં આશીર્વાદથી ધન-દોલતની વરસાદ કોઈ વ્યક્તિ પર થઈ શકે છે.
કિન્નરનાં આશીર્વાદથી ધન-દોલતનો વરસાદ
તમને જણાવી દઈએ કે કિન્નરોની દુનિયા જેટલી બહાર થી અલગ દેખાય છે, તેટલી જ અંદરથી રહસ્યમયી છે. વળી તેમના રિવાજો અને સંસ્કાર અન્ય ધર્મોથી બિલકુલ અલગ છે. આ સમુદાયને આપણે લોકો થર્ડ જેન્ડર, ટ્રાન્સજેન્ડર અને કિન્નર જેવા અલગ અલગ નામથી ઓળખીએ છીએ. આજે અમે તમને કિન્નરો સાથે જોડાયેલ એક એવા રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કદાચ તમે નહીં જાણતા હોય. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે તમારા ઉપર કિન્નરનાં આશીર્વાદથી ધન-દોલતનો વરસાદ થઈ શકે છે.
એવી માન્યતા છે કે કોઈ કિન્નરનાં આશીર્વાદ તમારી સાથે હોય તો તમે ક્યારેય પણ નિર્ધન રહેતા નથી. તેવામાં કહેવામાં આવે છે કે જો તમને ખૂબ જ મહેનત કરવા છતાં પણ પૈસાની કમી થઈ રહી છે, તો તમારે કોઈ કિન્નરનાં આશીર્વાદ લેવા જોઈએ. જો તમને એવું લાગી રહ્યું છે કે તમે તમામ કોશિશ કરવા છતાં પણ સફળ થઈ રહ્યા નથી, તો તમારે કિન્નરને ક્યારેય પણ નારાજ કરવા જોઈએ નહીં, તેનાથી તમારી સૂતેલી કિસ્મત પણ જાગી જાય છે.
જો તમે ઈચ્છો છો કે તમારા ઉપર કોઈપણ પ્રકારની પરેશાની ન આવી અને તમે જીવનમાં અમીર બનો તો કિન્નરને ક્યારેય પણ નારાજ કરવા નહીં. આજકાલ કિન્નર તમારા ઘરથી વધારે ટ્રેનમાં સફર કરતા સમયે અથવા રોડ પર મળી જાય છે. તેઓ લોકો પાસે જઈને પૈસા માંગે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જે લોકો તેમને પૈસા આપવાથી ઇનકાર કરતા હોય છે, તેમણે ભારે ગરીબીનો સામનો કરવો પડે છે. તેનાથી બચવાનો ઉપાય છે કે કિન્નરને ક્યારેય પણ પોતાની પાસેથી નારાજ થઈને જવા દેવા નહીં.
કહેવામાં આવે છે કે કિન્નરનાં આશીર્વાદથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો તમે કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લઈને પોતાના પર્સમાં રાખી દો છો, તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઇ જશે. પરંતુ જો કોઈ કિન્નરની બદદુવા લો છો તો તેનાથી તમારી જીંદગી બરબાદ પણ થઈ શકે છે. એટલા માટે જ્યારે પણ કોઈ કિન્નર તમારી પાસે પૈસા માંગવા આવે તો તેને આપી દેવા.
તે સિવાય કિન્નરનાં જતા સમયે તેને કહેવું કે “ફરીથી આવજો”. કારણ કે આ બે શબ્દો બોલવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને કિન્નરનાં આશીર્વાદ તમારા ઉપર હંમેશા રહે છે. તમને કદાચ આ ખૂબ જ સામાન્ય લાગી રહ્યું હશે, પરંતુ શું તમે આજથી પહેલાં ક્યારેય પણ આ શબ્દો કોઇ કિન્નરને બોલેલા છે કે નહીં? કદાચ તમારો જવાબ ના હશે. જો તમે કિન્નરને આ શબ્દ બોલો છો, તો તેને એવું લાગશે કે તમે તેને પૈસા દિલથી આપી રહ્યા છો, કોઈ મજબૂરીમાં નહીં. એટલા માટે તેઓ જતાં સમયે તેમને પૂરા દિલથી દુઆ આપશે.